આપણે દરેક વ્યક્તિએ સોહનલાલ ત્રિવેદીએ જે વાક્ય કહ્યું છે. તે સાંભળ્યું છે. કે “”લહેરોસે ડરકર નૌકા પાર નહિ હોતી, કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી”” આપણે લોકોએ વાસ્તવિક જીવનમાં પણ ઘણા બધા એવા લોકો જોયા હશે જેમને પોતાની મહેનત અને સંઘર્ષ કર્યા બાદ સફળતા મેળવી હોય.
સંઘર્ષથી હાર માની નહીં
આજે આપણે વાત કરીશું એવા જ લોકો માંથી એક મહિલાની જેમ મારી જિંદગીની તમામ તકલીફોને જોયા પછી પણ ક્યારેય હિંમત હારી નહીં અને તેમને સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરી.
કોણ છે તે મહિલા?
અમે રિતિકા જિંદલની વાત કરી રહ્યા છીએ. જે મૂળ રૂપથી પંજાબની મોગાની રહેનાર છે. તેમને પોતાની શરૂઆત નું ભણતર પંજાબમાં જ પૂરું કર્યું. ત્યારબાદ દસમા અને બારમા માં તેમને સારા માર્ક મળ્યા ત્યારબાદ તેમણે દિલ્હીના શ્રીરામ કોલેજમાં કોમર્સમાં ગ્રેજ્યુએટ કર્યો અને ગ્રેજ્યુએટમાં તેમને 95 ટકા પ્રાપ્ત થયા.
ગ્રેજ્યુએશન બાદ કરી યુપીએસસીની તૈયારી
રિતિકા જિંદલ શરૂઆતથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી તેમને બાળપણથી જ આઈએએસ બનવા નું સપનું હતું અને તેની માટે તેમણે ગ્રેજ્યુએશન કર્યા બાદથી જ તેની તૈયારી શરૂ કરી દીધી હતી.
પિતાને હતું કેન્સર ત્યારબાદ પણ ન હારી હિંમત
રિતિકા જિંદલ જયારે યુપીએસસીની તૈયારી કરતા હતા ઘણા બધા પ્રકારની તકલીફનો સામનો કરવો પડયો પરંતુ ત્યારબાદ પણ હાર માની નહીં. તે જ્યારે પહેલી વખત સિવિલ સેવા ની પરીક્ષા આપવા જઇ રહી હતી ત્યારે તેમના પિતાને ફેફસાનું કેન્સર થઈ ગયો હતો ત્યારે તેમની પોતાની તૈયારી ચાલુ રાખી હતી.
પરિસ્થિતિ સામે હાર માની નહીં
યુપીએસસી ના બીજા પ્રયાસ કર્યા અને તેમને પોતાની ત્વચાનું કેન્સર થઈ ગયું અને આ દરેક મુશ્કેલીઓનો સામનો કરીને તેમને સાહસ બતાવ્યું અને હિંમત હારી નહીં. અંતે તેમને પોતાના મહેનત અને સંઘર્ષ બાદ સફળતા હાંસિલ કરી.
બીજા પ્રયાસમાં મળી શકતા
રિતિકા જિંદાલ પોતાનું સપનું સાકાર કરવા સખત મહેનત કરી રહી હતી. તેણી તેના પ્રારંભિક અભ્યાસમાં પણ હંમેશા ટોચ પર રહી છે. ગ્રેજ્યુએશન પછી તેમને યુપીએસસીની તૈયારી શરૂ કરે તેમને પહેલાં જ પ્રયાસમાં ઇન્ટરવ્યૂ સુધીની સફર પૂરી કરી લીધી હતી પરંતુ તે ઇન્ટરવ્યૂમાં અસફળ રહ્યા પરંતુ ફરીથી પ્રયાસ કર્યો વર્ષ 2018 માં બીજા પ્રયાસ દરમિયાન તેમને ખૂબ મહેનત કરીને 88 રેન્ક પ્રાપ્ત કર્યો તેની સાથે જ તેમના આઈએએસ બનવા નું સપનું સાકાર થયું.
લોકો માટે બની પ્રેરણા
પોતાના મહેનત અને સંઘર્ષના કારણે કામયાબ થનાર રિતિકા જિંદાલે પોતાનું બાળપણથી જ નક્કી કરેલ લક્ષ્યને હાસલ કર્યું છે. અને રીયલ માં તેમનો સંઘર્ષ ભર્યું જીવન અને તેમની આ સફળતા પ્રશંસા કરવા લાયક છે કે આજના સમયમાં લોકો માટે પ્રેરણારૂપ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team