યુક્રેનમાં રશિયાની સરહદે આવેલા સુમી શહેર પર રશિયન સૈનિકોએ કબજો કર્યા પછી ઓછામાં ઓછા 400 ભારતીય વિદ્યાર્થીઓએ ભોંયરામાં આશરો લીધો છે. તેઓએ ભારત સરકારને યુક્રેનના પૂર્વીય ભાગમાંથી તેમને બહાર કાઢવાની અપીલ કરી છે. યુક્રેનમાં ફસાયેલા આ વિદ્યાર્થીઓમાં પંજાબ સહિત ભારતના અનેક રાજ્યોના વિદ્યાર્થીઓ શામેલ છે.
ભોંયરામાં કેદ આ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના સુમી સ્ટેટ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. રશિયન સરહદથી સરહદથી લગભગ 50 માઈલ દૂર આવેલા યુક્રેનના સુમી શહેર પર રશિયન સેના
એ કબજો કરી લીધો છે.
લલિત કુમાર નામના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે બહારથી ગોળીઓના અવાજ સંભળાતા હતા. અમને અમારી સુરક્ષાને લઈને ચિંતિત છીએ. ખબર નથી કે અહી અમે ક્યાં સુધી સુરક્ષિત રહી શકીશું.
વિદ્યાર્થીઓ બોલ્યા – ભારત સરકાર અમારી છેલ્લી આશા છે
વિદ્યાર્થીઓએ તે ભોયરા નો એક વીડિયો પણ શેર કર્યો, જ્યાં તેઓ છુપાયેલા છે. તેણે કહ્યું કે જાતે મુસાફરી કરવી શક્ય નથી. અહીં માર્શલ લૉ લાગુ છે, જેનો અર્થ છે કે કોઈ બહાર જઈ શકતું નથી. કાર, બસ અને ખાનગી વાહનો પસાર થઈ શકશે નહીં.
ATM અને સુપરમાર્કેટ બંધ છે. લાંબા સમય સુધી રહેવા માટે અમારી પાસે વધુ સામાન નથી.ભારત સરકાર અમારી છેલ્લી આશા છે. યુક્રેનના પૂર્વીય ભાગમાંથી બહાર કાઢવાની વિનંતી કરતાં તેમણે કહ્યું કે અમે અમારા દેશમાં પાછા ફરવા ઇચ્છીએ છીએ અને અમારા લોકોને મળવા માંગીએ છીએ. અમારી મદદ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team