નસકોરા બોલાવવા હોઈ શકે છે ગંભીર બીમારીના લક્ષણો, ડોક્ટરે આપી ચેતવણી

Image Source

નસકોરા બોલાવવાથી ઊંઘ ખરાબ થાય છે અને નસકોરા લેવા એ ગંભીર બીમારીનું કારણ હોઇ શકે છે. જ્યારે નસકોરા બોલાવે ત્યારે તૈયારીમાં જ ડોક્ટરને મળવું જોઈએ. અમુક લોકો ખુબ જ શાંતિથી સુતા હોય છે ત્યારે અમુક લોકો એટલા જોરથી નસકોરા બોલાવે છે કે તેમના નસકોરાના અવાજથી આસપાસના લોકો પણ ઊંઘી શકતા નથી. અને જો તેમને ઊંઘ પણ આવી જાય છે તો તેમની ઊંઘ નસકોરાના અવાજને કારણે વારંવાર ખુલી જાય છે. નસકોરા લેવા આજના સમયમાં ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણા બધા લોકો સૂતી વખતે નસકોરા બોલાવે છે અને તેને રોકવા માટેના ઘણા બધા ઉપાય પણ કરે છે.

માર્કેટમાં અમુક એવી એસેસરીઝ પણ મળે છે જેને નાક માં લગાવીને સૂવાથી નસકોરા બોલતા નથી. ત્યાં જ અમુક લોકો નસકોરાને કોઈ ફરક પડતો નથી અને તે લોકો તેને સામાન્ય સમજીને રહી જાય છે. પરંતુ નસકોરા બોલાવવા એક ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઇ શકે છે. જો તમે પણ નસકોરા બોલાવો છો તો ધ્યાન રાખો કે તમને સામાન્ય નસકોરા આવે છે, કે પછી તમે નીચે જણાવેલ ગંભીર સ્વાસ્થ્યની બીમારીથી પીડિત છો, અને જો એવું હોય તો ડોક્ટર થી સંપર્ક જરૂરથી કરવો જોઈએ.

Image Source

નસકોરા બોલાવવા હોઈ શકે છે આ ગંભીર સમસ્યાનો સંકેત

નસકોરા લેવાનું કારણ અવરોધક સ્લીપ એપનિયા પણ હોઈ શકે છે. જે ઊંઘ અથવા શ્વાસની વિકૃતિ છે, જેનાથી અમુક સમય પહેલા જ સંગીતકાર બપ્પી લહેરી નો નિધન થયું છે. એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર જો કોઈ પણ વ્યક્તિને નસકોરા આવે છે તો તેમની ઊંઘ ની પેટર્નનું ધ્યાન રાખવું જોઈએ જેથી વાસ્તવિક પરિસ્થિતિની માહિતી મળી શકે.

UAE માં થુમ્બે યુનિવર્સિટી હોસ્પિટલના ENT વિશેસજ્ઞ ડૉ. મીનુ ચેરિયન, દુબઈ સ્થિત ન્યૂઝ પેપર સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, “ઓએસએ એ એક સામાન્ય વિકાર છે જેઓનું વજન વધારે છે તે લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે જે ઊંઘ દરમિયાન ઉપરના શ્વસન માર્ગ માં શ્વાસ રોકાવાના કારણે થાય છે. તેમાં અમુક સમય માટે શ્વાસ રોકાઈ જાય છે. તેનાથી પ્રભાવિત વ્યક્તિ ને નસકોરા આવી શકે છે. અને શ્વાસ રૂંધાવાની અથવા હાંફવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. ઊંઘમાં તેમને તકલીફ ઊભી થઈ શકે છે દિવસમાં તેઓ ચીડીયા થઈ શકે છે, કામ અથવા શાળામાં ફોકસ કરવામાં સમસ્યા થઈ શકે છે. તેની સાથે જ દિવસમાં ઊંઘ આવવાના કારણે થાક અને કમજોરીનો અનુભવ પણ થાય છે.

દરરોજ નસકોરા બોલાવવા થી યોગ્ય ઉંઘ લેવાના કારણે લોહીમાં ઓક્સિજન નું લેવલ ઓછું થઈ જાય છે. અને લાંબા સમય સુધી શ્વાસ રોકાયેલો રહેવાથી હાઈ બ્લડપ્રેશર હૃદય સંબંધિત બિમારી કાર્ડિયાક એરેસ્ટ અને અન્ય હાર્ટ સંબંધિત ગંભીર સમસ્યાઓ પણ ઉભી થઇ શકે છે. ભૂલી જવાની બીમારી, સવારમાં માથાનો દુખાવો ડિપ્રેશન. વગેરે જેવી પરિસ્થિતિ છે જે ઓએસએના કારણે થાય છે.

ડૉ. હાર્દિક પટેલ, સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજિસ્ટ, NMC રોયલ હોસ્પિટલ DIP, (દુબઈ)એ જણાવ્યું હતું કે, એપનિયા શબ્દ ગ્રીક શબ્દ ‘એપનોસ’ પરથી આવ્યો છે, જેનો અર્થ શ્વાસ લેવો. અને સૂતી વખતે શ્વાસ લેવાના માર્ગને અવરોધ કરવો થાય છે. તેની તકલીફ થાય ત્યારે તીવ્રતાથી નસકોરાનો અવાજ આવે છે. જે શ્વાસ લેનાર રસ્તાથી સંકોચાવા ના કારણે આવે છે. લોકો ઓએસએને સામાન્ય નસકોરાંની સમસ્યા માની લે છે. જેનાથી આ તકલીફ વિશે જાણકારી મળતી નથી અને તેના ઇલાજમાં વાર થઈ જાય છે તેથી જો તમે પણ નસ્કોરા બોલાવો છો તો તૈયારીમાં જ ડોક્ટરનો સંપર્ક કરો.

Image Source

નસકોરા આવવાના કારણ શું છે?

  • સાઇનસ
  • વધારે વજન
  • થાક
  • ધૂમ્રપાન
  • હતાશા
  • ગર્ભાવસ્થા
  • દારૂ પીવો
  • શરદી અથવા એલર્જી પીઠના બળે સૂવું
  • આનુવંશિક લક્ષણો મોં અને ગળાના બંધારણને અસર કરે છે

નસકોરા નો ઇલાજ

નસકોરાનો ઇલાજ કરવા માટે તમારે ડૉક્ટરને મળવું જોઈએ, જેથી તે નસકોરાના સંકેત અને તેના લક્ષણો અનુસાર તમને યોગ્ય સલાહ આપી શકે. નસકોરાની સમસ્યાને ગંભીરતાથી તેનો ઈલાજ કરવામાં મદદ મેળવવા માટે ડૉક્ટર તમને અમુક સવાલ પણ પૂછી શકે છે, જેનો યોગ્ય જવાબ આપો જેથી તે તમારી મદદ કરી શકે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *