જો તમારા કુકરની રીંગ થઈ ગઈ છે ઢીલી તો, આવી રીતે કરો દેશી જુગાડ


Image Source

પ્રેશર કુકર નો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં કરવામાં આવે છે તે મહિલાઓના કામને ખૂબ જ આસાન બનાવે છે. કારણ કે તેનાથી ન માત્ર ભોજન બનાવવાનો સમય બચે છે પરંતુ જમવાનું પણ ટેસ્ટી અને આસાનીથી બની જાય છે. જમવાનું બનાવવાનો સમય ઓછો હોવાના કારણે પ્રેશરકુકરમાં ભોજનને સંપૂર્ણ બનવામાં ઉર્જા પણ ઓછી લાગે છે.

વધુ મહિલાઓ તેનો ઉપયોગ દરરોજ કરે છે. પરંતુ વારંવાર તેના ઉપયોગના લીધે તેમાં અમુક સમસ્યા વધવા લાગે છે.એક સમસ્યા એવી છે જે વધુ મહિલાઓને હેરાન કરે છે. તે છે કુકરની રીંગ ખૂબ જલ્દી ઢીલી થઈ જાય છે.

તેના કારણે કુકરમાં પ્રેશર બનતું નથી અને જમવાનું બનાવવામાં પણ તકલીફ પડે છે તેની સાથે જ કુકર લીક થવાનો ભય પણ રહે છે. કારણ કે તેનાથી કોઇ દુર્ઘટના પણ ઘટી શકે છે એટલા માટે આજે અમે તમને અમુક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી પ્રેશર કૂકરની ઢીલી રીંગને તમે ટાઈટ કરી શકો છો.અને તેનો આસાનીથી ઉપયોગ પણ કરી શકો છો. સાથે જ આ ટિપ્સને અપનાવવાથી રીંગ લાંબા સમય સુધી નવા જેવી રહે છે.


Image Source

ઠંડા પાણીથી ધુઓ
જો તમને કુકર મૂકતી વખતે રિંગ ઢીલી લાગી રહી છે તો તેને ઢાંકણા માંથી બહાર કાઢી ને તરત ઠંડા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી રબર થોડું ટાઇટ થઇ જશે અને કુકરમાં પ્રેશર બનશે પરંતુ તમારે ફ્લેમ થોડો સમય ફાસ્ટ અને ઢાંકણને પકડીને રાખવું પડશે.


Image Source

થોડો સમય ફ્રિઝરમાં મૂકો
ક્યારેક ક્યારેક કુકરની રીંગ એટલી ઢીલી થઈ જાય છે કે કૂકરના ઢાંકણ ઉપર ચડતી જ નથી અને નીકળી જાય છે એવામાં તેને ફ્રીઝરમાં દસ મિનિટ માટે મૂકો અને ત્યારબાદ તેને લગાવો તેનાથી તમને નવી રિંગ ખરીદવાની જરૂર પડશે નહીં.

લોટથી કરો ટાઈટ
જો તમારી પાસે કૂકરને ફ્રીઝરમાં દસ મિનિટ મૂકવાનો સમય નથી તો લોટને લઈને તેને ઢાંકણ ની ચારે તરફ લગાવો ત્યારબાદ કુકર પર ઢાંકણ લગાવી લો.પરંતુ તે માટે તમને કુકરમા પ્રેશર આવવા સુધી કૂકરના ઢાંકણાને પકડીને રાખવું પડશે. આ ઉપાય ક્ષણિક હોય છે.

ટેપ લગાવો
કુકરની ઢીલી રિંગને ટાઈટ કરવા માટે બંને સાઇડ ઉપર થોડી ટેપ લગાવો.તેનાથી રબર ટાઇટ થઇ જશે. અને આસાનીથી ઢાંકણ પર લગાવીને કુકરમાં પ્રેશર બનાવી શકો છો.


Image Source

કાપીને યોગ્ય કરો
ઘણી વખત કુકર ની રીંગ ખૂબ જ ઢીલી થઇ જાય છે અને આપણી પાસે બજારમાં જઈને નવી લાવવાનો સમય હોતો નથી એવામાં રિંગને વચ્ચેથી કાપીને તેના એક્સટ્રા ભાગ ને દૂર કરો. ત્યારબાદ સોય દોરા ની મદદથી તેને જોડી દો અને ઉપર ટેપ લગાવો જેથી તે થોડું મજબૂત થઈ જાય.આ એક જુગાડ છે અને જ્યારે પણ તમને સમય મળે ત્યારે નવી રિંગ ખરીદો.

ઉપયોગ કર્યા બાદ સાફ કરવું જરૂરી
લગભગ ઘણી મહિલાઓ ઘર માં કંઈક બનાવીને તેને ધોયા વગર જ મૂકી દે છે. ત્યારબાદ ફરીથી તેમાં કંઈક બનાવે છે પરંતુ તેનાથી ઘણી વખત કુકર ની રીંગ ઉપર શાકભાજીના ટુકડા ચોંટી જાય છે તેના કારણે ખરાબ થવાની શક્યતા રહે છે. તેની માટે જરૂરી છે કે દર વખતે ઉપયોગ કર્યા બાદ કુકર અને તેની રિંગને ધુઓ.


Image Source

ઢાંકણા ને સીધુ રાખો
જો તમે પણ કૂકરના ઢાંકણ ને સીધું રાખતા નથી તો તેના રબર ઉપર પ્રેશર પડવા લાગે છે અને તેના કારણે રિંગ ખરાબ થઈ જવાનો ભય રહે છે તેથી તેનો ઉપયોગ કર્યા બાદ કુકર અને તેના ઢાંકણ ને ધોઈને એકદમ સીધું રાખો.

ડીશવોશર નો ઉપયોગ ન કરો
કુકર ની રીંગ ને ધોવા માટે ક્યારેય પણ ડીશવૉશરનો ઉપયોગ ના કરો. તેને ડીશવૉશર માં નાખવાથી રિંગ ઢીલી થઇ જવાની સમસ્યા રહે છે.

કુકર ની રીંગ સાફ કરવાની રીત
કુકર ની રીંગ હંમેશા સાફ કરીને જ મુકો. તેને હંમેશા સાબુ અને પાણીથી ધુઓ. તેને ધોઈ ને હવામાં સુકાવા દો. બીજી વખત ઉપયોગ કરવા માટે તેને કૂકરના ઢાંકણ ઉપર લગાવો તેની સાથે જ કૂકરના ઢાંકણ ને રિંગ માંથી કાઢીને અલગ ધુઓ. આમ કરવાથી કુકરની રીંગ જલ્દી ઢીલી થશે નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *