નાની બાળકી સાથે આવો અન્યાય, માતા-પિતાએ ઠેલા પર તરછોડ્યું, રાતભર ઠંડી માં તડપતી રહી, ફળ વેચવાવાળા ને સવારમાં મળી, ઠંડી ના કારણે તબિયત ખરાબ, ICU માં કરાઈ ભરતી.
જન્મ થતા જ માતા – પિતાએ મોઢું ફેરવી લીધું. ઠંડી માં નાનકડા જીવને ઠેલા પર તરછોડી દીધું.માસૂમ બાળક રાતભર ઠંડી માં તડપતી રહી. જેના કારણે એની તબિયત ખરાબ થઈ ગઈ. સવારે ફળ વેચવાવાળા એ એનો રડવાનો અવાજ સાંભળી ને જોયું તો નવજાત બાળકનું શરીર ઠંડી ના કારણે નિલું પડી ગયું હતું. એણે બાળકી ને લઈને હોસ્પિટલમાં પહોંચ્યો.જ્યા એ આઈ.સી.યુ.માં ભરતી કરવામાં આવી છે. પોલીસ એના માતા – પિતા વિશે જાણકારી મેળવવાના પ્રયત્ન માં લાગી છે. આ ઘટના ઝુંઝૂનું શહેરની છે.
સોમવારે અડધી રાત્રે માતા-પિતાએ પોતાની એક દિવસની બાળકીને ત્યજી દીધી હતી. જેને જાવેદ રાઈન નામના વ્યક્તિએ એને હોસ્પિટલમાં પહોંચાડી હતી. જેણે સવારે પોણા આઠ વાગે એ બાળકી ને જોઈ હતી.
નાના બાળકોના ડૉક્ટર ડૉ. જીતેન્દ્ર ભાંબુએ ઈલાજ શરૂ કર્યો હતો. પોલીસ એના માતા – પિતાની ભાળ કાઢી રહી છે.ડૉક્ટરો એ જણાવ્યું હતું કે, બાળકી નો જન્મ 24 થી 48 કલાક પહેલા જ થયેલો છે.
ડૉક્ટરે જણાવ્યું હતું કે, બાળકી નું શરીર ઠંડુ પડી ગયું હતું. બાળકી નો જન્મ કોઈક હોસ્પિટલમાં જ થયેલો છે અને એ પ્રિ-મેચ્યોર છે. બાળકી નું વજન પણ 1 કિલો 450 ગ્રામ જ છે. અત્યારે એનો ઈલાજ ચાલુ છે જો કે, એની તબિયત માં સુધારો છે.
2019 – 21 ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ના આંકડા મુજબ ઝુંઝુંનુ માં બાળકી ઓની સંખ્યામાં વધારો થયો છે. 2011ના આંકડા પ્રમાણે બાળકો નો જન્મ આંકડો 837 હતો. જ્યારે ,ઝુંઝૂનું જિલ્લા નો આંકડો 1000 છોકરા ઓ પર છોકરી ઓની સંખ્યા 946 હતી. ત્યાર પછી પણ બાળકોને મળવા માટે છોડી દેવી અથવા તો લિંગ પરીક્ષણ કરાવવું એ સમાજ ની પછાત સોચ તરફ આંગળી ચીંધે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team