સ્કિન કેર ટિપ્સ: કાયમ યુવાન દેખાવા માટે પોતાનું એન્ટી એજીંગ રૂટિન ક્યારે અને કેવી રીતે બનાવવું? જાણો તેના વિશે


Image Source

ત્વચાના નિષ્ણાત કિરણ લોહિયા નિયમિત રૂપે તેના ચાહકોના ત્વચાની સંભાળ વિશે શિક્ષિત કરે છે. તેણે જણાવ્યું છે કે કોણે કેવી રીતે અને ક્યારે એન્ટી એજીંગ રૂટિન શરૂ કરવું જોઈએ.

ઘણીવાર આપણે આખી જિંદગી સ્વચ્છ અને યુવાન ત્વચા મેળવવાના સપના જોઈએ છીએ. સ્વસ્થ ત્વચા આપણને તાજી, યુવાન અને ગતિશીલ બનાવે છે. જોકે, ઉંમરની સાથે કરચલીઓ થવા લાગે છે અને આપણે લાચાર અનુભવ કરીએ છીએ કેમકે આપણે સમયને પાછો લાવી શકતા નથી. લાંબા સમય સુધી સ્વસ્થ ત્વચા સુનિશ્ચિત કરવા માટે શું કરી શકાય છે? એક સમજદારીની વાત એ છે કે શક્ય તેટલી વહેલી તકે એક એન્ટી એજીંગ સ્કિન રૂટિન શરૂ કરવાનું છે. જ્યારે આપણે આપણા 30 દશકમાં હોય છે. માર્ગદર્શન માટે, ત્વચા નિષ્ણાત ડૉ કિરણ સેઠીએ ત્રણ અસરકારક ટિપ્સ જણાવી છે. સ્કિન કેર રૂટિન ચાલુ કરવામાં ક્યારેય મોડું થતું નથી. તમારે ફક્ત નિરંતરતા અને વિશ્વાસની જરૂર છે, તેમણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું. તેના ત્રણ ટિપ્સ આ પ્રકાર છે.

1. સનબ્લોક
લોકોએ સનબ્લોક, એક ક્રીમ અથવા લોશનથી શરૂ કરવા જોઈએ જે ત્વચામાથી સૂર્યના કિરણોને પ્રતિબિંબિત કરે છે અને તેને પ્રવેશવા દેતા નથી. સનબ્લોક ત્વચાને કિરણોથી બચાવવામાં મદદ કરે છે. ચેહરા અને ગળા પર દરેક ચાર કલાકમાં બે મોટી ચમચીનો પ્રયોગ કરો. જે સનસ્ક્રીનની જેમજ કામ કરે છે, સિવાય કે સનસ્ક્રીન તેના દ્વારા શોષાય ત્યારે સનબ્લોક ત્વચાની ટોચ પર બેસે છે.

2. એન્ટી ઓક્સિડન્ટ સીરમ અથવા ક્રીમ
એક એન્ટી ઓક્સિડન્ટ સીરમ અથવા ક્રીમનો ઉપયોગ કરીએ જેમાં વિટામિન સી, ફેરૂલિક અથવા રેઝવેરાટ્રોલ હોય, જે અન્ય એન્ટી ઓક્સિડન્ટને વધારે અસરકારક બનાવે છે.

3. રાત્રે પેપ્ટાઇડ આધારિત ક્રીમ અથવા રેટીનોલ અથવા બંને
ત્રીજી ટીપ એન્ટી એજીંગ અથવા રેટીનોલ માટે રાત્રે પેપ્ટાઇડ આધારિત ક્રીમનો ઉપયોગ કરવાની સલાહ આપી, જેને વિટામિન એ1 પણ કેહવામાં આવે છે. તમે બંનેનો ઉપયોગ સ્કિન કેર માટે કરી શકો છો.

કિરણએ તે પણ કહ્યું કે લોકોને તે યાદ રેહવુ જોઈએ કે ત્વચાની સંભાળના પરિણામ દેખાવામાં સમય લાગે છે. કોઈ જાદુઈ છડી નથી જે તમારી ત્વચાને થોડાજ દિવસોની અંદર બદલી નાખે. ધીરજ રાખી અને સાથે રહી અને તે તમારી ત્વચા પર જોવા મળશે.

ડૉ કિરણ નિયમિત રૂપે તેના ચાહકોને સ્કનીકર વિશે શિક્ષિત કરે છે. હાલમાં જ, તેણે હાઈલુરોનીક એસિડની યોગ્યતા વિશે વાત કરી, જેને હાઈલુરોનન પણ કેહવામાં આવે છે, જે ઘણી સ્કિન કેર પ્રોડક્ટ્સમાં જોવા મળતું એક ઘટક છે, પરંતુ માનવ શરીરમાં સ્વાભાવીક રૂપે રહેલ છે. કિરણે કહ્યું કે હાઈલુરોનીક એસિડ મક્કમતા અને સ્થિતિસ્થાપકતામા, ત્વચાની બનાવટમાં સુધારો કરે છે અને સોજો ઓછો કરે છે. તે ત્વચાની પેશીઓને ભેજવાળી અને લ્યુબ્રિકેટ રાખવામાં મદદ કરે છે.

તો હવે વધારે સમય બગાડશો નહીં અને તમારું એન્ટી એજીંગ સ્કિનકેર રૂટિન અત્યારથી શરૂ કરો. સ્વસ્થ ત્વચા માટે ડૉ કિરણના આ સરળ રૂટિનને અજમાવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *