રુસિ રાષ્ટ્રપતિ પુતિનની ના પરિવાર વિશે ખૂબ જ ઓછી જાણકારી સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે એમની બે દીકરીઓ છે. જેમણે ખોટી ઓળખાણ સાથે કોલેજમાં એડમિશન લીધું હતું. પુતિને લગ્નના આશરે 30 વર્ષ પછી ડિવોર્સ લીધા હતા.
રુસ ના રાષ્ટ્રપતિ પુતિન કાયમ કોઈક ને કોઈક કારણથી ચર્ચામાં રહે છે. ક્યારેક લક્ઝરી લાઇફ સ્ટાઇલના કારણે, ક્યારેક પોતાના અનોખા શોખના કારણે તો, ક્યારેક એમના મહેલની તસવીરો જાહેર થવાના કારણે પુતિન વિશે તો ઘણા બધા લોકો જાણે છે પરંતુ, એમના પરિવાર વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. કહેવામાં આવે છે કે પોતાના પરિવાર ની જાણકારી પુતિન છુપાવી ને રાખે છે.
થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ પુતિને કોરોના વેક્સિનેશન ના સમયે પોતાની દીકરીઓ ની બાબતમાં ચર્ચા કરી હતી. એમની દીકરીને પણ વેક્સિન આપવામાં આવી હતી. એ ઉપરાંત પુતિને ક્યારેય પણ પોતાની દીકરીઓ ની ઓળખ ઉજાગર કરી નથી. એમને ફક્ત એટલું જ કહેતા સાંભળવામાં આવ્યા છે કે, મારી બે દીકરીઓ છે. એમનો પરિવાર હંમેશા સ્પોટ લાઈટથી દૂર રહે છે. આજે અમે એમના પરિવાર વિશે તમને જણાવીશું.
પુતિનના પત્ની
પુતીના એમની પહેલી પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે. જેની જાણકારી પુતિને પોતે એક ટીવી ચેનલ પર આપી હતી. તેની પૂર્વ પત્ની નું નામ લ્યુડમિલા છે. Thweek પ્રમાણે લ્યુડમિલા લગ્ન પહેલા ફ્લાઇટ અટેંડેંટની જોબ કરતી હતી. જે એ સમયે ખૂબ સારી નોકરી ગણાતી હતી. 1980 ના દશક દર્શકની શરૂઆતમાં બન્નેની મુલાકાત એક થિયેટરમાં થઈ હતી. બંને એ એકબીજા ને એક કોમન ફ્રેન્ડ તરીકે આમંત્રિત કર્યા હતા. ત્યાર પછી બંને મિત્રો બન્યા હતા.
એક ન્યૂઝપેપરના અહેવાલ મુજબ 28 જુલાઈ 1983 ના દિવસે પુતિન અને એમની પૂર્વ પત્ની લ્યુડમિલા ની તસ્વીરો સામે આવી હતી. પુતિને પોતાના લગ્નના લગભગ ત્રીસ વર્ષ પછી એટલે કે 2013માં પોતાની પત્નીથી અલગ થવાની જાણકારી આપી હતી. જોકે અત્યારે પણ એ સ્પષ્ટ થયું નથી કે એમના લગ્ન કયા વર્ષે થયા હતા.
પુતિનની દીકરીઓ
Businessinsider ના પ્રમાણે રાષ્ટ્રપતિ પુતિન ને એમની પૂર્વ પત્ની લ્યુડમિલાથી બે દીકરીઓ છે જેમના નામ મારયા વોરોતસ્વા અને કતેરીના તીખોનોવા છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મારયાનો જન્મ 1985 માં લેનિનગ્રાદ માં થયો હતો. જ્યારે એના એક વર્ષ બાદ કતેરિના તીખોનોવા નો જન્મ 1986માં જર્મનીમાં થયો હતો. બંને દીકરીઓ ના નામ એમની દાદી ના નામ પરથી રાખવામાં આવ્યા છે. મારિયા નું નિક નામ માશા અને કતેરિના નું નિક નામ કાત્યા છે.
1996 માં પુતિન પોતાના પરિવારની સાથે મોસ્કોમાં ચાલ્યા ગયા હતા. ત્યાં જ એમણે પોતાની દીકરીઓ તીખોનોવા અને વોરોતસોવા ને જર્મન ભાષા ની સ્કુલમાં અભ્યાસ કરાવ્યો. જોકે કહેવામાં આવે છે કે, પુતિનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા પછી 1999માં એમની દીકરીઓ નામ સ્કૂલમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ એમણે ઘરેથી જ અભ્યાસ શરૂ કર્યો હતો.
Businessinsider ના પ્રમાણે પુતિન ની બંને દીકરીઓ એ નામ બદલીને ખોટી ઓળખ સાથે કોલેજમાં એડમિશન લીધું હતું. વોરોતસોવા એ પેહલાં જીવવિજ્ઞાન અને પછી મેડિસિન માં અભ્યાસ કર્યો. જ્યારે તીખોનોવા એ એશિયન સ્ટડી માં અભ્યાસ કર્યો.
કહેવામાં આવે છે કે વર્ષ થવા મોસ્કોમાં મેડિકલ રિસર્ચર છે અને એના લગ્ન જોરીટ ફાસેન ની સાથે થયા છે. એવું કહેવામાં આવે છે કે બંનેનું એક બાળક પણ છે. તીખોનોવા એ ફિજીકસ અને ગણિત માં માસ્ટર ડીગ્રી મેળવી છે. એની સાથે એ એક્રોબેટીક રોક એન રોલ ડાન્સર પણ છે. એ મોસ્કો ટેસ્ટ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ઇન્સ્ટિટયૂટ ની હેડ પણ છે. કહેવાય છે કે, તીખોનોવા એ 2013માં રુસી અરબપતિ કિરીલ શામલોવ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 5 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team