સુરતની મહારાણી અંબામાતાના ચમત્કારોની અદભુત કથા… માતાએ સ્વપ્નમાં આવીને ભક્તોને બતાવી મંદિરની જમીન


સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરમાં માતા અંબે સરસ્વતીના રૂપમાં બિરાજમાન છે. મંદિર સુધી જવા માટે મુખ્ય માર્ગ પર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે. માતાના દરબારમાં પહોંચવા માટે ભક્તો અહીં થી પ્રવેશ કરે છે અને ત્યાર પછી માતા અંબે ના દર્શન કરવા માટે પહોંચે છે. સુરતની મહારાણી કહેવાતી માતા અંબાના મંદિરમાં દરરોજ સવાર-સાંજ સાત આરતીઓ થાય છે.

સુર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરને આદિકાળમાં સુર્યપુર પણ કહેવામાં આવતું હતું. સુર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલા આ સુરત શહેરમાં માતા અંબાનું એક એવું મંદિર છે, જે શક્તિપીઠ તો નથી પરંતુ તેની માન્યતા ભક્તોમાં કોઈ શક્તિપીઠ થી ઓછી નથી. આ જ કારણ છે કે સુરતમાં વસનારા સુરતી લોકો હોય કે જુદા જુદા રાજ્યોમાંથી કામ કરવા માટે આવનારા લોકો દરેક શુભ દિવસે શુભ કાર્યની શરૂઆત માતા અંબાના પ્રથમ દર્શનથી કરે છે.

નિયમિત થાય છે 7 આરતીઓ
સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરમાં દરરોજ 7 આરતીઓ થાય છે, જ્યાં માતા અંબે સરસ્વતીના રૂપે બિરાજમાન છે મંદિર સુધી જવા માટે મુખ્ય દ્વાર પર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે.માતાના દરબારમાં પહોંચવા માટે ભક્તો અહીં થી પ્રવેશ કરે છે અને ત્યાર પછી માતા અંબે ના દર્શન કરવા માટે પહોંચે છે.

સુરતની મહારાણી કહેવાતી માતા અંબાના મંદિરમાં દરરોજ સવાર-સાંજ સાત આરતીઓ થાય છે. સવારે સાત વાગ્યે મૂર્તિ દર્શન માટે મંદિરના દરવાજા ખુલે છે પરંતુ તે પહેલા સવારે છ વાગ્યાથી ભક્તો માતાના દર્શન કરવા માટે લાઇનમાં ઊભા રહી જાય છે અને મંદિરના દરવાજા ખુલે ત્યાં સુધી રાહ જુએ છે. મંદિરના દરવાજા ખુલે ત્યાં સુધી અહીં ભક્તોની ભારે ભીડ જમા થઈ જાય છે. આરતી સમયે મંદિરના પરિસરમાં ભક્તિમય વાતાવરણ બની જાય છે. ભક્તો માતાની સ્તુતિ કરે છે.

મંદિર નિર્માણની વાર્તા શું છે?
આ અંબિકા નિકેતન મંદિરનું નિર્માણ આજથી 52 વર્ષ પહેલાં થયું હતું. મંદિરનું નિર્માણ ભારતી મૈયા નામના માતાના ભક્ત દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતી મૈયા 52 વર્ષ પહેલા અમદાવાદ થી સુરત પોતાના પરિવાર સાથે રહેવા આવી હતી. તે સમયે માતા અંબા એ તાપી નદીના કિનારે તેને મંદિર બનાવવાનું સ્વપ્ન બતાવ્યું હતું.

સાથે સાથે મંદિર બનાવવા માટેની જમીન માપવા માટે કયા ખેડૂત પાસે જવું તે પણ સ્વપ્નમાં જણાવ્યું હતું. સ્વપ્નના આધારે ભારતી મૈયા તે ખેડૂત પાસે પહોંચી અને મંદિર બનાવવા માટે જમીન માંગી હતી ત્યારે તે ખેડૂતે તેને જમીન આપી હતી. આટલું જ નહીં, એક ખેડૂતે મંદિર બનાવવા માટે બક્ષિશમાં જમીન આપી હોવાનો કેસ વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. જમીન આપ્યા બાદ કોર્ટનો નિર્ણય ખેડૂતની તરફેણમા આવ્યો હતો. માતા અંબે નો આ પહેલો ચમત્કાર હતો.

ભૂમિને પવિત્ર કરવા માટે લક્ષ્ય ચંડી યજ્ઞ કરાવ્યો
મંદિરનું નિર્માણ કાર્ય કરવા માટે ત્યારે ભારતી મૈયા લોકોના ઘરે જઈને દાન એકત્રિત કરતી હતી. ભારતીય એક રૂપિયાથી વધારે દાન કોઈ પાસેથી લીધું નથી. આજે જે સ્થળે માતા અંબાના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે તે સુરત નો સૌથી પોશ વિસ્તાર કહેવાય છે, પરંતુ મંદિરના નિર્માણ સમયે અહીં જંગલ હતું.અહીં ખેડૂતો ખેતી કરતા હતા.

અંબિકા નિકેતન મંદિરના ટ્રસ્ટી અને મંદિર બનાવનાર ભારતી મૈયાના પૌત્ર રૂપેન્દ્રસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે મંદિરના નિર્માણ પહેલા જમીનને પવિત્ર કરવા માટે આ જમીન પર લક્ષ ચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો, જે એક મહિના સુધી ચાલ્યો હતો.

દરરોજ ભક્તોની ભારે ભીડ જમા થાય છે
માતા અંબાની ભક્ત ભારતી મૈયા સામે તે સમયે બ્રાહ્મણોની દક્ષિણા વિશે ચિંતા હતી,પરંતુ યજ્ઞમાં માતાના ભકતો એટલા ઉમટ્યા કે જે કોઈ પણ આવ્યું તે કંઈ ને કંઈ ભેટ લઈને આવ્યા. તેનાથી યજ્ઞ પાઠ નો ખર્ચો અને બ્રાહ્મણોની દક્ષિણા પણ પૂર્ણ થઈ ગઈ. ત્યાર બાદ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત થઈ અને માતારાણી ના આ ભવ્ય મંદિરમાં માતાના ભક્તોની ભીડ દરરોજ જોવા મળે છે. ખાસ કરીને નવરાત્રી મા આઠથી દસ લાખ જેટલા ભક્તો અહીં દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *