રેસ્ટોરન્ટ કે હોટેલ મા ભોજન કર્યા પછી લોકોને મોટાભાગે ત્યાંનો સ્વાદ જ યાદ રહે છે. પરંતુ દુનિયાના કેટલાક રેસ્ટોરન્ટ એવા પણ છે જ્યાનું ડરામણું વાતાવરણ ક્યારેય પણ લોકોના મગજમાંથી નથી નીકળતું. તેમાં કેટલાક રેસ્ટોરન્ટ ખૂબ ઊંચાઈ પર છે કે પછી તેને કબ્રસ્તાન જેવું ડીઝાઇન કરેલું છે. ઘણી જગ્યાએ કોફી ટેબલને પણ શબપેટીનો આકાર આપવામાં આવ્યો છે. ચાલો આજે તમને એવા જ કેટલાક રેસ્ટોરન્ટ વિશે જણાવીએ.
ડિનર ઈન ધ સ્કાય (બેલ્ઝિયમ)
160 ફૂટ ઉપર હવામાં લહેરાતા ટેબલ ખુરશી પર સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવા માટે આ ઉત્તમ રેસ્ટોરન્ટ છે. ડાઇનિંગ દરમિયાન અહી 22 લોકોને એક સાથે ખુરશીઓ પર સેફ્ટી બેલ્ટ સાથે બાંધીને 160 ફૂટ ઉપર લઇ જવામાં આવે છે, જ્યાંથી તમે ભોજન કરતા સમગ્ર શહેરનું દ્રશ્ય જોઈ શકો છો. ડાયનિંગ સીટ પર બેસાડતા પહેલા લોકોને એક વીમા પોલિસી ઉપર હસ્તાક્ષર પણ કરવા પડે છે. આ રેસ્ટોરન્ટની વિશ્વભરમાં ઘણી શાખાઓ છે.
ધ ન્યૂ લકી રેસ્ટોરન્ટ (અમદાવાદ)
‘ડાઈન વિથ ડેડ’ જેવું વાક્ય આ રેસ્ટોરન્ટ ઉપર એકદમ બંધબેસતું છે. અહીં ડઝનો પથ્થરોની શબપેટીઓ છે જે સ્ટીલની રેલિંગમાં ફીટ કરેલી છે. એવું કહેવામાં આવે છે કે આ શબપેટી 16મી સદીના એક સંતના અનુયાયીઓની હતી. અહીંનું પાલક પનીર તેના સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે.
ડેન્સ લી નોઈર (ન્યુયોર્ક)
અંધારામાં ભોજન કરવા કરતાં વધુ ભયાનક બીજુ શું હોઈ શકે. ન્યૂયોર્કની ડેન્સ લે નોઇર રેસ્ટોરન્ટમાં લાઇટવાળા ડિવાઇસ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ત્યાં સુધી કે તમે તમારા ફોનની લાઈટ પણ ચાલુ કરી શકતા નથી. તમારે અંધારામાં બેસીને જ ભોજનનો આનંદ માણવો પડશે. બીજી રસપ્રદ વાત એ છે કે તમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે જ બેસીને ભોજનનો સ્વાદ ચાખવો પડશે.
ફોર્ટેઝા મેડીસિયા (ઇટાલી)
વર્ષ 2007થી મહેમાનોની સેવામાં હાજર ફોર્ટેઝા મેડિસિયા એ ઇટાલીનું એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે. તે વાસ્તવમાં એક મહેલ છે જે 1474માં બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે તેનો ઉપયોગ કડક સુરક્ષાવાળી જેલ તરીકે થાય છે. અહીં જેલના કેદીઓ ભોજન બનાવે છે અને સુરક્ષા કારણોથી ભોજન પ્લાસ્ટિકના વાસણોમાં પીરસવામાં આવે છે. ખૂબ જ પ્રખ્યાત હોવાને કારણે આ રેસ્ટોરન્ટમાં બુકિંગ થોડા અઠવાડિયા પહેલા કરાવવું પડે છે. અહીં તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતા પિયાનોની ધૂનનો આનંદ માણી શકશો.
નાયોતાઈમોરી (ટોક્યો)
જાપાનની રાજધાની ટોક્યોમાં બનેલું આ રેસ્ટોરન્ટ લોકોમાં ઘણું ફેમસ છે. અહીં લોકો સામે ટેબલ પર ભોજનથી શણગારેલી મહિલાના આકારમાં બનેલી ડમીને મૂકવામાં આવે છે. ખાવા માટે છરી અને કાંટાને બદલે ઓપરેશન ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. શરીરના ભાગોને ખાદ્ય પદાર્થોની જેમ જ ડિઝાઇન કરવામાં આવે છે. આ જોવું પોતાનામાં ખૂબ જ ડરામણું છે.
મગ હાઉસ પબ ( ઇંગ્લેન્ડ)
ખડકાળ જમીન પર બનેલી આ સુંદર રેસ્ટોરન્ટમાં તમારે સ્મશાનઘાટ માથી પસાર થવું પડશે. ત્યારબાદ તમને બેકરૂમ, બાર અને ડાઇનિંગ એરિયા જેવી જગ્યાઓ જોવા મળશે. સૌથી ખાસ વાત એ છે કે અહીં જમતી વખતે તમને વચ્ચે કેટલાક ડરામણા અવાજો સંભળાશે. બીયર સેલરમાંથી કોઈના ટકોરાનો અવાજ પણ સંભળાશે.
ડીઝાસ્ટેર કેફે
આ રેસ્ટોરેન્ટમાં ભૂકંપના આંચકા પ્રવાસીઓને વધારે આકર્ષિત કરે છે. અહી રાતના સમયે 7.8 ની તીવ્રતા સાથે કૃત્રિમ ભૂકંપના આંચકાનો અનુભવ થાય છે. કેફેમાં હાજર સ્ટાફ હંમેશા સેફ્ટી કેપ અને વેસ્ટ પહેરીને જોવા મળે છે. ભોજન અને દારૂ ડ્રોન દ્વારા મોકલવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team