આજના સમયમાં દરેક લોકો સુંદર દેખાવા માટે શું નથી કરતા. જેના માટે તેઓ ઘણા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે, સાથે સાથે ચહેરાની પણ કાળજી રાખે છે. પરંતુ લોકો ચહેરાનું જેટલું ધ્યાન રાખે છે તેટલું શરીરના અન્ય ભાગોનું રાખતા નથી. જેથી તેના શરીરના બાકીના ભાગો કાળા દેખાવા લાગે છે.
જેમ કે ઘૂંટણ અને કોણી કાળી પડી જાય છે અને કદરૂપી દેખાય છે. જેના કારણે ઘણીવાર લોકો સામે તમારે શરમાવું પડે છે. પરંતુ હવે તમારે તેના માટે પરેશાન થવાની જરૂર નથી કારણકે આજે અમે તમારા માટે એવા નુસખા લઈને આવ્યા છીએ જેનાથી તમારી આ સમસ્યા દૂર થઈ જશે.
નારિયેળ તેલ નો ઉપયોગ
કોણી અને ઘૂંટણની કાળાશની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અસરકારક ભાગ પર દરરોજ રાત્રે સુતા પહેલા નારિયેળના તેલનો ઉપયોગ કરો, કારણ કે તેમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને તેના ઉપયોગથી તમારી ત્વચા ઘણી મોઇશ્ચરાઇઝ રહે છે. જણાવી દઈએ કે નારિયેળનું તેલ સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
લીંબુનો રસ
દરેક લોકો જાણે છે કે ત્વચા માટે લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચામાં નિખાર લાવવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીંબુમાં પ્રાકૃતિક બ્લીચીંગ એજન્ટ હોય છે, જે મૃત ત્વચા ને દૂર કરવા માટે મદદ કરે છે. તેને અઠવાડિયામાં ત્રણ દિવસ લીંબુનો રસ 10 મિનિટ માટે આ ભાગો પર લગાવો અને પછી તફાવત જુઓ.
દહીંનો ઉપયોગ
કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે દહીંને તે ભાગ પર લગાવો, તેનાથી દહીંમાં લેક્ટિક એસિડ મળી આવે છે, જે ત્વચાને ચમકીલી બનાવવામાં મદદ કરે છે. તમે તેને મોઇશ્ચરાઇઝ તરીકે ત્વચા પર લગાવી શકો છો. દહીં આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
સંતરાની છાલ
કોણી અને ઘૂંટણની કાળાશ દુર કરવા માટે સંતરાની છાલ ને તડકે સૂકવો અને તેની પેસ્ટ તૈયાર કરી લો અને તેમાં દૂધ અને ગુલાબજળ ભેળવો. તેને ઘૂંટણ અને કોણી પર લગાવો અને 15 થી 20 મિનિટ પછી ધોઈ લો. તેનાથી તમે ત્વચા પરની કાળાશમા રાહત મેળવી શકો છો.
કાકડીનો ઉપયોગ
કાકડીને વજન ઘટાડવા માટે ઉપયોગી મનાય છે, પરંતુ તે ત્વચા માટે પણ ખૂબ લાભકારી છે. કાકડી ત્વચાના હાઇડ્રેશન મા ઘણી મદદ કરે છે. તેનાથી તમે કાકડીના રસમાં હળદર ભેળવી ઘટ્ટ પેસ્ટ બનાવો અને કોણી અને ઘૂંટણ પર લગાવો અને ત્યારબાદ અડધો કલાક પછી તેને ધોઈ લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team