આ બોલીવુડ ફિલ્મોના બનાવવામાં આવ્યા છે સાઉથ રિમેક 

  • by

જાણો કયા બોલીવુડ પિક્ચરોના રીમેક્સ સાઉથ સિનેમા માં બનાવવામાં આવ્યા છે અને કોણ હતું આ રિમેકની સ્ટારકાસ્ટ.

આમ તો ઘણા વર્ષોથી બોલિવૂડમાં આપણે સાઉથ ફિલ્મોની રિમેક જોતા આવ્યા છીએ. હવે તો બોલિવૂડમાં સાઉથની રિમેક બનાવવાનો ટ્રેન્ડ સેટ થઈ ગયો છે. દર વર્ષે આપણે સાઉથની ઘણી બધી ફિલ્મોનું રીમેક આપણને જોવા મળી જ જાય છે. આ રિમેક ફિલ્મો અને ઓડિયન્સ પણ ખૂબ જ પસંદ કરે છે. જેના કારણે સૌથી મોટા મોટા એક્ટર પણ સાઉથની રિમેક કરવાનું ખૂબ જ પસંદ કરે છે. જેમાં કબીરસિંઘ, વોન્ટેડ,ગજની, તેરેનામ જેવી જબરજસ્ત પિક્ચર સામેલ છે.

પરંતુ તમને જણાવી દઈએ કે ઘણી વખત સાઉથ સિનેમા પણ બોલીવુડ સિનેમાના રીમેક બનાવે છે જેને સાઉથની ઓડિયન્સ ની વચ્ચે ખૂબ જ પસંદ કરવામાં આવે છે આજના આર્ટિકલમાં અમે તમને એવી ફિલ્મો વિશે જણાવીશું જેની રીમેક આપણને સાઉથ સિનેમા માં જોવા મળે છે. આ ફિલ્મોમાં બોલિવૂડની મોટી મોટી ફિલ્મો ના નામ સામેલ છે.

અંધાધુન
2018 માં આવેલી ફિલ્મ અંધાધૂન બોલિવૂડની ખૂબ જ બહેતરીન ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં તમને આયુષ્યમાન ખુરાના, તબુ અને રાધિકા આપ્ટે જેવા એક્ટર જોવા મળ્યા હતા. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી ઉપર છે જે એક ફ્રેન્ચ શોર્ટ ફિલ્મથી પ્રેરિત છે. સાઉથના ફિલ્મની એક તેલુગુ રિમેક પણ બનાવવામાં આવી છે જેનું નામ મેસ્ટ્રો છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર નિતીન અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે. કોરોના ના કારણે આ ફિલ્મને 17 સપ્ટેમ્બર 2021માં સીધા ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવામાં આવી હતી. તે સિવાય આ ફિલ્મને મલયાલમ સિનેમામાં પણ રીમેક કરવામાં આવ્યું છે. જેમાં સાઉથ ના ફેમસ એક્ટર પૃથ્વીરાજને લીડ રોલમાં લેવામાં આવ્યો છે.

ઓ માય ગોડ
અક્ષય કુમાર અને પરેશ રાવલની સ્ટાર ફિલ્મ ઓ માય ગોડ એક ખૂબ જ યુનિક ફિલ્મ હતી.જેમાં ભગવાન ના નામ ઉપર ચાલી રહેલ ડાર્ક પોલીટિક્સ ને બતાવવાની કોશિશ કરવામાં આવી છે.આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી.ત્યાં સુધી કે આ ફિલ્મે 100 કરોડથી ઉપર નો બિઝનેસ પણ કર્યો.

તેના બાદ આ ફિલ્મની સાઉથમાં રિમેક બનાવવામાં આવી. આ ફિલ્મને તેલુગુ અને કન્નડમાં રિમેક બનાવવામાં આવી અને ત્યાં પણ આ ફિલ્મ ખૂબ જ સક્સેસફુલ રહી. તેલુગુમાં આ ફિલ્મનું નામ ‘ગોપાલા ગોપાલા’ છે અને કન્નડમાં આ ફિલ્મનું નામ ‘મુકુંદ મુરારી’ છે.

