માવા અને સૂકા મેવાથી ભરપુર મીઠી અને ઉપર ચાસણીનું લેયર ચડાવેલીને તમે કોઈપણ તહેવાર ઉપર બનાવી શકો છો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. તો ચાલો આજે તમને માવાની કચોરી બનાવવાની રીત જણાવીએ.
માવા કચોરી બનાવવા માટે જરૂરી સામગ્રી
લોટ બાંધવા માટે
મેંદો-1કપ | ઘી – 2 ચમચી
સ્ટફિંગ માટે
કાજુ અને બદામ – 1-1 ચમચી | માવો – 1/3 કપ | નાની એલચી – 4 છોલી | દળેલી ખાંડ – 1/3 કપ
ચાસણી માટે
ખાંડ – 1 કપ
સ્ટફિંગ માટે:
બદામ – 4 ( બારીક કાપેલી) | કાજુ – 2( નાના ટુકડા કાપેલા) | નાની એલચી – 2 | ઘી – કચોરી તળવા માટે
શાહી માવા કચોરી બનાવવાની રીત
શાહી માવા કચોરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં લોટ ચાળી કાઢી લો. તેમાં ઘી નાખીને બરાબર મિક્ષ કરી લો. તમે પાણી લઈને મેંદાનો લોટ બાંધો. આ લોટને વધુ મસળવો નહીં. લોટ બંધાય જાય પછી તેને 15-20 મિનિટ માટે સેટ થવા માટે રાખો. ત્યાં સુધી સ્ટફિંગ તૈયાર કરી લઈએ.
સ્ટફિંગ માટે સૌ પ્રથમ માવાને સારી રીતે છીણી લ્યો. અને તેને એક કડાઈમાં મૂકીને માવો નાખો. ત્યારબાદ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. માવો શેકાઈ જાય પછી તેમાં કાજુ બદામનો પાવડર ઉમેરો. હવે સ્ટફિંગ માટે એક બાઉલમાં કાઢીને રાખો. અને તે ઠંડુ થાય પછી તેમાં દળેલી ખાંડ અને અડધી એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરો. હવે કચોરીનું સ્ટફિંગ તૈયાર છે.
હવે કચોરી બનાવવા માટે ગેસ પર કડાઈ મૂકો અને તેમાં ઘી નાખીને ગરમ કરવા રાખો. ત્યાં સુધી કચોરીનો લોટ પણ સેટ થઈ ગયો છે. હવે લોટમાંથી નાના-નાના લુઆ બનાવીને રાખી લો. હવે એક લુવો લઈ તેને પાટલી પર રાખીને વેલણની મદદથી પૂરીના કદ કરતા થોડું મોટુ વણી લો. હવે પૂરીની ઉપર દોઢ ચમચી જેટલું સ્ટફિંગ રાખો અને ચારે બાજુથી પૂરીને ઉંચકીને સ્ટફિંગ બરાબર બંધ કરો.
હવે બોલને હથેળી પર રાખો અને બીજી હથેળીથી દબાવીને થોડો મોટો કરો, પરંતુ ધ્યાન રાખો કે લોટ ફૂટવો ન જોઈએ. હવે એ જ રીતે બાકીના બધા બોલમાં સ્ટફિંગ ભરીને કચોરી બનાવીને તૈયાર કરો. હવે કચોરીને તળવા માટે ગેસ પર એક તપેલી મૂકો અને તેમાં ઘી નાંખો અને તેને ગરમ કરો,ઘીને મીડીયમ ગરમ કરો. હવે આ તપેલીમાં બને તેટલી કચોરી નાખો. હવે થોડી વાર પછી કચોરીઓ શેકાઈને ઉપર તરવા લાગે છે, પછી તેને પલટાવી અને કચોરીને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને બહાર કાઢી લો.
આ કચોરી લગભગ 10 મિનિટમાં તળાઈને તૈયાર થઈ જશે. એ જ રીતે બીજી બધી કચોરીને પણ તળી લો. ધ્યાન રાખો કે કચોરીને મધ્યમ અને ધીમા તાપે જ તળો. જેથી કચોરીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.
હવે આપણે કચોરી માટે ચાસણી બનાવવાનું શરૂ કરીએ છીએ. ખાંડની ચાસણી બનાવવા માટે એક વાસણ લો અને તેમાં ખાંડ અને અડધો કપ પાણી નાખી ગેસ પર ગરમ કરવા રાખો. સૌપ્રથમ ખાંડ યોગ્ય રીતે ઓગળી જાય ત્યાં સુધી ખાંડને પકાવો. ખાંડ ઓગળી જાય પછી, ચાસણીને 2-3 મિનિટ વધુ પકાવો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team