આ સામાન્ય ઉપાયથી તમારા વાળ જીવનમાં ક્યારેય પણ ખરશે નહીં, આજથી જ અપનાવજો

Image Source

વાળ ખરવા પાછળ ઘણા બધા કારણ હોય શકે છે. તેમાં ખાવા પીવામાં કરવામાં આવતી ભૂલો, ખરાબ લાઈફ સ્ટાઈલ, પોષક તત્વોની કમી, હોર્મોન, સ્કીન સંબંધિત બીમારી વગેરે જેવી વસ્તુઓ શામેલ છે. આ સિવાય વાળ પર કેમિકલ યુક્ત વસ્તુઓનો વપરાશ કરવાથી પણ તે હાનિકારક સાબિત થાય છે. ઘણા લોકો વાળને સ્ટ્રેટ કરાવતા હોય છે અને તેની પર રંગ પણ લગાવતા હોય છે. આ વસ્તુઓ વાળના સ્વાસ્થ્યને ખરાબ કરે છે. તમારા વાળ ખરવા પાછળ આમાંથી કોઈપણ કારણ હોય શકે છે. જો તમે પણ વાળ ખરવાથી બચવા માંગો છો તો તમને આજે અમે જણાવી રહ્યા છે એકદમ અસરકારક ઉપાય.

Image Source

તમને જણાવી દઈએ કે બજારમાં એવી ઘણી દવાઓ અથવા તેલ ઉપલબ્ધ છે જે વાળ ખરતા રોકવાનો દાવો કરે છે. આમાંના કેટલાક ઉત્પાદનો પણ કામ કરે છે. પરંતુ તેમની સાથે સમસ્યા એ છે કે જ્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં આવશે, ત્યાં સુધી તમારા વાળ ખરવાનું પણ બંધ થઈ જશે. જો તમે તેનો ઉપયોગ કરવાનું બંધ કરો છો, તો વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે તેમના ઉત્પાદનનો જીવનભર ઉપયોગ કરવો પડશે, જે તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને વાળ ખરતા જીવનભર રોકવાનો કાયમી ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ. આ ટ્રીટમેન્ટની ખાસ વાત એ છે કે તમે કોઈ પણ પૈસા ખર્ચ્યા વગર તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. આ વસ્તુની કોઈ આડઅસર પણ નથી. તો ચાલો જાણીએ તેને કેવી રીતે તૈયાર કરવું.

Image Source

આ નુસખાને તૈયાર કરવા માટે તમારે ફક્ત બે વસ્તુઓની જરૂરત પડશે. એક છે ડુંગળી અને બીજું છે લીંબુ. આ બંને વસ્તુઓ ખાવાના ટેસ્ટને અનેકગણો બદલી દેતી હોય છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે આના ઉપયોગથી વાળ ખરવાની સમસ્યાથી પણ બચી શકાય છે. આના માટે તમારે એક ડુંગળીને ક્રશ કરી પેસ્ટ બનાવવાની રહેશે. તમે ઈચ્છો તો પેસ્ટની જગ્યાએ ડુંગળીનો રસ પણ વાપરી શકો છો.

Image Source

હવે એક બાઉલમાં એક ચમચી ડુંગળીની પેસ્ટ અથવા રસ લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરો અને તમારા વાળના મૂળમાં માલિશ કરી લગાવો. તેને અડધા કલાક સુધી વાળમાં રાખ્યા પછી, તમારા વાળને એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર આ ઉપાય કરી શકો છો. આ ઉપાયથી તમને 15 દિવસમાં ફરક દેખાવા લાગશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *