હિમાલય ક્ષેત્રમાંથી આવીને ગિરનારમાં જ સ્થાયી થઈને, એને જ પોતાની તપોભૂમિ બનાવનાર, કાશ્મીરી બાપુ એ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તો ચાલો આજે તેમના ધન્ય જીવનયાત્રા વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરીએ.
પૂજ્ય કાશ્મીરી બાપુ એક પ્રભાવશાળી સંત હતા, જેમની પાસે બેસવા માત્રથી જ અદભુત અને અલોકિક શાંતિ અને ધન્યતા પ્રાપ્ત થાય એવું વ્યક્તિત્વ ધરાવતા હતા.
કાશ્મીરી બાપુ ગિરનાર ને પોતાની તપોભૂમિ બનાવી અને, ત્યાં જ સ્થાયી રહ્યા. ગિરનારમાં તેમણે અનેક જગ્યાએ તપશ્ચર્યા કરી. છેલ્લે દાતાર સ્થળથી ઉગમણે આવેલા આમકુબીટ વિસ્તારમાં અંતિમ સમય સુધી ભજન કર્યું. સૌપ્રથમ જ્યારે તેઓ ગિરનાર આવ્યા ત્યારે ઝરણાના કિનારે આંબાના ઝાડ નીચે બેસતા હતા. જ્યાં તેમણે ખોડીયાર માતાની સ્થાપના કરી હતી.
મોટાભાગે બાપુ ક્યારેય પોતાની જગ્યા છોડીને અન્ય જગ્યાએ જતા નહોતા. પરંતુ શરૂઆતમાં તેઓ જ્યારે વનસ્પતિ ના આધારે દવા કરતા હતા ત્યારે તેમને અમુક વાર બહાર જવાનું થતું હતું. પેહલાં એમનું શરીર એકદમ એકવડું હતું અને તેઓ કાયમ કાળી કફની પહેરતા હતા. શરૂઆતમાં જંગલ વિસ્તારમાં તેમની એક નાની ઝુંપડી હતી, અને એક સાધારણ ધૂણો હતો.
તેમના દેવોના આગ્રહથી વર્તમાન મંદિર સંકુલ બાંધવામાં આવ્યું હતું એ છતાં બાપુ પોતે પોતાની છાપરા વાળી સાદી જગ્યામાં જ રહેતા હતા.
કાશ્મીરી બાપુ ને દાતારના મહંત પટેલ સાથે ખૂબ ઘનિષ્ઠ મિત્રતા હતી. તેઓ જંગલના આ રસ્તે થઈને સીધા દાતાર મહંત પટેલ બાપુએ મળવા માટે જતા હતા. એ બંને વચ્ચે દિવ્ય સત્સંગ થતો. દાતાર માટેના અહોભાવને કારણે આમકુબીટ આશ્રમનું નામ દાતાર આશ્રમ રાખ્યું હતું. પટેલ બાપુના સમયથી દાતારની ગુફાની જ્યોત પણ અહીં આમકુના મંદિરે લાવવામાં આવી હતી.
આ અખંડ જુઓ તો હજી પણ પ્રજવલ્લિત જોવા મળે છે. કાશ્મીરી બાપુ ને નાત જાત પ્રત્યે કોઈ ભેદભાવ ન હતો. તેઓ રમઝાન માસમાં 27મો રોજો પણ રહેતા.
વર્ષો પહેલાના જૂનાગઢના બ્રહ્મક્ષત્રિય કુટુંબના દીકરી નલીનીબેન કાશ્મીરી બાપુના આશ્રમમાં સેવાર્થે આવ્યા હતા. પૂજ્ય તેમણે અહીં બાબુ પાસેથી સાધુ જીવનની દીક્ષા લીધી અને પોતાનું નર્મદા પુરી નામ ધારણ કર્યું. આ માતાજી એકદમ રૂપાળા અને ગૌરવર્ણ હોવાથી તેઓ યુરોપિયન હોય એવું જ લાગે. ઉદાસીન સંતોની માફક બાપુ પણ કાળી કફની પહેરતા હતા. તેમનું વ્યક્તિત્વ શાલીન અને પ્રભાવી હતું.
તે ગમે ત્યારે ગમે તે લોકોને મળતા નહોતા પરંતુ તે અંગત સેવકો તેમને વીંટળાઈ રહેતા. જ્યારે તેમની તબિયત સારી રહેતી, ત્યારે પણ 40 ફૂટ દૂરથી થોડી સેકન્ડ માટે જ એમને જોતા. તેઓ બોલતા હતા અને તે ક્યારેય કોઇને ઉપદેશ આપતા ન હતા. મોટાભાગે તે અજાણી વ્યક્તિ સાથે ક્યારેય પણ વાત કરતા નહોતા. પરમ પૂજ્ય કાશ્મીરી બાપુ તારીખ 6 ફેબ્રુઆરી 2022ના રોજ 97 વર્ષની સુદીર્ઘ આયુએ દિવંગત થયા. આપણે તેમને નતમસ્તકે વંદન કરીને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team