આજે અમે તમને ફેવરિટ ફૂડ ચોખાને લાંબા સમય સુધી ફ્રેશ બનાવી રાખવા માટે અમુક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ. લગભગ લોકો ભોજન માં ચોખા ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. અને બાફેલા ચોખાને ઘણી બધી રીતે ઉપયોગમાં લઇ શકાય છે. તમે તેમાંથી ફ્રાઈડ રાઈસ અને પુડિંગ પણ બનાવી શકો છો અથવા તે ચોખા માંથી કોઈ પણ શાકભાજી સાથે તમે ડાયરેક્ટ ખાઈ પણ શકો છો.
હા, ચોખાને ભારતનું મુખ્ય ભોજન માનવામાં આવે છે અને તેને લગભગ દરેક ઘરમાં નિયમિત રૂપથી બનાવવામાં પણ આવે છે. તે ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જતી વાનગી છે અને તે બનાવવામાં ખૂબ જ આસાન હોય છે. જો યોગ્ય રીતે આપણે ચોખાને સ્ટોર કરીએ નહીં તો તે અમુક સમય પછી ખરાબ થઈ જાય છે. ચોખામાં જાળા પણ વિકસિત થઈ શકે છે અને તેમાં કીટાણુ પણ આવી શકે છે.
સફેદ ચોખા માં હજુ પણ બ્રાઉન રાઈસની તુલનામાં વધુ લાંબી સેલ્ફ લાઈટ જોવા મળે છે. એવું એટલા માટે કારણ કે બ્રાઉન ચોખામાં તેલની માત્રા વધુ જોવા મળે છે. જેનાથી તેની સેલ્ફ લાઈફ ઓછી થઈ જાય છે પરંતુ સફેદ ચોખા આસાનીથી ત્રણ-ચાર વર્ષ સુધી ચાલી શકે છે બ્રાઉન ચોખા પેન્ટ્રીમાં આઠ મહિનાથી વધુ અને ફ્રિજમાં વધારેમાં વધારે એક વર્ષ સુધી જ રહેશે. તેના પછી તે ચોખા ખરાબ થઈ જાય છે ચોખાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે અમુક આસાન રીત જાણવા માટે આ આર્ટિકલ જરૂરથી વાંચો અને તેની સાથે જ બાફેલા ચોખા ને ફ્રેશ રાખવા માટેની ટિપ્સ પણ જાણો.
ચોખાને ફ્રેશ રાખવાની રીત
Image Source
એર ટાઈટ કન્ટેનર
ચોખાને ખરાબ થતા બચાવવા માટે સૌથી આસાન રીત છે કે તેને કોઈ એરટાઇટ ડબામાં ભરીને મુકવા જોઈએ. કાચના કન્ટેનરમાં અથવા તો સારી ક્વોલિટી વાળા પ્લાસ્ટિકનો વિકલ્પ પસંદ કરો. તે કોઈપણ રીતે અંદર આવતા ભેજને રોકશે અને ચોખાને નવા જેવા અને સારા બનાવીને રાખશે.
ફ્રીઝમાં મૂકો
ચોખાને સ્ટોર કરવાનો સૌથી સારો ઉપાય છે કે તેને ફ્રિજમાં મૂકવાના છે. તેને માટે ચોખાને ફ્રીઝર ના સુરક્ષિત કન્ટેનરમાં મૂકો અને તેને ફ્રીજ કરો. જ્યારે તમારે ચોખા ની જરૂર પડે ત્યારે તેની માટે થોડી માત્રામાં ચોખા લઇ શકો છો. અને બીજા ચોખાને લાંબા સમય સુધી કીટાણું રહિત રાખી શકો છો.
લીમડાના પાન અને સુકા મરચા
એક વધુ સારો ઉપાય છે કે ચોખાને કીડાથી દૂર કરવા અને તેમાં જાળા વિકસિત થતા રોકવા હોય તો તે કન્ટેનરમાં લીમડાના પાન અને સૂકા મરચાં નાખો. તેની માટે ચોખાના જારમાં મુઠ્ઠી ભરીને લીમડાના પાન અને ૪થી ૫ સૂકા લાલ મરચાં નાખો. આ રીતનો ઉપયોગ ઘણી બધી મહિલાઓ કરે છે અને ચોખાને સુરક્ષિત રાખવા માટે તે એક સારી ટેકનીક છે.
બાફેલા ચોખા ને ફ્રેશ રાખવા માટેની ટિપ્સ
જો તમે એક અથવા બે દિવસની વચ્ચે વધેલા ચોખા ને ખાવા નું પ્લાનિંગ બનાવી રહ્યા છો તો તેને ફ્રિજમાં સ્ટોર કરો.
જલ્દી ઠંડા કરો
બાફેલા ચોખા ખૂબ જ નરમ હોય કે જે બેક્ટેરિયા ના વિકાસ માટે પ્રજનન સ્થળ બની શકે છે.જો તેને રૂમના તાપમાન ઉપર બે કલાકથી વધુ સમય સુધી રહેવા દેવામાં આવે ત્યારે તેને સુરક્ષિત રૂપથી હલાવો અને વધેલા ચોખાને જલ્દીથી ઠંડા કરો. સીટ ઉપર ફેલાવીને ફ્રીજમાં મૂકો.
એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો
ઠંડા અને બાફેલા ચોખાને એક એરટાઈટ કન્ટેનરમાં અથવા તો જીપબેગ પ્લાસ્ટિક બેગમાં મુકો (તેમાં જેટલી હવા હોય એટલે બની શકે તેટલી બહાર કાઢો)અને ત્યારબાદ તેને ફ્રિજમાં સ્ટોર કરો.
થોડા પાણી સાથે ગરમ કરો
ચોખાને ફરીથી ગરમ કરતી વખતે ઉપરથી એક ચમચી પાણી છાંટો જેથી તે સુકાયેલા ચોખાને ઢીલા અને નરમ કરવામાં મદદ મળી શકે. મીડીયમ પાવર ઉપર માઈક્રોવેવમાં ગરમ કરો ચોખાના ગરમ થવા સુધી દર 30 સેકન્ડમાં તેને હલાવો અથવા ચોખાને ગેસ ઉપર મીડીયમ ઉપર એક વાસણમાં ગરમ કરો ચોખા અને વારંવાર હલાવતા રહો પરંતુ ધ્યાન રાખો કે તેને સ્મેશ ન કરો.
તમે આ ટિપ્સની મદદથી ચોખાને સ્ટોર કરીને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.