બધા જ ઘરમાં મહેંદી ને પવિત્ર માનવામાં આવે છે. આજ કારણથી દુલ્હનને મહેંદી લગાવવામાં આવે છે. લગ્ન પહેલા વરરાજા તથા વધુ હાથમાં મહેંદી સજાવવામાં આવે છે. મુસ્લિમ ધર્મ હોય કે હિંદુ ધર્મ બધા જ ધર્મમાં નવવધૂ અને વરરાજાના હાથમાં મહેંદી લગાવવામાં આવે છે. મુખ્ય ધાર્મિક તહેવારો પર પણ છોકરીઓ અને સ્ત્રીઓ મહેંદી લગાવે છે. હિન્દુ ધર્મમાં મહેંદી ને સોળ શણગાર નો ભાગ ગણવામાં આવે છે.
પરંતુ શું તમે જાણો છો કે, લગ્ન પહેલા વર્ષની વધુના હાથોમાં મહેંદી લગાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ છે. આજે અમે તમને એવા વૈજ્ઞાનિક કારણ વિશે જણાવીશું. વાસ્તવિક રીતે લગ્ન સમયે વર અને વધૂને ડર, ગભરાહટ હોય છે. માટે જ તેમના હાથ તથા પગમાં મહેંદી લગાવવામાં આવે છે, જેથી એનાથી એમને ઠંડક મળે છે.
જ્યારે હાથ પગમાં મહેંદી લગાવે છે. ત્યારે શરીરનું તાપમાન ઘટે છે. જેથી વર અને વધૂ નો ડર અને ગભરાહટ ઓછા થાય છે. આ જ કારણે વર અને વધૂ ના હાથ પગ પર મહેંદી લગાવાય છે.
મહેંદીને પ્રેમની નિશાની પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, જે વર – વધુ મહેંદીનો રંગ ઘાટો હોય, તેમની વચ્ચે પ્રેમ પણ એટલો જ ગાઢ હોય છે. જેટલા લાંબા સમય સુધી મહેંદીનો રંગ ચઢેલો રહે છે, દામ્પત્ય જીવન માટે એટલું જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. મહેંદી નવવધૂની સુંદરતામાં વધારો કરે છે. મહેંદીને ખુબ પવિત્ર માનવામાં આવે છે.
દરેક ધર્મમાં મહેંદીને પવિત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ ભારત, પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશમાં પણ કરવામાં આવે છે. મહેંદીને વાળમાં પણ લગાવવામાં આવે છે, પ્રાકૃતિક રંગ માટે પણ મહેંદીનો ઉપયોગ થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team