આપણાં દેશમાં લોકો ચા પીવી ખૂબ પસંદ કરતાં હોય છે. માનવામાં આવે છે કે આખી દુનિયામાં પાણી પીવા પછી જો સૌથી વધુ કોઈ પીણું પીવાતું હોય તો એ છે ચા. આનું એક કારણ એ છે કે તેનાથી એનર્જી મળે છે અને આળસ ભાગે છે. ચા પીવાથી ભૂખ પણ ઓછી લાગતી હોય છે. ચા પીવાના ઘણા લાભ પણ જોવા મળે છે. ચા ઘણી અલગ અલગ પ્રકારની હોય છે. જેમાં ગ્રીન ટી, કેમોમાઈલ ટી, બ્લેક ટી વગેરે.
કેટલીક એવી ચા પણ છે જેમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે અને તે ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક અભ્યાસોમાં, એવું જોવામાં આવ્યું છે કે ગ્રીન ટીનું સેવન કેન્સરની રચનાને અટકાવે છે, હાઈ બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડે છે અને હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે. ચાલો જાણીએ કે હાઈ બ્લડ પ્રેશરમાં ચા પીવી જોઈએ કે કેમ?
શું છે હકીકત?
મેડિકલ ન્યૂઝ ટુડે પ્રમાણે ચામાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ કેટેચીન્સ તરીકે ઓળખાય છે, જે સ્મૂથ સ્નાયુ કોષોની પ્રોટીન ચેનલો ખોલે છે. જેના કારણે રક્ત વાહિનીઓ લાઇન અપ થાય છે. તે પોટેશિયમ આર્યનને પણ બદલે છે. આ રીતે, ચા હાયપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર જેવા હૃદય સંબંધિત ઘણી બીમારીઓને ઘટાડવામાં મદદરૂપ છે.
શું દૂધવાળી ચા પીવાથી પણ લાભ મળી શકે છે?
લગભગ દરેક ભારતીય લોકો દૂધ વાળી ચા પીવાનું પસંદ કરે છે, પરંતુ આ ચા પીવાથી, KCN Q5 ચેનલ સક્રિય થતી નથી. આ કારણે આ ચા અન્ય ચાની જેમ ફાયદાકારક નથી.
જો કે, આનો અર્થ એ નથી કે તમારે દૂધની ચા ટાળવી જોઈએ અને તમામ ફાયદા મેળવવા માટે ગ્રીન ટી અથવા અન્ય ચા પીવી જોઈએ. તમે તેને પીવાનું ચાલુ પણ રાખી શકો છો પરંતુ તેનું વધુ પડતું સેવન ન કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team