તમને કિચન ટુલ્સ અને એક્સેસરીઝ માર્કેટમાં અલગ અલગ વેરાઈટી માં જોવા મળશે. આ વસ્તુઓની મદદથી તમે કિચનને એકદમ સ્ટાઇલ લૂક આપી શકો છો. આજે તમને કિચનને ડેકોરેટ કરવાના કેટલાક આઈડિયાઝ વિશે જણાવીએ જેની મદદથી તમે તમારા રસોડાને નવું અને સ્ટાઇલિશ બનાવી શકો છો.
રસોડું એવી જગ્યા છે જ્યાં તમે પરિવારના લોકો માટે રસોઈ બનાવો છો અને દિવસનો મોટાભાગનો સમય પસાર કરો છો. તેથી જરૂરી છે કે રસોડું પણ એવું હોય કે જ્યાં જતાની સાથે જ તમે રિલેક્સ થઈ જાવ અને તમને આનંદ પણ આવે. એટલા માટે જ જરૂરી છે કે રસોડાની સજાવટમાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. માર્કેટમાં એવા કિચન ટૂલ્સ અને એક્સેસરીઝ ઉપલબ્ધ છે જે તમારા રસોડાને ખાસ બનાવી દેશે.
ઇન્ડોર પ્લાન્ટ
ઈન્દોર પ્લાન્સ તમારા લિવિંગ રૂમ, બેડરૂમની સાથે રસોડામાં પણ રાખી શકાય છે. તે રસોડાની સુંદરતા વધારશે અને સાથે જ તાજગીની અનુભૂતિ પણ કરાવશે. તેનાથી તમારા રસોડાને નેચરલ લુક પણ મળશે.
ફોસેટ
તમે રસોડામાં નોર્મલ ટેપ ના બદલે ફોસેટ લગાવી શકો છો. તે જોવામાં એકદમ ક્લાસી અને સ્ટાઇલિશ લાગે છે. તમે તમારા રસોડાને કલર સ્કીમ અનુસાર અલગ અલગ ડિઝાઇન ના પોસેટની પસંદગી કરી શકો છો.
પુલ આઉટ ટ્રેસ
રસોડામાં રસોઈ બનાવતી વખતે શાકભાજી અને ફળની છાલ તેમજ અન્ય કચરા સતત નીકળતા રહે છે. એટલા માટે જ રસોડામાં ડસ્ટબીન હોવી પણ જરૂરી છે. પરંતુ રસોડામાં ખુલ્લામાં ડસ્ટબિન રાખવાના બદલે તમે પુલ આઉટ ટ્રેસ નો ઉપયોગ કરી શકો છો. તેનાથી કિચન સાથ રહેશે અને સ્ટાઇલિશ લુક પણ મળશે. આ પ્રકારની ડસ્ટબીન કિચનના કેબિનેટમાં ફિટ થઈ જાય છે. આ ટ્રેસને તમે સિંક ની પાસે રાખી શકો છો જેથી કચરો ફેંકવા માટે તમારે અન્ય ક્યાંય જવું ન પડે.
ડ્રોવર ઇન્ટર્નલ એક્સેસરીઝ
કિચન ને વ્યવસ્થિત રાખવા અને દરેક જગ્યાનો ઉપયોગ કરવા માટે તમે ડ્રોવર માટે ઇન્ટરનલ એક્સેસરીઝ અને સ્ટોરેજ ઓર્ગેનાઈઝિંગ ટૂલ નો ઉપયોગ કરી શકો છો. આવી વસ્તુઓ તમને ઓનલાઈન વેબસાઈટ પરથી પણ મળી જશે. તમે કન્ટેનર, રેકસ, બાસ્કેટ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને રસોડામાં રોજ વપરાતી વસ્તુઓને અલગ રીતે સેટ કરીને રાખી શકો છો.
હેન્ડલ અને નોબ
કિચન ના હેન્ડલ અને નોબ પણ રસોડાની સ્ટાઇલિશ લુક આપે છે. માર્કેટમાં અલગ અલગ કલરના હેન્ડલ અને નોબ ઉપલબ્ધ છે તમે તમારા રસોડાની કલર સ્કીમને અનુસાર કોઈ પણ વસ્તુને પસંદ કરી શકો છો. પુલ ગ્રીપ પ્રોફાઈલ, જી સેક્શન, જેવા અલગ અલગ હેન્ડલ ઉપલબ્ધ હોય છે.
અંડર કેબિનેટ લાઇટિંગ
રસોડામાં સીલીંગ લાઈટ ની સાથે કેબિનેટમાં લાઇટિંગ પણ જરૂરી છે. કેબિનેટની લાઇટિંગ તમારા રસોડાને સ્ટાઇલિશ અને સુંદર બનાવે છે. કિચનમાં કામ કરતી વખતે તમને કેબિનેટ લાઇટિંગથી પ્લેટફોર્મ ઉપર સારો એવો પ્રકાશ મળે છે. તમે નાની સ્પોટ લાઈટ નો ઉપયોગ પણ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team