અમે તમને છેલ્લા કેટલાક લેખો દ્વારા ગુજરાત વિશે જણાવી ચૂક્યા છીએ. જ્યારે પણ તમારી સામે ભારતના સૌથી સુંદર રાજ્યોમાં શુમાર અને સાંસ્કૃતિક રૂપે ધનવાન ગુજરાતનું નામ આવતું હશે તો કેટલીક વસ્તુઓ જેમ કે ઘણા બધા મંદિરો, બંજર વિસ્તારો, કચ્છનું મરુસ્થળ જેવી વસ્તુઓ આપમેળે તમારી સામે આવી જાય છે.
ભારતની પશ્ચિમે વસેલું રાજ્ય ગુજરાત પોતાની સ્થાલકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે જાણવામાં આવે છે. સિંધુ ખીણ સભ્યતાના ઉદ્દગમ સ્થળ રૂપે પ્રખ્યાત ગુજરાત હંમેશા ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક અને વેપારનું કેન્દ્ર માનવામાં આવતું હતું. હવે જ્યારે વાત ગુજરાતમાં પ્રવાસના આયામો પર હોય તો તમને જણાવી દઈએ કે અહી એવું ઘણું બધુ છે જેના દ્વારા એક પ્રવાસી આ સુંદર રાજ્ય તરફ આકર્ષિત થયા છે.
તો એ જ ક્રમમાં અમે આજ અમારા આ લેખ દ્વારા તમને બતાવવા જઈ રહ્યા છીએ સિંધુ ખીણ સભ્યતાના ઉદ્દગમ સ્થળ ગુજરાતના તે મંદિરો જ્યાં એક તરફ ખૂબ જ સુંદર છે ત્યાં બીજી તરફ તેનું વાસ્તુ કૌશલ્ય એટલું બેમિસાલ છે કે તે કોઈપણ વ્યક્તિ ને આકર્ષિત કરી શકે છે.
અક્ષરધામ મંદિર
અક્ષરધામ ગુજરાતના મહાન મંદિરોમાંથી એક છે. તે ભક્તિ, વાસ્તુકલા, કલાકાયો અને પ્રદર્શનિયોનો એક દુર્લભ સંયોગ છે. ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિ આ મંદિરની સૈદ્ધાંતિક મૂર્તિ છે. ગાંધીનગર આવનારા યાત્રીઓ આ સ્મારક અને મંદિરની અનોખી સુંદરતા જોવા માટે આવે છે. જો તમે અક્ષરધામની ટેગલાઈન પર નજર નાખશો તો જોવા મળશે કે,””આ તે સ્થળ છે જ્યાં કલા ચિરયુવા છે, સંસ્કૃતિ અસીમિત છે અને મૂલ્યો કાલાતીત છે.
પિંપલેશ્વર મહાદેવ મંદિર
ગુજરાત સ્થિત મહેસાણા જિલ્લાના અંતર્ગત આવતા સલ્દીમા પિંપલેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન મંદિર છે. આ સ્થાન આપણા એક પ્રાચીન પર્વ સલાદીના મેળાને કારણે દર વર્ષે હજારો પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે. તમને જણાવી દઇએ કે આ પર્વ દર શ્રાવણના છેલ્લા સોમવારે લાગે છે. આ મંદિરની ખાસ બાબત એ છે કે બીજા શિવ મંદિરની જેમ અહીં શિવલિંગ નથી. અહીં જલધારી એટલે કે વહેતા પાણી ની પૂજા થાય છે. અહીં આવનારા લોકોની માન્યતા છે કે ભગવાન શિવ લોકોને પાપથી મુક્ત કરે છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર
1822 માં બંધાયેલું, તે સ્વામી નારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે જેનું નિર્માણ બ્રિટિશ સમયગાળા દરમિયાન સ્વામી આદિનાથ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર બર્મીઝ સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું. તેના પરની કોતરણી ખૂબ જ સુંદર છે અને ઘણા ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત આકૃતિઓ અહીં કોતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તે પણ સુંદર રંગોથી ભરેલા હતા. આ મંદિરમાં મહિલાઓ માટે એક વિશેષ વિભાગ છે જ્યાં તેમના માટે શિક્ષણ અને સમારંભો યોજવામાં આવે છે. આ મંદિર રંગોનો ઉત્સવ છે, જે જૂના શહેરના પ્રાચીન રંગોમાં ડૂબેલા છે. નર નારાયણ આ મંદિરના મુખ્ય દેવતા છે.
સોમનાથ મહાદેવ મંદિર
સોમનાથ મહાદેવ મંદિર ગુજરાતના સોમનાથમાં આવેલું છે. તે આદિ જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખાય છે. આ મંદિર સાત વખત નષ્ટ થયું હતું, પરંતુ દરેક વખતે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. તેનું નિર્માણ ચંદ્રદેવ સોમએ સોનાથી, સૂર્યદેવ રવિએ ચાંદીથી અને ભગવાન કૃષ્ણએ લાકડાથી કરાવ્યું હતું. ઉપરાંત, 11મી સદીમાં સોલંકી રાજપૂતે તેને પથ્થરથી બનાવ્યું હતું. છેલ્લે તેનું પુનઃનિર્માણ 1951મા કરવામાં આવ્યું હતું. મંદિરની સંપત્તિ અને વૈભવને કારણે તેના પર અનેકવાર હુમલા પણ થયા હતા. આ મંદિર તેની ઉત્કૃષ્ટ કોતરણી, ચાંદીના દરવાજા, નંદી પ્રતિમા અને કેન્દ્રીય શિવલિંગ માટે જાણીતું છે. કારતકના ચાર દિવસના પૂર્ણિમા ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આ સ્થળની મુલાકાત લે છે.
દ્વારકાધીશ મંદિર
દ્વારકાધીશ મંદિર દ્વારકાનું મુખ્ય મંદિર છે જે જગત મંદિર તરીકે પણ ઓળખાય છે. દંતકથા છે કે જગત મંદિરનું મુખ્ય મંદિર – દ્વારકાધીશ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે અને તેનું નિર્માણ ભગવાન કૃષ્ણના પરપૌત્ર વજ્રનાભ દ્વારા કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવાય છે કે આ મંદિર મહાભારતના યુદ્ધ પછી જ્યારે ભગવાન કૃષ્ણનું રાજ્ય દ્વારકા પાણીમાં ડૂબી ગયું હતું ત્યારે આ મંદિરનું નિર્માણ થયું હતું. જગત મંદિરની આસપાસની અન્ય કલાત્મક રચનાઓનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરનું શિખર 43 મીટર ઊંચું છે, જેની ટોચ પર એક મોટો ધ્વજ છે, જેના પર સૂર્ય અને ચંદ્ર બનાવવામાં આવ્યા છે, જે 10 કિ.મી. દૂરથી પણ જોઈ શકાય છે.
શ્રી હનુમાન મંદિર
ગુજરાતના સારંગપુરમાં આવેલું હનુમાન મંદિર એ રાજ્યનું એક પ્રાચીન મંદિર છે જે સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી હેઠળ આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનને સમર્પિત આ મંદિરમાં તેમના એક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ પ્રાચીન મંદિરમાં ભગવાન હનુમાનની મૂર્તિ સદગુરુ ગોપાલાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.
અહીંના લોકો એવું પણ માને છે કે જ્યારે સદગુરુ ગોપાલાનંદ સ્વામી મૂર્તિની સ્થાપના કરી રહ્યા હતા ત્યારે તેમણે તેને લાકડાથી સ્પર્શ કર્યો હતો, જેના પછી મૂર્તિ જીવંત થઈ ગઈ હતી. આ મંદિર ગુજરાતમાં આવેલા તમામ મંદિરોમાં સૌથી સુંદર છે અને અમે દાવો કરીએ છીએ કે તેની વાસ્તુકલા ચોક્કસ તમને મોહિત કરશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team