ગર્ભાવસ્થા સમયે મહિલાઓની સાથે થતી ઘટનાઓ વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવાના છે. જેણે એક સાથે બે દીકરીઓને જન્મ આપ્યો, પરંતુ એ બન્ને જોડિયા નથી. આ મહિલાએ અલગ-અલગ દિવસોમાં બે ભ્રમણ ગર્ભધારણ કર્યા હતા.
હાલના સમયમાં જ એક મહિલાની સાથે એવી ઘટના બની જેને જાણીને તમે પણ આશ્ચર્ય પામી જશો. કેલિફોર્નિયામાં સ્થિત ઓડાલીજ માર્ટીનેજ સાથે એવું બન્યું કે,જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. આ બાબતે બધા જ આશ્ચર્ય પામી ગયા છે. ખરેખર ઓડાલીસે 5 દિવસમાં બે ગર્ભ ધારણ કર્યા હતા. 25 વર્ષીય ઓડાલિસ ના પ્રમાણે એ પોતાની પહેલી પ્રેગ્નેન્સી પ્લાન કરી રહી હતી. પરંતુ એને જાણવા મળ્યું કે એમણે બીજો ગર્ભ પણ ધારણ કર્યો છે. તો ચલો આજે આ ઘટના વિશે વિસ્તારથી જાણીએ.
ઓડાલીસે જણાવ્યું કે, એણે એ સમયે ગર્ભ ધારણ કર્યો હતો. જ્યારે એ પહેલેથી જ ગર્ભવતી હતી એવા સમયમાં એણે બે ગર્ભધારણ કર્યા પરંતુ, એ બંન્ને જોડિયા નથી. એ બંને માં પાંચ દિવસનું અંતર છે. વર્ષ 2020 માં કેલિફોર્નિયાના સૈન પાબ્લો માં સ્થિત ઓડાલીસ અને એન્ટોનિયો માર્ટીનેજ પ્રેગ્નેન્સી ની જાણ થઈ એનાથી ખુબ જ ખુશ છે. એના થોડા મહિના પહેલા જ એને મિસકૈરેજ નો સામનો કરવો પડ્યો હતો. એવી પરિસ્થિતિમાં આ નવી પ્રેગ્નેન્સી એમના માટે ખૂબ જ ખાસ છે.
પ્રેગ્નેન્સી સમયે ઓડાલિસે જ્યારે પોતાનો પહેલો સ્કેન કરાવ્યો ત્યારે એને જાણ થઈ કે, એના બે બાળકો જન્મ લેવાના છે. જેણે એક જ અઠવાડિયામાં પણ અલગ-અલગ દિવસે ગર્ભધારણ કર્યો હતો. તમને જણાવી દઇએ કે આ ઘટનાને સુપરફેટેશન ના નામથી ઓળખવામાં આવે છે.
આવું ત્યારે બને છે, જ્યારે એક મહિલા ગર્ભાવસ્થા સમયે બીજી વાર ગર્ભધારણ કરે છે અને આવું પહેલા ગર્ભધારણના થોડા દિવસો અથવા થોડા અઠવાડિયા બાદ બનતું હોય છે.
ઓડાલિસે જણાવ્યું કે, અમારા માટે આ કોઈક જાદુથી ઓછું નથી એમણે પોતાની બંને બાળકીઓના નામ લીલો અને ઇમેલડા રાખ્યું છે. ઓડાલીસએ જણાવ્યું કે, એમની બંને બાળકી ઓના ચહેરા ઘણા મળતા આવે છે. એ કારણે અમે ઘણી વખત મૂંઝવણમાં મૂકાઈ જઈએ છે ઓડાલીસા એ જણાવ્યું કે બંને એકસરખી જ દેખાય છે ત્યારે અમે લોકોને સચ્ચાઈ જણાવવાની જગ્યાએ બંને જુડવા છે. એમ કહીએ છે.
ઓડાલીસએ જણાવ્યું કે, હું જ્યારે ગર્ભવતી થઈ ત્યારે હું પહેલે થી જ ગર્ભવતી હોવાનું જાણવાનું મળ્યું. ત્યારે મને લાગતું હતું કે, હું જોડિયા બાળકો ને જન્મ આપવાની છું. પરંતુ ઘણા બધા લેખ વાંચ્યા પછી મને જાણ થઈ કે આ ટેકનિકલ ટ્વીન્સ નથી. પરંતુ જ્યારે આ વિષે અમે લોકોને જણાવીએ છે તું બધા ખૂબ જ મૂંઝવણમાં મુકાઇ જાય છે જેના કારણે અમે 3 લોકોને સચ્ચાઈ જણાવતા નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team