યુદ્ધના 24 કલાક પછીની સ્થિતિ: અત્યાર સુધીમાં 137 મોત, 18-60 વર્ષના પુરુષોને યુક્રેન છોડવા પર પ્રતિબંધ, 10 ખુબ જ મહત્વની જાણકારી અને તસ્વીર.
યુક્રેન પર રશિયન હુમલાને લગભગ ચોવીસ કલાકનો સમય પસાર થઈ ગયો છે. યુદ્ધમાં ત્યાર સુધીમાં 137 લોકોના મૃત્યુ થયા છે, 316 લોકો ઘાયલ થયા છે. જેમાં સામાન્ય લોકો યુક્રેનના સૈનિકોનો સમાવેશ થાય છે. રાજધાની કિવ સહિત આખા યુક્રેનથી મોટી સંખ્યામાં લોકો વતન છોડી રહયા છે. જેના વચ્ચે રશિયન હુમલાનો જવાબ આપી રહેલ યુક્રેનની સરકારે 18 થી 60 વર્ષના લોકો પર છોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
10 મહત્વની જાણકારી
1. રશિયન હુમલામાં અત્યાર સુધી 137 સામાન્ય લોકો માર્યા ગયા છે. જેમાં સામાન્ય વ્યક્તિ અને સૈનિકોનો સમાવેશ થાય છે.
2. અમેરિકાએ જણાવ્યું કે રુસ ને યુક્રેન પર 160 મિસાઇલ છોડી છે. રુસે જણાવ્યું કે, યુક્રેન પહેલા દિવસે 203 હુમલા કરવામાં આવ્યા. યુક્રેને જમીન સાથેના 83 લક્ષ્યાંક ફટકાર્યા.
3. યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોડીમીર જેલ્સકીએ જણાવ્યું કે, રુસી સૈનિક રાજધાની કીવ માં સામેલ થઇ ગયા છે. એમનું પ્રથમ નિશાન હું છું અને ત્યાર પછી મારો પરિવાર.
4. યુક્રેનના 18-60 વર્ષના પુરુષોને વતન છોડવા પર બાન લગાવી દીધો છે. માર્શલ લો ના હેઠળ નાગરિકોને આનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
5. રાજધાની કિવમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું હતું. સાક્ષીઓએ જણાવ્યું કે, રાત સુધી ધડાકા અને એયર રેડના સાયરન સંભળતા હતા. લોકોને લાઈટો બંધ કરવા માટે અને પડદા લગાવવા માટે કહેવામાં આવ્યું હતું.
6. યુક્રેન સ્નેક આઈલેન્ડ પર રુસ નો કબજો થઈ ગયો છે. યુક્રેનની સ્ટેટ બોર્ડર ગાર્ડ સર્વિસ દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. હવાઈ હુમલામાં અહીંયાની ઘણી બધી ઈમારતો નષ્ટ થઈ ગઈ હતી.
7. રશિયન દળોએ ચેનોબીલ ન્યુક્લિયર પ્લાન્ટ કબજે કર્યા, કિવની નજીક યુક્રેન ઍરબેઝ પણ રુસના કબજા હેઠળ છે.
8. રુસ એરકરાફ્ટ એન્ટનોવ – 26 લગભગ યુક્રેન ના વોરોનેજ વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. રુસે જણાવ્યું હતું કે, આ એયરક્રાફટ ઇકવિપમેન્ટ ટ્રાન્સપોર્ટ કરી રહ્યું હતું. એરક્રાફ્ટના ક્રૂ મેમ્બર્સ ના મૃત્યુ નિપજ્યા હતા. એમની સંખ્યા કેટલી હતી, એ વિશે રુસ દ્વારા કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી.
9. રોશની રાજધાની માસ્કો માં સેંકડો રુસ નાગરિકોએ પ્રદર્શન કર્યું. યુદ્ધ બંધ કરવા માટે આ પ્રદર્શન કરાયું હતું. જેમાં 1700 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
10. ભારતે પોલેન્ડના માર્ગ હેઠળ ભારતીયોને બહાર લાવવાનો નિર્ણય લીધો છે. એની સાથે જ યુક્રેનથી એરલિફ્ટ પણ કરી શકાય છે. ભારતે યુક્રેનમાં ફસાયેલા લોકોને માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team