સપનામાં થાય ધોધમાર વરસાદ તો તમે છો ભાગ્યશાળી, જાણો સપનામાં પાણી જોવાનો શું થાય છે અર્થ

Image Source

સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં વરસાદ જોવો શુભ સંકેત માનવામાં આવ્યો છે. જો સપનામાં તમે ધોધમાર વરસાદ જુઓ છો તો તેનાથી તમારા જીવનમાં શું અસર થાય છે ચાલો જણાવીએ.

સપનામાં મુશળધાર વરસાદ થતો જોવા મળે તો સમજી લેજો કે તમારા જીવનમાં અતિ શુભ ઘટના બનવાની છે.

Image Source

સપનામાં પાણી વસ્તુ જોવાથી ભવિષ્યમાં સુખદ સમય જોવા મળે છે.

સપનામાં વરસાદ જોવા મળે તો સમજી લેવું કે તમારા દિવસો હવે સુખના શરૂ થવાના છે. કરિયરમાં સફળતા મળશે અને શુભ સમાચાર પ્રાપ્ત થશે. તેનો અર્થ એવો પણ થાય છે કે ઘરમાં ધનના દેવી લક્ષ્મીનું સ્થિર આગમન થશે.

Image Source

સપનામાં જો કુવાનું પાણી દેખાય તો અચાનક ધન પ્રાપ્તિ નો સંકેત હોય છે. આવું સપનું પણ શુભ માનવામાં આવે છે.

સપનામાં નદીનું પાણી જોવા મળે તો તે પણ શુભ છે. તેનો અર્થ થાય છે કે તમારા અધુરા સપના પૂર્ણ થશે અને ધનલાભ થશે. સપનામાં નદી દેખાય તો જીવનમાં આવેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.

જો તમે સપનામાં પોતાના ઘરમાં વરસાદ થતો જુઓ તો આ સ્વપ્નનું અશુભ છે. ઘરની અંદર વરસાદ થવો એ ઘરમાં કલેશ થવાનો અને પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થવાનો સંકેત ગણવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *