તડકા ખીચડી, તે લસણ અને મસાલાનો વઘાર કરીને બનાવવામાં આવતી ચોખા અને મગ દાળની ખીચડી છે. લસણ, રાઈ , જીરુ અને લીમડાના પાનનો સુગંધી વઘાર આ ખીચડીને તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ બનાવે છે અને બચેલી સાદી ખીચડીનો ઉપયોગ કરવાની આ સૌથી સારી રીત છે. વઘારેલી ખીચડી ( વઘાર એક ગુજરાતી શબ્દ છે જેને હિન્દીમાં તડકા કહેવામાં આવે છે) ગુજરાતના લોકોનું આ એક લોકપ્રિય અને મનપસંદ ભોજન છે અને મોટાભાગના ગુજરાતી ખીચડીના નામથી ઓળખવામાં આવે છે. જો તમે તમારુ રોજનું ભોજન જમીને થાકી ગયા છો અને કઈક નવું જમવાનું વિચારો છો, જે બનાવવામાં સરળ હોય, ઘરે બનાવેલું અને પૌષ્ટિક હોય, તો એક સાદી ખીચડીને તેનાથી વધુ સ્વાદિષ્ટ કેમ બનાવવુ તે શીખવા માટે આ સ્ટેપ બાય સ્ટેપ ફોટો રેસિપી નું અનુસરણ કરીએ.
- પૂર્વ તૈયારીનો સમય: ૫ મિનીટ
- બનાવવાનો સમય: ૨૦ મિનીટ
- કેટલા લોકો માટે: ૨
સામગ્રી:
- ૨/૩ કપ ચોખા (નાના દાણા વાળા )
- ૧/૩ કપ મગ દાળ કે તુવેર દાળ ( અડદની દાળ )
- ૩.૫ કપ પાણી
- ૧/૮ ચમચી હળદર પાવડર
- મીઠુ સ્વાદ મુજબ
વઘાર કરવા માટે:
- ૪-૫ લસણની કળી, કાપેલી
- ૧/૪ ચમચી રાઈ
- ૧/૨ ચમચી જીરુ
- ૪-૫ લીમડાના પાન
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
- ૧ ચમચી જીરૂ – ધાણા પાવડર, વૈકલ્પિક
- ૧ ચમચી તેલ
નોંધ: તમે તાજી ખીચડી બનાવવાને બદલે બચેલી ખીચડી ( જો તમારી પાસે હોય તો ) નો ઉપયોગ પણ કરી શકો છો.
રીત:
એક વાટકામાં ચોખા અને દાળને પાણીથી ધોઈ લો. વધારે પાણીને કાઢી લો અને તેને એક પ્રેશર કુકર (૩.૫ લિટર ક્ષમતા વાળા ) માં નાખી દો. તેમાં ૩.૫ કપ પાણી, હળદર પાવડર અને મીઠું નાખો. તેને સારી રીતે મિક્સ કરો અને મીઠા માટે પાણી ચાખો અને જરૂર પડે તો વધારે નાખો.
કુકરને ઢાંકીને બંધ કરી દો અને તેને ૪ સિટી થાય ત્યાં સુધી વરાળ માં પકાવો, તેને વધારે તાપ પર પહેલી સિટી થાય ત્યાં સુધી પકાવો અને ત્યારબાદ તાપને ધીમો કરી દો. તેને મધ્યમ તાપે બાકી રહેલી ૩ સિટી થાય ત્યાં સુધી પકાવો. ગેસ બંધ કરી દો. જ્યાં સુધી દબાણ પોતાની જાતે પૂરું ન થઈ જાય ત્યાં સુધી ઢાંકણ ખોલવું નહિ ( ઢાંકણ તરત ખોલવાથી ખીચડી કાચી રહેશે) ઢાંકણ ને લગભગ ૦ મિનીટ પછી ખોલો અને પાકેલી ખીચડીને એક ચમચીથી હલાવી લો.
એક નાના વઘાર કરવાના વાસણમાં ૧ ચમચી તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ થઇ જાય, ત્યારે તેમાં રાઈ નાખો.
પકવેલી ખીચડી ની ઉપર વઘાર નાખો અને તેને ચમચાથી સારી રીતે ભેળવો. વઘારેલી ખીચડી હવે પીરસવા માટે તૈયાર છે. તેને દહી અને પાપડ સાથે પીરસો અને મજા લો.
સૂચન અને વિવિધતા:
- જો તમે વધેલી ખીચડી નો ઉપયોગ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે તે ઓરડાના તાપમાને હોવી જોઈએ.
- તમારી પસંદગી મુજબ વઘારમાં લસણ ની માત્રા નાખો.
- બદલાવ માટે ખીચડી બનાવતી વખતે તેમાં ૧/૪ કપ કાપેલા બટાકા ને ૧/૪ કપ કાપેલા રીંગણ નાખો.
સ્વાદ:
- લસણના સ્વાદ સાથે થોડી તીખી
પીરસવાની રીત:
ગુજરાતી ખીચડી ને દહીં કે ગુજરાતી કઢી કે બટાકાના શાક સાથે એક સંપૂર્ણ ભોજનની જેમ સાંજે પીરસો કે તેને લંચ બોક્સમાં પણ પેક કરી શકો છો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફેકટફૂડ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Faktfood Team