બ્રેકફાસ્ટમાં સ્વાદિષ્ટ મશરૂમ મોમોઝની મજા માણો, આ રીતે કરો તેને તૈયાર


છેલ્લા કેટલાય સમયથી આપણે અહીં મોમોઝ ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે, પેટ માટે હલકી અને હેલ્ધી ડિશ હોવાના કારણે બ્રેકફાસ્ટના રૂપે મોમોઝ નો ઉપયોગ કરી શકાય છે, અને તેને વેજ અને નોનવેજ બંને રીતે બનાવી શકાય છે, અને તેની ઘણી બધી વેરાઇટી પણ હોય છે. આજે તમને મશરૂમ મોમોઝ બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.

મોમોઝ ભલે ઇન્ડિયન ફૂડ ડીશ નથી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી સંપૂર્ણ દેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અને ઘણી બધી વેરાઇટી હોવાના કારણે લોકો તેને ખૂબ જ પસંદ કરે છે, અને વેજ તથા નોન-વેજ બંને પ્રકારના મોમોઝ તૈયાર કરી શકાય છે. ચિકન મોમોઝ થી લઈને સેઝવાન અને પનીર મોમોઝ ખુબજ પસંદ કરવમાં આવે છે. તેમાંથી જ એક છે મશરૂમ મોમોઝ જે લોકોને ખૂબ જ પસંદ આવે છે, તમે પણ જો મશરૂમ થી બનેલ ડીશ ખાવાના શોખિન છો તો બ્રેકફાસ્ટમાં મશરૂમ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે, અને તે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. તમે આ ફૂડ ડીશ ને ઘરે બનાવવા માંગો છો તો અમે અહીં જણાવેલ રેસિપી અને ટ્રાય કરી શકો છો.


મશરૂમ મોમોઝ માટેની સામગ્રી
મેંદો – 1 કપ | મશરૂમ્સ – 6 | ડુંગળી – 2 | આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી | લીલા મરચા – 3 | કાળા મરી પાવડર – 1/2 ચમચી | ગરમ મસાલો – 1/2 ચમચી | મીઠું – સ્વાદ મુજબ | તેલ

મશરૂમ મોમોઝ બનાવવાની રીત
મશરૂમમાં મોમોઝ બનાવવા માટે સૌપ્રથમ એક મોટા બાઉલમાં મેંદો નાંખો, અને તેમાં એક ચમચી તેલ અને મીઠું નાખીને લોટ બાંધો. ત્યારબાદ ડુંગળી અને લીલા મરચાને કાપો, હવે એક પેન લો અને તેમાં તેલ નાખીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં કાપેલી ડુંગળી અને લીલા મરચાં નાખીને ફ્રાય કરો. આ દરમિયાન તેમાં મશરૂમ પણ નાખો. ત્યારબાદ કાળા મરી પાવડર, આદુ-લસણની પેસ્ટ અને ગરમ મસાલો પણ આ મિશ્રણમાં નાખીને ફ્રાય કરો, લગભગ 2 થી 3 મિનિટ સુધી તેને સારી રીતે હલાવો, તેનાથી મશરૂમ અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને નરમ પણ થઈ જાય.

હવે મેંદાનો બાંધેલો લોટને લો, અને તેના નાના ગોળા બનાવીને પાતળી અને પારદર્શી દેખાતી નાની નાની રોટલી વણો, ત્યારબાદ તેમાં તૈયાર કરેલ મિશ્રણને ભરો અને ચારે તરફથી તેને ઉઠાવીને ઉપરની તરફ ભેગી કરીને બંધ કરો, આ રીતે ફીલિંગના હિસાબથી ગુલ્લાં તૈયાર કરો અને ગોળાકાર મોમોઝ બનાવો.


હવે મોમોઝ બનાવવાનું પોટ લો, અને તેમાં પાણી ભરીને મોમોઝને વરાળથી બાફવા માટે મૂકો, લગભગ 15 મિનિટમાં મોમોઝ સારી રીતે સ્ટીમ થઈ જશે. બ્રેકફાસ્ટ માટે સ્વાદિષ્ટ મશરૂમ મોમોઝ બનીને તૈયાર થઈ ગયા છે. તેને લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *