કહેવાય છે કે કોઈ પણ મુકામ મેળવવા માટે સખત મહેનત અને દૃઢ સંકલ્પ જરૂરી છે. આંધ્રપ્રદેશના શ્રીકાંત બોલાએ આ વાત સાચી સાબિત કરી છે. શ્રીકાંતે પોતાની મહેનતથી ન માત્ર પોતાનો બિઝનેસ ઉભો કર્યો પરંતુ તેને ઉંચાઈઓ સુધી પણ લઈ ગયો. આજે ઘણા લોકો તેમની વાર્તાથી પ્રેરિત છે. શ્રીકાંત બોલાની વાર્તા ફિલ્મી લાગે છે, પરંતુ તે એકદમ સાચી છે.
શ્રીકાંતે જીવનમાં અનેક પડકારોનો સામનો કર્યો. તમને જણાવી દઈએ કે, શ્રીકાંત જન્મથી જ નેત્રહીન છે, તેમ છતાં પણ માત્ર 29 વર્ષની ઉંમરે તેણે કરોડોનો બિઝનેસ ઊભો કર્યો. ચાલો તમને પણ શ્રીકાંત બોલાની સક્સેસ સ્ટોરી જણાવીએ.
જન્મથી જ અંધ છે
શ્રીકાંતનો જન્મ 1992માં આંધ્રપ્રદેશના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તે જન્મથી જ નેત્રહીન હતો. લોકોએ તેના માતાપિતાને તેને અનાથાશ્રમમાં મૂકવાની સલાહ આપી. પરંતુ તેના માતા-પિતાએ તેને હંમેશા સાથ આપ્યો. તેમના શિક્ષકો અને સહકર્મીઓએ પણ તેમની ઘણી અવગણના કરી. શાળામાં, તેને પાછળ બેસાડવામાં આવતો હતો. પરંતુ શ્રીકાંતમાં પણ કંઈક અલગ કરવાની ઈચ્છા હંમેશા હતી. આ ઈચ્છાએ જ તેમને જન્મથી નેત્રહીન હોવા છતાં આજે કરોડો રૂપિયાના બિઝનેસના માલિક બનાવ્યા.
IIT માં અભ્યાસ કરવાનું સપનું હતું
શ્રીકાંત સાયન્સ ભણવા ઈચ્છતો હતો, પરંતુ તેના માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. જેમ તેમ કરી તેણે સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. 12મા બોર્ડમાં તેના 98 ટકા માર્ક્સ આવ્યા. તેમનું પરિણામ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી તેણે IITની તૈયારી શરૂ કરી.
આ દરમિયાન કોચિંગ સેન્ટરે તેનું એડમિશન લેવાની ના પાડી દીધી. પરંતુ તેમ છતાં પણ તેણે હાર માની નહીં. યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ IITમાં જઈ શક્યા ન હતા, પરંતુ આજે IITના વિદ્યાર્થીઓ તેમને પોતાનો આઇડિયલ માને છે.
અમેરિકાથી અભ્યાસ કર્યો
IITમાં પ્રવેશ ન મળતાં, શ્રીકાંતે અમેરિકાની ટોચની ટેક્નોલોજી સ્કૂલ MIT માટે અરજી કરી અને તે નેત્રહીન તરીકે પસંદગી પામનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી બન્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે ઈચ્છે તો ત્યાં રહીને આરામદાયક જીવન જીવી શકત. પરંતુ તેણે ભારત પાછા આવવાનું નક્કી કર્યું અને અહીં આવીને પોતાની કંપની શરૂ કરી. તેણે 9 વર્ષ પહેલા બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝની શરૂઆત કરી હતી.
150 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે
તેમની પ્રતિભાને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ ઓળખી અને તેમની કંપનીમાં રોકાણ કર્યું. 7 પેકેજિંગ સોલ્યુશન્સનું ઉત્પાદન કરતી બોલાન્ટ ઈન્ડસ્ટ્રીઝ મજબૂત રીતે આગળ વધતી રહી. કંપનીએ 2018 સુધી રૂ.150 કરોડનો બિઝનેસ હાંસલ કર્યો હતો. શ્રીકાંતની કંપનીના 5 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અને કંપનીએ 650થી વધુ લોકોને રોજગારી આપી છે. આમાંથી લગભગ અડધા લોકો ડિફરન્ટલી એબલ્ડ કેટેગરીમાંથી આવે છે.
ઘણા એવોર્ડથી સન્માનિત કરી ચૂક્યા છે –
શ્રીકાંતને વર્ષ 2017 માં, ફોબસ 30 અંડર, 30 એશિયા યાદીમાં જગ્યા મળી. એશિયામાંથી પસંદગી થયેલા 3 ભારતીયો માંથી એક છે. તેમને સીઆઇઆઇ ઇમર્જિંગ એન્ટરપ્રેન્યોર ઑફ ધ યર 2016, ECLIF મલેશિયા ઇમર્જિંગ લીડરશિપ એવોર્ડ જેવા ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
રાષ્ટ્રપતિ બનવા ઈચ્છે છે
2006ના એક ભાષણ દરમિયાન શ્રીકાંત તે વિદ્યાર્થીઓમાંથી હતો જેને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય ડોક્ટર એ.પી.જે અબ્દુલ કલામે સંબોધિત કર્યા હતા. મિસાઈલ મેન એ તેમને પૂછ્યું,’તમે જીવનમાં શું બનવા માંગો છો?’ આ સવાલનો જવાબ આપતા શ્રીકાંતે કહ્યું કે,”હું ભારતનો પહેલો નેત્રહીન રાષ્ટ્રપતિ બનવા માંગુ છું.”
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team