90 ના દશકમાં એવા ઘણા બધા હિટ સિંગર હતા જેમને એક થી એક ખુબ જ સુંદર ગીત ગાયા છે,પરંતુ આજે તે આ લાઈમ લાઈટથી ઘણા બધા દૂર છે.
બોલિવૂડ સિંગર નો ક્રેઝ કોઈ એક્ટર થી ઓછો હોતો નથી. પોતાના અવાજથી તે લાખો દિલોને જીતી લે છે અને તે જ લાખો દિલો પર રાજ પણ કરે છે. પરંતુ આ સમયમાં બોલિવુડમાં સિંગર ની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને સમયની સાથે લોકોના ફેવરીટ સિંગરનું લિસ્ટ પણ બદલાતુ જ રહે છે. આજે પણ જ્યારે ગીતોની વાત આવે છે ત્યારે 90 ના દશકના ગીતોની વાત જરુરથી કરવામાં આવે છે. તે સમયે એકથી એક ગીતો હતા અને આજે પણ લોકો તેને સાંભળવાનું ખૂબ જ પસંદ કરે છે.
90ના દશકામાં હિટ સિંગર ની વાત આવે છે ત્યારે આપણે હંમેશા ઉદીત નારાયણ અને અલકા યાજ્ઞિક જેવા સિંગર ની વાત કરીએ છીએ. પરંતુ તે સિવાય પણ એવા ઘણા બધા સિંગર છે તેમને ખૂબ જ ધમાકેદાર ગીતો ગાયા છે. તેમનો અવાજ લોકોના દિલમાં એવી રીતે છવાઈ ગયો છે કે તે વારંવાર તે જ ગીતને સાંભળવાનું પસંદ કરી રહ્યા છે. પોતાના અવાજથી લોકોના દિલ પર રાજ કરતા હતા. પરંતુ આજે તેમની ઇન્ડસ્ટ્રીઝમાંથી ગાયબ થઇ ગયા છે.આવો જાણીએ તે સિંગર્સ વિશે.
અભિજીત ભટ્ટાચાર્ય
90 ના દશકમાં સૌથી ચહિતા સિંગરો માંથી એક છે અભિજીત ભટ્ટાચાર્ય. તેમના અવાજનો જાદુ લોકોના માથે ચડીને બોલતો હતો.1994 માં આવેલી ફિલ્મ યે દિલ્લગી નું ગીત ‘ઓલે ઓલે’ ખૂબ જ હિટ થયું હતું અને તે સિવાય શાહરુખ ખાન અને જુહી ચાવલા ઉપર જે ગીત હતું તેમાં ‘મેં કોઈ એસા ગીત ગાઉ’ ગીત માટે પણ અભિજીત ભટ્ટાચાર્ય અને ફિલ્મફેર બેસ્ટ મેલ પ્લે બેક એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેમને યે તેરી આંખે ઝૂકી ઝૂકી, એ નાઝમી સુનો ના, આંખે ભી હોતી હે દિલ કી જુબા, જેવા ઘણા બધા હિન્દી ગીતો ગાયા છે 90 ના દશકમાં તેમને એક પછી એક ઘણા બધા હિટ ગીતો ગાયા છે. પરંતુ અમુક વર્ષોથી તે થોડાક જ ગીતો ગાય છે. ગયા વર્ષે તેમને કુલી નંબર વન પિક્ચર માં હુસ્ન હે સુહાના ગીત ગાયું હતું.પરંતુ દર્શકોને આ ગીત વધુ પસંદ આવ્યું ન હતું.
શાન
90ના દશકના હિટ સિંગર ની વાત કરવામાં આવે તો શાન નું પણ નામ આવે છે. પરંતુ 90 ના દશકના પછી તેમને ઘણા બધા હિટ ગીતો પણ ગાયા છે. જે લોકો વચ્ચે ખૂબ જ પોપ્યુલર પણ થયા છે. પરંતુ તે ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે. મ્યુઝિક આલ્બમ થી પોતાના કેરિયરની શરૂઆત કરતા શાને મુસુ મુસુ હાસી, વો પહેલીબાર, પ્યાર મેં કભી કભી જેવા ઘણા બધા સુપરહિટ ગીતો આપ્યા છે. તેમને બોલિવૂડમાં હિપહોપ થી લઈને ગઝલ સુધી ગીત ગાયા છે. ફના અને સાવરીયા જેવી મૂવીમાં પણ તેમના ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ ઘણા સમયથી બૉલીવુડ ફિલ્મોમાં તેમનો અવાજ સાંભળવામાં આવ્યો નથી.
