ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું ઝુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બનાવવાની દિશામાં કાર્યરત છે. જે હવે પૂરજોશમાં ચાલશે જોકે કોવિડ 19 ના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિ હવે પ્રોજેક્ટ તેની ટાઈમ લાઇન માં દોઢ એક વર્ષ મોડો ચાલી રહ્યો છે. જોકે હવે પરિસ્થિતિ થાળે પડતા પ્રોજેક્ટ આગામી દોઢ વર્ષ એટલે કે, 2023 ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. સિંગાપોરની તર્જ પર ગુજરાતના જામનગરમાં વિશાળ એવું આ આ ઝુ સિંગાપોર પછી કોઇ ખાનગી કંપનીઓ વિકસાવેલું એશિયાનું બીજું ઝુ હશે.
ગુજરાતના જામનગર થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દુનિયાનું સૌથી મોટુ ઝુ બનાવવા તરફ કાર્યરત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની પરવાનગી મળ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 280 થી 300 એકરમાં દુનિયાનું સૌથી મોટું ઝુ બનાવી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારી ના કારણે આ યોજના શરૂ કરવામાં મોડું થયું છે. આ ઝુ ને ગ્રીન્સ ઝુલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ તરીકે ઓળખવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંગે RIL ના ડાયરેક્ટર, કોર્પોરેટ, અફેર્સ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ દ્વારા તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે wildlife સંવર્ધનની ભાવનાને હેઠળ આ આખો પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. સિંગાપોરની જેમ આ બીજું પ્રાઇવેટ ઝુ બનાવવાના પ્રોજેક્ટ પર અમે કામ શરૂ કર્યું છે. આ દુનિયાનું સૌથી મોટું ઝુ હશે. ભારત નું આ ઝુ સિંગાપોરમાં બનેલા ઝુ થી પણ વધુ મોટું હશે. જે આશરે 280 એકરમાં બનશે.
કોઇની સ્થિતિને પગલે એની કામગીરી અટકી ગઈ હતી જોકે હવે પ્રોજેક્ટ પૂરો થતા વર્ષનો સમયગાળો થશે. ગ્રીન રેસ્ક્યુ અને રિહેબીલીટેશન કિંગડમ હશે. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ મંજૂરીઓ, દેખરેખ અને નિયમોનું પાલન કરે છે ફોરેસ્ટ વિભાગ હેઠળ તમામ કામગીરી થશે.
જામનગરમાં રિલાયન્સ જે વિશ્વનું મોટું ઝુ બનાવવા જઈ રહ્યું છે, તે આખો પ્રોજેક્ટ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી નો નાનો પુત્ર અનંત અંબાણી સંભાળશે. જે અગાઉ રિલાયન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું.. સિંગાપોરનું ઝુ વર્ષ 1973 માં બન્યું હતું. ઝુ ને તેની બનાવટ, વિવિધ પ્રાણી પક્ષી ની પ્રજાતિ ની હાજરી, નાઇટ સફારી, તેની સાચવણી, રિવર સફારી ના કારણે વિશ્વભરમાં જાણીતું છે. આ ઝુ માં વિશ્વભરના પશુ અને પક્ષીઓને રાખવામાં આવ્યા છે ઉપરાંત તેમની સુરક્ષા પાછળ પણ યોગ્ય પ્રમાણમાં ખર્ચ કરાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team