શીર્ષાસન યોગના અભ્યાસ વિશે સ્વાસ્થ્ય નિષ્ણાંતો સ્વાસ્થ્ય માટે ખાસ ફાયદાકારક ગણે છે. માથાના ટેકે ઉભા રહીને કરવામાં આવતો આ યોગ અભ્યાસ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ હઠયોગ માં મુખ્ય આસનોમાનું એક છે, અને એને “આસનોનો રાજા” પણ કહેવામાં આવે છે.
જેનો શારીરીક પ્રભાવ આખા શરીર પર પડે છે. શીર્ષાસન યોગ માથું, ગળા નો ભાગ, ખભા, રક્તવાહિનીઓ મા રક્તનો સંચાર વધારે છે. એ ઉપરાંત શરીરના સંતુલનને જાળવી રાખવા માટે પણ આ યોગાભ્યાસને લાભદાયક માનવામાં આવે છે. આજે અમે આ લેખમાં શીર્ષાસન યોગ દ્વારા થતા ફાયદા વિશે તમને જણાવીશું.
શીર્ષાસન યોગનો અભ્યાસ કઈ રીતે કરવો
યોગ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે શીર્ષાસન યોગનો અભ્યાસ ખૂબ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. આ યોગનો અભ્યાસ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ખોટી રીતે કરવામાં આવે તો ગંભીર ઈજા પણ થઈ શકે છે.
શીર્ષાસનની યોગ કરવા માટે સૌથી પહેલા યોગા મેટ પર બેસવું અને આગળની તરફ નમવું. બંને હાથોની કોણીઓને જમીન પર ટેકવી દેવી હવે શરીરનું બૅલૅન્સ બનાવતા માથા ના ટેકે ઊંધું ઉભું થવા પ્રયત્ન કરવો. થોડી ક્ષણો સુધી આ અવસ્થામાં રહેવું ત્યાર પછી ફરીથી શરૂઆતની સ્થિતિમાં આવવું.
શીર્ષાસનના લાભ
- યોગ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે શીર્ષાસન નો યોગ્ય રીતે અને નિયમિત અભ્યાસ કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓમાં રાહત અપાવવામાં મદદ કરે છે.
- ગળું, ખભો, પેટ અને કરોડરજ્જુની માંસપેશીઓને મજબૂત કરે છે.
- માથાનો દુખાવો વિશેષરૂપે માઈગ્રેનમાં રાહત અપાવે છે.
- લીવર, પેટ, આંતરડા, પ્રજનન સંબંધિત સમસ્યાઓમાં મદદરૂપ થાય છે.
- ખોપડીમાં રક્ત સંચાર વધે છે જેનાથી વાળ ખરવાની અને સફેદ વાળ થવાની સમસ્યામાં મદદરૂપ થાય છે.
- પિચ્યુટરી ગ્રંથિ ના કાર્યમાં મદદ કરે છે જે બધા અન્તઃસ્ત્રાવી ગ્રંથિઓના કાર્યને વધારે છે.
- માથાના ભાગમાં રક્તસંચાર વધે છે જેનાથી મસ્તિષ્ક સ્વસ્થ રહે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ યોગાસનનો અભ્યાસ કોઈ અનુભવી અને વિશેષજ્ઞના માર્ગદર્શનમાં કરવો જોઈએ. કારણ કે એનો ખોટી રીતે અભ્યાસ કરવામાં આવે તો ગળા ના ભાગ માં અથવા માથામાં ઇજા થઇ શકે છે. અનેક અધ્યયનો માં શીર્ષાસન યોગને શારીરિક અને માનસિક બન્ને રીતે ખૂબ જ ફાયદાકારક બતાવવામાં આવ્યું છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team