વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર આજે ફરીથી ચર્ચામાં આવી ગયું છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે ટ્રસ્ટના પ્રમુખ ચેરમેનના રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિયુક્ત થવું. આ ટ્રસ્ટ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના પાટણ માં આવેલ સોમનાથ મંદિરની પ્રબંધ વ્યવસ્થા જુએ છે અને આ ટ્રસ્ટના ચેરમેન ના રૂપે નિયુક્ત થનાર મોદી બીજા પ્રધાનમંત્રી છે તેની પહેલા મોરારજી દેસાઈ એવા પહેલા પ્રધાનમંત્રી હતા જેણે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન ના રૂપે પસંદગી કરવામાં આવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ચેરમેનના રૂપે તેમનું નામ પ્રસ્તાવિત કર્યું હતું.
શું તમે આ મંદિરના ઈતિહાસ વિશે જાણો છો?
ઇતિહાસકાર જણાવે છે કે સોમનાથ મંદિરને ૧૭ વખત નષ્ટ કરવામાં આવ્યું અને દર વખતે તેનું પુનઃ નિર્માણ કરાવવામાં આવ્યું પ્રાચીન ભારતીય ઇતિહાસ અને આધુનિક ભારતના ઇતિહાસમાં સોમનાથ મંદિરને વર્ષ 1024 માં મહમૂદ ગઝનવીએ તેને મહેશ મહેશ કરી દીધું હતું મૂર્તિને તોડવાથી લઈને ત્યાં ચડાવેલ સોના-ચાંદી સુધી દરેક આભૂષણોને લૂંટી લીધા હતા.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યું હતું તેનું પુનઃનિર્માણ
સ્વતંત્ર ભારતની એક પ્રમુખ પરિયોજનામાં સોમનાથ મંદીરનું પુનઃનિર્માણ પણ તેમાંથી એક છે ઉપસ્થિત મંદિરનું પુનઃનિર્માણ સ્વતંત્રતા પછી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1951માં કરાવ્યું હતું અને ૧લી ડિસેમ્બર 1995 ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તમને જણાવી દઈએ કે જુનાગઢ રજવાડા ના રાજ્યો અને ભારતનો ભાગ બનાવ્યા બાદ તુરંત જ ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે જુલાઈ 1947માં સોમનાથ મંદીરનાં પુનઃ નિર્માણ નો આદેશ આપ્યો હતો.
ગાંધીજીના કહેવાથી જનતા પાસેથી રૂપિયા ભેગા કર્યા
સોમનાથ મંદિરને ફરીથી બનાવવાનો પ્રસ્તાવ લઈને સરદાર પટેલ મહાત્મા ગાંધી ની પાસે ગયા હતા ગાંધીજીએ આ પ્રસ્તાવની ખુબ જ પ્રશંસા કરી અને જનતા પાસેથી ધન એકઠું કરીને તેનું નિર્માણ કરવામાં આવે તેઓ ઉપાય જણાવ્યો સરદાર પટેલના મૃત્યુ બાદ મંદિર પુનઃનિર્માણ નું કામ કે એમ મુનશીના નિર્દેશનમાં પૂરું થયું હતું મુનશી તે સમયે ભારત સરકારના ખાદ્ય અને નાગરિક આપુર્તિ મંત્રી હતા.
સોમનાથ મંદીરનું પુનઃનિર્માણ સ્વતંત્ર ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને સન્માનિત પરિયોજનાના રૂપે જાણવામાં આવે છે. જેને સોમનાથ મહામેરૂપ્રસાદ ના નામથી પણ જાણવામાં આવે છે. તેમના કામની પારંપરિક ભારતીય નાગર શૈલી ના મંદિર ની ડિઝાઇન બનાવવામાં મહારત પ્રાપ્ત કરી સોમપુરા પરિવારે તેને ચલાવવામાં આવ્યો હતો.
પ્રભાશંકર સોમપુરા હતા સોમનાથ મંદિરના આર્કિટેક
સોમનાથ મંદિરના આર્કિટેક પદ્મશ્રી પ્રભાશંકર સોમપુરા હતા અયોધ્યા રામ મંદિર મોડલનું પણ નિર્માણ તેમના પૌત્ર ચંદ્રકાંતભાઈ સોમપુરાએ જ કર્યું છે.
વર્તમાન સોમનાથ મંદિરનું નિર્માણ ગુજરાતની ચાલુક્ય વાસ્તુ કળા શૈલીમાં 1951માં કરવામાં આવ્યું છે ખરેખર ચાલુક્ય વાસ્તુકળા શૈલી ઉત્તર ભારતના મંદિર નિર્માણ નાગરશૈલી નો જ એક પ્રકાર છે પ્રાચીન ઐતિહાસિક લખ અનુસાર સોમનાથમાં પહેલા શિવમંદિરના સ્થાન વિશે જાણકારી નથી.
ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગમાં પહેલા છે આ
ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના વેરાવળ બંદર માં આવેલ સોમનાથ મંદિર ની ગણતરી બાર જ્યોતિર્લિંગમાં સર્વ પ્રથમ જ્યોતિર્લિંગ ના રૂપે થાય છે.
આ મંદિરની ભવ્યતા જ કંઈક એવી છે કે અહીં લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે અને તેની સાથે સાથે જ અલગ ધર્મોથી સંબંધ રાખતા વિદેશી સહેલાણીઓ પણ અહીં ભગવાન શંકરનાં દર્શન કરવા માટે આવે છે. અને તે જ કારણથી મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવાનો મામલો વિવાદનું કારણ પણ બન્યો છે અને આ જ ક્રમમાં અમે આજે વાત કરી રહ્યા છીએ ભવ્ય સોમનાથ મંદિરના ઈતિહાસની.
સોમનાથ શિવ મંદિર નો ઇતિહાસ
સોમનાથમાં બીજું શિવ મંદિર વલ્લભીના યાદવ રાજાઓ દ્વારા ઈસવીસન 649 માં બનાવવામાં આવ્યું હતું. જેને ઈસવીસન 725માં સિંઘ ના ગવર્નર અલ-જૂનેદ દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યું હતું.
ત્યારબાદ ગુર્જર પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વિતીય દ્વારા ઈસવીસન 815માં ત્રીજી વખત શિવ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું અને આ મંદિરનું નિર્માણ લાલ બલુઆ પત્થરથી દ્વારા કરવામાં આવ્યું હતું નાગ ભટ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરના દર્શનનો ઈતિહાસીક પ્રમાણ પણ મળે છે.
ત્યારબાદ ચાલુક્ય રાજા મૂળરાજ દ્વારા 997 માના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવામાં આવ્યો. ઈસવીસન કે 1024માં સોમનાથ મંદિરને તુર્ક શાસક મહમૂદ ગઝનવીએ તોડી નાખ્યુ.
મહમૂદે મંદિરથી લગભગ 20 મિલિયન દિનાર લૂંટીને જ્યોતિર્લિંગને તોડી દીધું હતું અને તેની સાથે જ લગભગ 50 હજાર લોકોની મંદીરની રક્ષા કરવા દરમિયાન હત્યા કરી હતી.
મહેમૂદ ના હુમલા બાદ રાજા કુમારપાળે ઈસવીસન 1169માં ઉત્કૃષ્ટ પથ્થર દ્વારા આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યો હતો જેને અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત વિજય દરમિયાન ઈસવીસન 1299 માં નષ્ટ કરી દીધું.
આ મંદિરનું પુનઃનિર્માણ સૌરાષ્ટ્રના રાજા મહિપાલ દ્વારા ઈસવીસન 1308 માં કરવામાં આવ્યું હતું. 1395 મા ના મંદિર ને એક વખત ફરી ગુજરાતના ગવર્નર ઝફરખાન દ્વારા નષ્ટ કરવામાં આવ્યું તેની સાથે જ ગુજરાતના શાસક મહેમૂદ બેગડા દ્વારા તેને અપવિત્ર પણ કરવામાં આવ્યુ.
સોમનાથ મંદિરને છેલ્લી વખત ઈસવીસન 1665માં મોગલ સમ્રાટ ઔરંગઝેબે દ્વારા એ રીતે નષ્ટ કરવામાં આવ્યું કે તેનું ફરીથી પુનર્નિર્માણ કરી શકાય નહીં ત્યારબાદ સોમનાથ મંદિરના સ્થાન પર 1706માં એક મસ્જિદ બનાવવામાં આવી હતી. 1950માં મંદિરના પુન નિર્માણ દરમ્યાન આ મસ્જીદને અહીંથી દૂર કરવામાં આવ્યુ હતું.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team