જુલાઇ મહિનો શરૂ થઈ ગયો છે અને એકવાર ફરીથી માર્કેટમાં હલચલ શરૂ થઈ ગઈ છે. વર્ષના 6 મહિના વીતી ગયા છે અને આવનાર 6 મહિનામાં ગાડીની કંપનીઓને ટાર્ગેટ હોય છે કે તેઓ વધુને વધુ વેચાણ કરે, આમ તો ગાડીની કંપનીઓનો છેલ્લો મહિનો વેચાણની દ્રષ્ટિએ સારો રહ્યો હતી. જો તમે આ ચાલુ મહિનામાં ગાડી લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અમુક જરૂરી વાત પર ધ્યાન રાખવું જોઈએ. જેથી ડીલર તમને છેતરી શકે નહીં અને તમારી પાસે એક બેસ્ટ ડીલ હશે.
ઘણીવાર તમારી સાથે પણ એવું થયું હશે કે તમે વિચારીને ગયા હશો એક ગાડી વિષે અને તેની બધી માહિતી તમે જાણતા હશો અને એ તમે લઈ પણ લેશો અને કાર ડીલર તમને બીજું મોડલ ખરીદવાનો આગ્રહ કરે, તો તે તમને એવું મોડલ પસંદ કરવાનું કહે છે જે લોકો બહુ ખરીદતા નથી. તેથી તમે જે કાર લેવા માંગો છો તેના પર જ ફોકસ કરો અને ઉતાવળ ન કરો. તમે બે થી ત્રણ શોરૂમની મુલાકાત લઈને પણ જાણી શકો છો.
દરેક કાર સેલ્સમેન અને ડીલર પાસે દર મહિને સેલ્સ ટાર્ગેટ હોય છે અને તે ગ્રાહકને તેને પૂર્ણ કરવા માટે સમજાવવા અને લલચાવવાનો ઉપાય કરી ગાડી વેચવા પ્રયાસ કરે છે. તમને મહિનાની શરૂઆતમાં સારી ડીલ ન મળી શકે પરંતુ જો તમે મહિનાના અંતે કાર ખરીદો છો, તો તમને શ્રેષ્ઠ ઓફર સાથે શ્રેષ્ઠ ડીલ મળી શકે છે, કોઈપણ ખચકાટ વગર ડીલ ફાઇનલ કરો. બિલકુલ અચકાશો નહીં અને બને એટલું વધારે ડિસ્કાઉન્ટ કરવા માટે ટ્રાય કરો.
કાર કંપનીઓ જે મોડલનું વેચાણ ઓછું હોય છે તેના પર વધુ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપે છે. જેથી તેઓ જૂનો સ્ટોક ક્લિયર કરી શકે, એટલું જ નહીં, જે કાર પર વેઇટિંગ ચાલી રહ્યું છે અથવા જે સંપૂર્ણપણે નવા મૉડલ છે તેમાં તમને ઝડપથી કોઈ ડિસ્કાઉન્ટ મળતું નથી. આવી સ્થિતિમાં, જો તમે શોરૂમમાં ઉપલબ્ધ મોડેલને સારી ડીલ માટે પસંદ કરો છો, તો તમે વધુ પૈસા બચાવી શકશો.
નવી ગાડી પર બેસ્ટ ડીલ માટે તમે જો જૂની ગાડીને એક્સ્ચેન્જ કરી રહ્યા છો તો તમારે ગાડીની બેસ્ટ વેલ્યૂ માંગવી. આ લોકો તમારી જૂની ગાડીના ઓછી કિમતમાં ખરીદે છે જેથી આપણને નુકશાન થાય છે. જો તમે ડીલર પાસેથી બેસ્ટ પ્રાઇઝ નથી મળી રહી એવું લાગે તો તમે ગાડી ઓપન માર્કેટમાં પણ વેચી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team