કવિતા કૃષ્ણમૂર્તિ
કવિતા કૃષ્ણમૂર્તિ એ ચાર વખત ફિલ્મ એવોર્ડ જીત્યા છે અને એક નહીં પરંતુ ઘણા બધા હિટ ગીત પણ ગાયા છે.તેમને આર ડી બર્મન અને એ.આર.રહેમાન સહિત ઘણા સંગીતકારો સાથે કામ કર્યું છે. પ્યાર હુઆ ચુપકે સે,મેરે પિયા ઘર આયે, આજ મેં ઉપર આસમાં નીચે, જેવા સુપરહિટ ગીત લિસ્ટમાં સામેલ કર્યા છે છેલ્લી વખત તેમને તુમ્હારી સુલુ માં હવા હવાઈ ગીત ગાયું હતું. નવા વર્ઝનમાં આ ગીત તેમના અવાજની ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ 90 ના હિટ ગીત ની જેમ જ આ સોંગ વધુ હિટ થઇ શકયો ન હતો. કવિતા કૃષ્ણમૂર્તિ ઘણા સમયથી આ લાઇમ લાઈટ થી દુર છે.અને તે પસંદગી ના ગીતો જ સિલેક્ટ કરે છે.
અનુરાધા પોંડવાલ
90 ના દશકમાં હિટ સિંગર ની લિસ્ટમાં અનુરાધા પૌંડવાલ નું પણ નામ આવે છે. ભલે તે લાઈમ લાઈટથી દૂર રહેતી હોય પરંતુ એક સમય હતો જ્યારે લોકો તેમના અવાજના દીવાના હતા. તેમણે પોતાના કેરિયરમાં 5 હજાર થી વધુ ગીત ગાયા છે એટલું જ નહીં,આ સિંગર લગભગ પંદર વખત ફિલ્મ ફેર એવોર્ડ માટે નોમિનેટ પણ થઇ ગયેલ છે. જે માટે ચાર વખત વિજેતા પણ રહી છે વર્ષ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ બેટા નું ગીત ધક ધક સોંગથી તે બોલિવુડમાં ખૂબ જ હિટ રહી હતી. પરંતુ ત્યારબાદ તેમને ભક્તિ ગીત ગાવાનું વધુ પસંદ કરવા લાગ્યા. નજર કે સામને, દિલ હે કી માનતા નહિ જેવા ઘણા બધા ગીત ગાયા છે જે તેમના લિસ્ટમાં સામેલ છે.
સાધના સરગમ
સાધના સરગમ ઘણા સમયથી પોતાના અવાજથી લોકોનું દિલ જીતતી રહી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આ સિંગર ન માત્ર ફિલ્મોમાં પરંતુ ભક્તિ ગીત, શાસ્ત્રીય સંગીત, ગઝલ, આલ્બમ જેવા ઘણા બધા સોંગ આપ્યા છે. 90 ના દશકમાં હમને ઘર છોડા હે, તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર કરતે હૈ, સુબહ સે લેકર શામ તક, જેવા ઘણા બધા હિટ ગીત ગાયા છે લેટેસ્ટ ગીત ની વાત કરે તો ફિલ્મ દમ લગા કે હૈસા માં તેમને દર્દ કરારા ગીત પણ ગાયું છે. ત્રણ દસકાથી વધુ સમય સુધી લોકોના દિલ પર રાજ કરતી સાધના સરગમ હવે પસંદગીની ફિલ્મો માટે ગીત ગાય છે.
વિનોદ રાઠોડ
વિનોદ રાઠોડ ભલે લાઈમ લાઈટથી દૂર રહે છે પરંતુ એક સમય હતો જ્યારે તેમને પોતાના ગીતોથી લોકોને ખૂબ જ ખુશ કરી દીધા હતા. અને લોકોના મોંઢા પર તેમના ગીતો જ રહેતા હતા. તેમને 1993 અને 1994 માં મેલ પ્લેબેક સિંગર માટે ફિલ્મફેર પુરસ્કાર માટે બે વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા.તેમને એસી દીવાનગી દેખી નહી કહી, નાયક નહિ ખલનાયક હુ મે, છુપાના ભી નહી આતા જેવા ઘણા બધા ગીત ગાયા હતા. તેમને મુન્નાભાઈ ફિલ્મ માટે પણ ગીત ગાયો હતો પરંતુ આજે તે લાઇમ લાઈટ થી દુર છે તેમને ઘણા સમયથી બોલિવૂડ ફિલ્મમાં ગીત ગાયા નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.