થ્રી ઈડિયટ્સ
2009 માં આવેલી ફિલ્મ 3 ઈડિયટ્સ બોલિવૂડની સૌથી બેસ્ટ કોમેડી ડ્રામા ફિલ્મોમાંથી એક છે આ ફિલ્મને રાજકુમાર હિરાની એ ડાયરેક્ટ કર્યું હતું અને આ ફિલ્મમાં આપણને આમીરખાન,આર માધવન,શરમન જોશી કરીના કપૂર અને બોમન ઈરાની જેવા દમદાર એક્ટર્સ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ ત્રણ સ્ટુડન્ટ ની કહાની ના માધ્યમથી ઇન્ડિયન એજ્યુકેશન ની ઉણપ વિશે જણાવે છે.

આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી ત્યારબાદ આ ફિલ્મને ૨૦૦ કરોડથી પણ વધુનો બિઝનેસ પણ થયો હતો. આ ફિલ્મને જ્યારે ફેમસ તમિલ ફિલ્મ મેકર શંકરે જોઈ ત્યારે તેમને ફિલ્મથી ઇન્સ્પાયર થઈને તેની રિમેક બનાવવાનો વિચાર્યું અને તેનું નામ હતું ‘નનબન’. આ ફિલ્મમાં સાઉથના વિજય જીવી અને સત્યરાજ જેવા એક્ટરને લેવામાં આવ્યા હતા.

 જબ વી મેટ
2007માં આવેલી ફિલ્મ જબ વી મેટ બોલિવૂડની સૌથી સારી અને રોમેન્ટિક કોમેડી માંથી એક છે આ ફિલ્મને ઇમ્તિયાઝ અલીએ ડાયરેક્ટ કર્યું હતું આ ફિલ્મમાં કરિના કપૂર અને શાહિદ કપૂર લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં ગીત નું પાત્ર ખૂબ જ બોલકુ અને ખુશ રહેવા વાળું હતું. પ્યાઝ આદિત્ય નું પાત્ર ખૂબ જ શાંત હતું આ ફિલ્મની ઇન્ડિયન્સે ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો હતો તેના રિલીઝ થવાના 14 વર્ષ પછી પણ ઘણા બધા લોકોને ફિલ્મ ફેવરેટ છે.આ ફિલ્મની સાઉથમાં રિમેક પણ બનાવવામાં આવી હતી જેનું નામ ‘કંદર કાઢલાઈ’ છે. આ રિમેકમાં આપણને ભરત શ્રીનિવાસ અને તમન્ના ભાટિયા લીડ રોલમાં છે.

મુન્નાભાઈ એમબીબીએસ
સંજય દત્તની સુપરહિટ ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ ને ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મ બાદ સંજય દત્તને લોકો મુન્નાભાઈ ના નામથી જ જાણવા લાગ્યા. આ ફિલ્મ ઓડિયન્સમાં ખૂબ જ ફેમસ થઇ હતી. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં તેની બે રિમેક બનાવવામાં આવી. આ ફિલ્મને તેલુગુ રિમેકમાં સુપરસ્ટાર ચિરંજીવી એ લીડ રોલ કર્યો હતો અને ત્યાં જ તમિલ રિમેકમાં કમલ હસનને મુખ્ય કિરદાર નિભાવ્યો હતો. તેલુગુમાં આ ફિલ્મ ‘શંકરદાદા એમબીબીએસ’ અને તમિલમાં આ ફિલ્મનું નામ ‘વસૂલ રાજા એમબીબીએસ’ છે.

અ વેનસડે
2008 માં આવેલી નસરુદ્દીન શાહ અને અનુપમ ખેર ની ફિલ્મ અ વેનસડે એક સામાન્ય માણસ ની કહાની છે. જે સિસ્ટમ થી ત્રાસી ને સંપૂર્ણ શહેરમાં બોમ લગાવી દે છે અને ત્યારબાદ તે એસીપી રાઠોડ ની સામે પોતાની વાતને મૂકે છે. કે પોતાના સમયની ખૂબ જ ડિફરન્ટ ફિલ્મ હતી. ત્યારબાદ આ ફિલ્મની તમિલ રીમેક આપણને જોવા મળી જેમાં કમલ હસન, મોહનલાલ જેવા એકટરે તેમાં કામ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું હોલિવૂડમાં પણ રિમેક બનાવવામાં આવ્યું છે જેમાં ફિલ્મનું નામ ‘અ કોમનમેન’ છે 

તો આ હતી અમુક બોલિવૂડની ફિલ્મો જેના સાઉથ રિમેક બનાવવામાં આવ્યા છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *