શરીર માટે ઊંઘ એ દવા સમાન કામ કરે છે, કેમ કે ઊંઘ દરમિયાન શરીર જાતે જ પોતાની સમસ્યા દૂર કરતું હોય છે. જો ઊંઘમાં ખલેલ પડે કે પછી રાત્રે સારી ઊંઘ ના આવે તો તેનાથી માનસિક અને શારીરિક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. 8 કલાકની ઊંઘ શરીર માટે દરરોજની જરૂરત હોય છે અને શરીરને ઘણીવાર આપણી ભૂલને લીધે પૂરી ઊંઘ મળતી નથી.
આલ્કોહોલ :
જો તમે રાત્રે સૂતા પહેલા એમ વિચારીને આલ્કોહોલ પીતા હોવ કે દિવસભર થાકી ગયા પછી સારી ઊંઘ આવશે, તો તમારી વિચારસરણી બદલો, કારણ કે આમ કરવાથી તેઓ તેમની ઊંઘ જ નહીં પરંતુ તેમના સ્વાસ્થ્યને પણ બગાડે છે. તે કેલરીમાં પણ ખૂબ વધારે છે જે વજન વધારવા અને ડાયાબિટીસને પ્રોત્સાહન આપે છે.
પીઝા, બર્ગર :
પીઝા તો આમ પણ કોઈપણ સમયે ખાવા સારા નથી પણ પીઝા રાત્રે ખાવા એ તમારા માટે ખૂબ નુકશાનકારક હોય શકે છે. મેંદા અને ઘણાબધા પ્રકારના સોસ અને ચીઝ મિક્સ કરીને બનતા પીઝા હાર્ટબર્નનું કારણ હોય છે. વજન અને ડાયાબિટીસ સાથે હાઈબીપીનું કારણ બની શકે છે.
ચિપ્સ અને નમકીન :
જો તમને રાત્રિભોજન પછી ચિપ્સ અથવા નમકીન સાથે ચા પીવાની આદત હોય, તો આજે જ આ આદતને બદલી નાખો કારણ કે તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય માટે આનાથી વધુ ખરાબ બીજું કશું જ હોઈ શકે નહીં. આ નાસ્તામાં મોનોસોડિયમ ગ્લુટામેટનું પ્રમાણ ઘણું વધારે હોય છે, જે તમને સ્લો પોઈઝન જેવી ઊંઘની પેટર્ન બનાવે છે. તેની સાથે તે હાઈ બીપી, ડાયાબિટીસ અને વજન વધવા માટે પણ જવાબદાર છે.
પાસ્તા :
કેલેરી અને કાર્બોહાઇડ્રેડ થી ભરપૂર પાસ્તા તમારા પેટને તો જલ્દી ભરી દેશે પણ તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય માટે તે બહુ નુકશાનકારક છે. તેમ રહેલ કાર્બોહાઇડ્રેડ શરીર માટે હાનિકારક સાબિત થાય છે. જેના લીધે કોલેસ્ટ્રોલ, બીજી અને હ્રદય રોગનું કારણ બને રાત્રે ક્યારેય પણ પાસ્તા ખાવા જોઈએ નહીં.
ડાર્ક ચોકલેટ :
ડાર્ક ચોકલેટમાં ભરપૂર માત્રામાં કેફીન અને ઉત્તેજક હોય છે, જે હૃદયને આરામ આપવાને બદલે હૃદયની કામગીરી અને મગજને સક્રિય રાખે છે. દિવસ દરમિયાન તેનું સેવન કરવું ફાયદાકારક છે, પરંતુ રાત્રે સારી ઊંઘ માટે તે સારું નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team