એક ફળ વેચનારના છોકરાએ ઊભું કર્યું કરોડોનું સામ્રાજ્ય, આ એક ટ્રીકે બદલી તેમની કિસ્મત


પેલું કહેવાય છે ને કે સફળતા કોઈને મોહતાજ હોતી નથી બસ તેની માટે જરૂર હોય છે તમારી મહેનત અને લગન ની. તથા દુનિયાથી કંઇક અલગ કરવાની. તમે એક વખત એવું કર્યું તો નિશ્ચિત કામયાબી તમને હાસિલ થશે. એક વ્યક્તિની સફળતા તેમની આવનારી પેઢીઓની દિશા અને દશા બંને નક્કી કરે છે અને અહીં અમે તમને આજે એવા વ્યક્તિની સફળતા ની વાત જણાવવા જઇ રહ્યા છીએ. જે જાતે ગરીબ પરિવારમાં ઉત્પન્ન થયો અને તેમની આવનાર પેઢી માટે કામયાબી ની ઈમારત ઊભી કરી દીધી અને આપ્યો અરબો નું સામ્રાજ્ય.


કોણ છે આ વ્યક્તિ
અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે રઘુનંદન શ્રીનિવાસ કામત, કર્ણાટકમાં ઉત્પન્ન થયેલ કામત નો જન્મ ગરીબ પરિવારમાં થયો. તેમ છતાં તેમને હિંમત હારી નહીં અને પોતાની મહેનત તથા લગ્ન પર અરબો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું. તેમના પિતા ફળ અને લાકડાં વેચીને સાત બાળકોનું પેટ ભરતા હતા. ગામ મોટા થઈને પરિવારની જવાબદારી ઉઠાવવા માટે પોતાના ભાઈઓની સાથે મુંબઈ ગયા.


1983માં થયું લગ્ન
અહીં ગોકુલ નામથી ઢાબા ચલાવી રહેલ કામત ના ભાઈઓ એ તેમને પણ કામે લઈ લીધા ઢાબા ઉપર ગ્રાહકોને આઈસ્ક્રીમ ખરીદતા જોઈને કામત ના મનમાં એક દિવસ કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો. ધીમે ધીમે તે તેની ઉપર વિચારવા લાગ્યા અને તેની વચ્ચે 1983 માં તેમનું લગ્ન થઈ ગયું થઈ ગયા. પછી તેમને આઇસ્ક્રીમ નો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો. પરંતુ તેની ઉપર જોખમ ઘણું બધું હતું કારણકે તેમની આર્થિક હાલત વધુ સારી હતી નહીં.


વર્ષ 1984 નો એ દિવસ
ત્યારબાદ તેમને 14 ફેબ્રુઆરી 1984માં જુહુમાં નેચરલ આઇસક્રીમ મુંબઈ ના નામથી આઉટલેટ ની શરૂઆત કરી. તેમના આઈસ્ક્રીમ ની ખાસિયત એ હતી કે તેનો ટેસ્ટ એકદમ નેચરલ હતો તેની માટે જ આઈસક્રીમ પાર્લર ઉપર વધુ લોકો આવતા હતા નહીં. અને તે આ વિચારીને ખૂબ જ ચિંતામાં રહેતા હતા, અને તે હંમેશા તેમના બિઝનેસને વધારવા વિશે જ વિચારતા રહેતા હતા.


આ એક ઉપાયે કર્યો કમાલ
બિઝનેસને આગળ વધારવા માટે અને પોતાના આઈસ્ક્રીમ ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે કામ તે આઈસ્ક્રીમ ની સાથે મસાલેદાર પાવભાજી વેચવાનું કામ શરૂ કર્યું. હવે પાવભાજી ખાવા માટે લોકો આવતા. અને તીખી પાવ ભાજી ખાઈને કામતની ઠંડી અને મીઠી આઈસ્ક્રીમ પણ ખાતા. તે ધીમેધીમે તેમના આઇસક્રીમને એક ઓળખ મળવા લાગી.


શરૂમાં આ ફ્લેવર કર્યા તૈયાર
શરૂઆતમાં કામ તે ફળ, દૂધ અને ખાંડ ની સાથે જ કેરી ચોકલેટ,સીતાફળ,કાજુ અને સ્ટ્રોબેરી ફ્લેવર વાળી આઈસક્રીમ બનાવી. અને તેમના આઇસક્રીમમાં કોઈપણ પ્રકારની મિલાવટ આવતી ન હતી, આ જ કારણે ધીમે ધીમે લોકોનો વિશ્વાસ તેમની ઉપર વધી ગયો. ત્યાર બાદ તેમને અહીં પાવભાજી વેચવાની બંધ કરી અને નેચરલ આઇસક્રીમ પાર્લર ને ચાલુ રાખ્યું.


આજે 300 કરોડનો છે કારોબાર
કામત ની કંપની નેચરલ આઇસક્રીમ એ આજે સંપૂર્ણ દેશમાં એક ઓળખ બનાવી છે. કંપનીની વેબસાઇટ અનુસાર આજે સંપૂર્ણ દેશમાં તેમના 135 આઉટલેટ છે. 5 ફ્લેવર થી શરૂ કરેલ આઈસ્ક્રીમ ની કંપની આજે 20 ફ્લેવરની આઈસ્ક્રીમ લોકો સુધી પહોંચાડી રહી છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *