આજે અમે તમારા માટે સ્ટફ્ડ ટામેટાની રેસિપી લઈને આવ્યા છીએ. લોકપ્રિય શાકભાજીમાં સ્ટફ્ડ ટામેટા ખુબજ ખાસ હોય છે. સ્ટફ્ડ ટામેટા ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે અને તેને બનાવવા પણ ખૂબ સરળ છે. આ ટામેટાની શાકભાજી તમે સૂકી પણ બનાવી શકો છો અને ગ્રેવી ( ભરવા ટામેટા ગ્રેવી) વાળી પણ બનાવી શકાય છે. સ્ટફ્ડ ટામેટા બનાવવાની રીત જાણો અને તેને આજે જ બનાવો. અમને ખાતરી છે કે સ્ટફ્ડ ટામેટા બનાવવા માટેની રેસિપી તમને જરૂર પસંદ આવશે.
સર્વિંગ્સ – 4 લોકો માત | સમય – 10 મિનિટ | સમય – 30 મિનિટ
જરૂરી સામગ્રી
ટામેટા – 7,8 નંગ ( નાના ) | પનીર – 100 ગ્રામ | બટાકા – 2 નંગ ( બાફેલા ) | કાજુ – 5,6 નંગ | દ્રાક્ષ – 1 મોટી ચમચી ( ઈચ્છા મુજબ) | લીલું મરચું – 2 નંગ ( બારીક કાપેલ ) | લાલ મરચું પાવડર – 1/2 નાની ચમચી | હળદર પાવડર – 1/4 નાની ચમચી | ગરમ મસાલો – 1/4 નાની ચમચી
જીરું – 1/4 નાની ચમચી | આદુની પેસ્ટ – 1 નાની ચમચી | ઘાણાનો પાવડર – 1 નાની ચમચી | હિંગ – 1 ચપટી | તેલ – 2,3 મોટી ચમચી
મીઠું – સ્વાદમુજબ
બનાવવાની રીત
સ્ટફ્ડ ટામેટા રેસિપી માટે સૌથી પેહલા બધા ટામેટાને ધોઈ લો અને પછી તેને સૂકવી લો. જ્યાં સુધી ટામેટા સુકાઈ રહ્યા છે, તેટલા સમયમાં કાજુના નાના નાના ટુકડા કરી લો. સાથેજ બટાકા છીણીને તેને નાના ટુકડામાં કાપી લો અને પનીરના નાના નાના ટુકડા કરો. પાણી સુકાયા પછી ટામેટાની ઉપરની તરફ ચાકુથી ગોળાકાર આકારમાં કાપી તેને અલગ કરી દો. સાથેજ ટામેટાની અંદરના પલ્પને ચાકુની મદદથી કાઢી લો. કાઢેલા પલ્પને એક વાટકીમાં રાખો. બધા ટામેટાના પલ્પ કાઢ્યા પછી તેને મિક્સરમાં નાખી અને બારીક પીસી લો.
હવે ક ફ્રાઈ વાસણમાં દોઢ મોટી ચમચી તેલ નાખી ગરમ કરો. તેલ ગરમ થવા પર જીરાનો વઘાર કરો. જીરું શેકાઈ ગયા પછી તેમાં હિંગ, આદુની પેસ્ટ, કાપેલ લીલું મરચું, ઘાણાનો પાવડર, હળદર પાવડર નાખો અને મિક્સ કરી લો. સાથેજ ટામેટાના પલ્પનાં અડધા ભાગમાં, લાલ મરચું પાવડર અને 1/2 નાની ચમચી મીઠું પણ નાખો. આ મિશ્રણને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી તે તેલ છોડે નહીં.
મસાલા તેલ છોડવા પર મિશ્રણમાં કાપેલ બટાકા, કાજુ, દ્રાક્ષ, ગરમ મસાલો નાખી અને હલાવીને શેકો. ત્યારબાદ પનીર અમે કાપેલ લીલા ધાણા નાખો અને મિક્સ કરીને 2 મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવે સ્ટફિંગ તૈયાર છે. ઠંડુ થવા પર તેને ખાલી કરેલા ટામેટામાં સરખી રીતે ભરી દો.
હવે એક ભારે તળિયા વાળી કડાઈને ગરમ કરો. તેમાં થોડું તેલ નાખી ચારે તરફ ફેલાવી દો. ત્યારબાદ ધીમો તાપ કરી દો અને ટામેટાને કડાઈમાં સરખી રીતે મૂકી દો. ત્યારબાદ મોટી ચમચી તેલ લઈને ટામેટાની ઉપર નાખો અને કડાઈને ઢાંકીને 3-4 મિનિટ સુધી પકાવો. 3 મિનિટ પછી કડાઈને ખોલો અને ટામેટાને ચિપિયાની મદદથી સાવધાનીથી પલટાવો. પછી તેને ઢાંકીને 2 મિનિટ વધારે પકાવો.
ત્યારબાદ ટામેને તપાસી લો, જે ભાગ રંધાયો હોય નહિ, તેને નીચે કરી ફરી એક વાર પકવી લો. આ રીતે દર 2-2 મિનિટમાં ટામેટાને ફેરવતા રહો. તે 8-10 મિનિટમાં સરખી રીતે રંધાઈ જશે. તમારી સ્ટફ્ડ ટામેટા બનાવવાની રીત પૂરી થઈ. હવે તમારી સ્ટફ્ડ ટામેટાની શાકભાજી તૈયાર છે, તેને પીરસવાની થાળીમાં કાઢી અને ગરમાગરમ રોટલી અથવા પરાઠાની સાથે પીરસો.
સલાહ
જો તમે સ્ટફ્ડ ટામેટાની ગ્રેવી બનાવવા ઇચ્છો છો, તો ટામેટા પાક્યા પછી મનપસંદ ગ્રેવી તૈયાર કરી લો. ત્યારબાદ રાંધેલા સ્ટફ્ડ ટામેટા ગ્રેવીમાં નાખીને ઢાંકી દો અને ધીમા તાપ પર 7-8 મિનિટ પકવી લો. તમારી સ્ટફ્ડ ટામેટાની ગ્રેવી તૈયાર થઈ જશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team