શરીરને સ્વસ્થ રાખવા અને ફિટનેસ મેળવવા માટે સવારે જરૂરથી કરો આ 8 કામ

  • by

જે રીતે બીમારી નાની ઉંમરમાં જ તમને ઘેરાવા લાગે છે, તે જ રીતે આપણે ફિટનેસનો ધ્યાન ખૂબ જ સારી રીતે રાખવું જોઈએ અને તેની સાથે જ આજકાલ દરેક વ્યક્તિ ફીટ દેખાવાનું ખૂબ જ પસંદ કરે છે, અને તેની માટે તે ખાણીપીણી પણ છોડી દે છે, અને અમુક લોકો એવી રીતે પોતાનું વજન ઓછું કરવા લાગે છે.

પરંતુ તમે ખરેખર તમારું વજન ઓછું કરવા માંગો છો તો તમારા દિવસની શરૂઆત સારી રીતે કરવી પડશે, જો દિવસની શરૂઆત જ ખોટી રીતે થશે તો સંપૂર્ણ દિવસનો કાર્યક્રમ બગડી જાય છે. પરંતુ જો તમે સ્વસ્થ અને ફિટ રહેશો તો સ્વસ્થ અને સુંદર દેખાશો. તો આવો જાણીએ કેવી રીતે કરવી પોતાના દિવસની શરૂઆત.

ગરમ પાણી પીવો

હા, સવારે ઉઠતા જ સૌથી પહેલાં તમારે બે ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. તમે સાદુ પાણી પણ પી શકો છો અને ઈચ્છો તો તેમાં લીંબૂ અને મધ ઉમેરીને તેનું સેવન કરો. તેનાથી તમારા શરીરનો ઝેરી કચરો બહાર નીકળી જશે અને તમારા ચહેરા ઉપર નિખાર આવી જશે.

કસરત જરૂરથી કરો

સૌપ્રથમ તો કસરતની તમારા રૂટિનમાં જરૂરથી શામેલ કરો ઓછામાં ઓછી 30 થી 45 મિનિટની દરરોજ કસરત જરૂરથી કરો તેનાથી તમારા શરીરની વધારાની ચરબી દૂર થઈ જશે અને તમે પેટ બની રહેશો પરંતુ ખાલી પેટ કસરત કરવી જોઈએ નહીં તેનાથી તમને ચક્કર આવી શકે છે. કસરત કરતા પહેલા જ્યુસ અથવા સ્મુધીનું સેવન કરો.

તાપમાં બેસો

જો તમે ખરેખર દવા વગર રહેવા માંગો છો તો સવારે નવ વાગે સૂરજના તાપમાં જરૂરથી બેસો દસથી પંદર મિનિટ દરરોજ તમારે સૂરજનો તાપ લેવો જોઈએ તેનાથી શરીરને જરૂરી વિટામિન્સ મળે છે અને તણાવ ઓછો થાય છે. તથા તમે ડિપ્રેશનનો શિકાર બનતા નથી. વીટામીન-ડીની ઉણપ પણ પૂરી થાય છે.

નાસ્તો

લગભગ લોકો ઓફિસ મોડા પહોંચવાના ચક્કરમાં નાસ્તો કરતા નથી. પરંતુ આમ કરવાથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન તમે રાખતા નથી, નાસ્તામાં તમે ફ્રુટ,જ્યુસ, ઉપમા, પૌવા અથવા ફણગાવેલા કઠોળનું સેવન કરી શકો છો.

ચા અને કોફી

સ્વસ્થ અને ફિટ રહેવા માટે સવારના સમયે ખાલી પેટે જ અને કોફીનું સેવન કરવું જોઇએ નહીં, કારણ કે તેમાં કેફીનની માત્રા વધુ હોય છે. અને ખાલી પેટે ચા અથવા કોફી પીવાથી એસીડીટીની સમસ્યા ઊભી થઈ શકે છે. તેની જગ્યાએ તમે ગ્રીન ટીનું સેવન કરી શકો છો.

Image Source

સૂર્ય નમસ્કાર

સૂર્ય નમસ્કાર કરવાથી તમારા સંપૂર્ણ શરીરની કસરત થઇ જાય છે, અને એક્સપર્ટના જણાવ્યા અનુસાર તમારે સૂર્યનમસ્કાર દરરોજ કરવા જોઈએ ધીમે ધીમે કરીને તમે તેની સંખ્યા વધારી શકો છો.

મેડીટેશન

ઘણા બધા લોકો શરીરથી તો ફીટ હોય છે પરંતુ માનસિક રીતે સ્વસ્થ હોતા નથી. તેની માટે દરરોજ 15 મિનિટ મેડિટેશન કરવું જોઈએ. તેનાથી તમારું મગજ તણાવ રહિત અનુભવ કરે છે અને તમારું કામ ઉપર ફોકસ પણ વધી જાય છે.

Image Source

ચાલવું

આજના સમયમાં સારા સ્વાસ્થ્ય અને બીમારીથી દૂર રહેવા માટે વોકિંગ જરૂરથી કરવું જોઈએ દરરોજ સવારે 30 મિનિટ ચાલવું જોઈએ જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે અને તે હૃદય માટે પણ ખૂબ જ સારું છે. કોલેસ્ટ્રોલ ઓછું થાય છે તથા તમે તાજગીનો અનુભવ કરો છો

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *