ખાવામાં સોયા ચીલી બહુજ સ્વાદિષ્ટ હોય છે. તેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ એવી વસ્તુ છે જે બાળકો થી લઈ ને મોટા દરેક ને ખૂબ પસંદ આવે છે. આવો જાણીયે કેવી બનાવાય છે સોયા ચીલી….
સામગ્રી :
- સોયાબીન નગેટ્સ 100 ગ્રામ
- લસણની પેસ્ટ 1/2 ચમચી
- તેલ 2 ચમચી
- બારીક કાપેલી લીલી ડુંગળી 1કપ
- કાપેલા લીલા મરચાં 2
- સોયા સોસ 2 ચમચી
- વિનેગાર 2 ચમચી
- સ્વાદપ્રમાણે મીઠું
બનાવવાની પધ્ધતિ :
- સોયાબીનનો અડધો કલાક પાણીમાં પલાળ્યા બાદ પાણી નિચોડી દો.
- એક બાઉલમાં સોયા નગેટ્સ, એક ચમચી મીઠું અને લસણની પેસ્ટ નાખી સરખી રીતે મેળવો.
- કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લીલી ડુંગળી નાખી સરખું ચડવો.
- લીલા મરચાં નાંખો અને થોડી સેકન્ડ સુધી ચડવો.
- હવે કડાઈમાં વધેલું મીઠું, સોયા સોસ, વિનેગાર અને સોયાબીન નાંખી, સરખી રીતે મેળવો. ફૂલ ગેસ પર બે ત્રણ મિનિટ ચડવો અને પીરસો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.