પ્રકૃતિ પ્રત્યે અનોખો પ્રેમ ધરાવતા 61 વર્ષીય સાધનાબેને પોતાના ઘરના આંગણે જ બનાવ્યો અનોખો બગીચો, નકામા ટાયર અને જૂની નકામી બોટલ નો ઉપયોગ કરીને તૈયાર કર્યો બગીચો.
61 વર્ષીય પ્રકૃતિપ્રેમી સાધનાબેન આનંદથી જણાવે છે કે, મારા ઘરમાં બગીચો છે જેને નકામી વસ્તુઓથી શણગાર્યો છે. બગીચામાં પ્લાસ્ટિકની નકામી બોટલો, જુના નકામા ટાયરો અને જુના કપડાનો ઉપયોગ કરીને 300 થી વધુ કુંડાઓ તૈયાર કર્યા છે. હું કોઈ પણ નકામી વસ્તુને ફેંકતી નથી. પરંતુ એનો ફરીથી ઉપયોગ કરવાનું વિચારું છું. એ વસ્તુઓનો ઉપયોગ કરીને હું કંઈક અલગ કરું છું. જે લોકોને અને મારા મિત્રોને જાણ થઈ કે હું આ રીતે બગીચામાં નકામી વસ્તુઓનો ઉપયોગ કરું છું. ત્યારથી તેઓ મને નકામી બોટલો આપી જાય છે.
હું બોલું ને શણગારૂ છું, એને કલર કરું છું. એના પર વિવિધ પ્રકારનાં ચિત્રો તૈયાર કરું છું. મારા બગીચા માટે હું છેલ્લા એક વર્ષથી આ કામ કરી રહી છું. આ અનોખા શબ્દો છે, અનોખો શોખ ધરાવતા સાધનાબેન ના જે થલતેજ ખાતે દેવર્ષિ બંગલોઝ માં રહે છે.
શારદાબેન વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી જાય છે. ત્યાર બાદ બે કલાક સુધી તેઓ પોતાના બગીચાની કાળજી અને માવજત કરે છે. નકામી બોટલો અને જુના નકામા ટાયરો નો ઉપયોગ કરીને સાધનાબેને પોતાના બગીચામાં 300થી વધુ કુંડા તૈયાર કર્યા છે. જેમાં એમણે વિવિધ પ્રકારના ફૂલ-છોડ ઉગાડયા છે. જેમ કે, જેમકે જાસુદ, ગુલાબ, ચાંદની. એમના બગીચામાં વિવિધ દેશોના અલગ-અલગ પ્રકારના 50 જાતના ફૂલ છોડ છે.
નકામી બોટલો, જુના કપડા ને ટાયરનો ઉપયોગ તો સાધનાબેન કરે જ છે પરંતુ સાથે જ રસોડામાં વધેલા કચરાને તેઓ ઓર્ગેનિક ખાતર બનાવવામાં વાપરે છે. સાધનાબેન પોતાના બગીચા માટે આગળ જણાવતા કહ્યું હતું કે, હું મારા બગીચાનો ખૂબ જ ધ્યાન અને કાળજી રાખું છું. દિવસભર આ રીતે પ્રાકૃતિક વાતાવરણ સાથે સમય પસાર કરવાથી મને ખૂબ જ આનંદ મળે છે. એમને આગળ જણાવ્યું હતું કે મારા ઘરના સ્વચ્છ અને સુંદર બગીચા ને કારણે મારા ઘરનું વાતાવરણ પણ હંમેશા પોઝિટિવ રહે છે.
બગીચામાં કાબર, ચકલી ને મોર જેવા વિવિધ પક્ષીઓ પણ આવે છે. સાથે જ સુગંધી ફૂલોની સેર કરવા પતંગિયાઓ પણ આવે છે. હું મારો સવારનો ચા-નાસ્તો મારા બગીચામાં બેસીને કરું છું. એટલું જ નહીં પરંતુ મારા દીકરાના મિત્રો પણ જ્યારે આવે છે ત્યારે, આ ગાર્ડનમાં જ બેસે છે. મારી બંને દિકરીઓ અમેરિકામાં સ્થાયી છે. મારી દીકરીઓ ને મળવા કે અન્ય જગ્યાએ બહાર જવું હોય તો પણ હું મારા બગીચાની ચિંતાના કારણે જતી નથી. કેમકે હું જાણું છું કે મારા બગીચાની કાળજી મારા જેટલી કોઈ રાખે જ નહીં. ઘણા છોડને પંદર દિવસે પાણી આપવાનું હોય છે તો ઘણા ને અઠવાડિયામાં એકવાર પાણી આપવાનું હોય છે. મારા બગીચાની કાળજી અને સંભાળ કોઈ રાખી શકે નહીં. એટલે જ હું બહાર જવાનું ટાડું છું. મને એ વાતનો પણ ખૂબ આનંદ છે કે મારા બગીચા ને જોઈને મારા અન્ય મિત્રોએ એમના ઘરમાં છોડવાઓ રાખવાનું શરૂ કર્યું છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team