ભરેલા બટાટા પકવીને આ બટાટાની વાનગી બનાવવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આ બટાટામાં કોઈ પણ સ્ટફિંગ ભરી શકો છો, એ પછી , પનીર હોય કે મિક્સ શાકભાજી પરંતુ તેમાં મસાલાના મિશ્રણથી એક નવો સ્વાદ આવે છે. તો પછી આવો બનાવીએ સ્વાદીષ્ટ ભરેલા બટાટાની ખાવામાં ચટાકેદાર અને બનાવવામાં બહુ સરળ એવી વાનગી.
બાફેલા બટેટાની સામગ્રી
બાફેલા બટાટા =3 ટુકડા | મકાઈનો લોટ =1/3કપ | મિક્સ લોટ =1/3 કપ | સમારેલા ટામેટા =1/3કપ | પનીર=1/2કપ | લસણ =1 સ્પૂન | મીઠું =સ્વાદ મુજબ | મરી =સ્વાદ મુજબ
રીત
ભરેલા બટાટા ઘરે બનાવવા માટે સૈા પ્રથમ બાફેલા બટાટાને બે અડધા ભાગ કરી લો. પછી તેને ભરવા માટે વચ્ચેથી ચમચીની મદદથી ગોળ કાઢી લો. હવે બાકી વધેલા બટાટાને યોગ્ય રીતે મેશ કરી લો.
હવે, મેશ કરેલા બટાટામાં ઝીણું સમારેલું લસણ, મસાલા, કોર્નફ્લોર , સમારેલા ટામેટા, મીઠું,અને મરી પાવડર અને ઉપરથી તેમાં કાપેલું પનીર નાખો. હવે, આ સ્ટફિંગને બટાટામાં ભરી લો. એક ટ્રેમાં સિલ્વર પેપર પાથરીને ભરેલા બટાટા મૂકી દો. આ બટાટાને છીણેલા પનીર અને મસાલા થી ગાર્નીશિંગ કરીને બેક કરી લો. બેક કર્યા પછી ભરેલા બટાટાને ગરમ ગરમ પીરસો અને ખાવાની મજા લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team