રાનું મંડલ ફરી હાજર છે પોતાના ડાન્સના ટેલેન્ટ સાથે, જુઓ કયા ગીત પર કર્યો ડાન્સ.

Image Source

રાનું મંડલ તમને નામ તો યાદ જ હશે. એક ગીતથી રાતોરાત રાનુંની કિસ્મત ચમકી ગઈ હતી. રેલવે સ્ટેશન પર બેસી પોતાનું ગુજરાન ચલાવનાર રાનુંનો એક વિડીયો ખૂબ વાઇરલ થયો હતો જેમાં તે મહાન અને દિગ્ગજ સિંગર લતા મંગેશકરનું એક ગીત ગાઈ રહી હતી. પછી સ્ટેશન પર કોઈએ તેનો વિડીયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો.

પોતાના અવાજથી તેણે ઘણા લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા એટલે સુધી કે તેના અવાજથી પ્રભાવિત થઈને ફેમસ સિંગર અને સંગીતકાર હિમેશ રેશમિયાએ તેની સાથે ગીત ગાવાનું પણ ઓફર કરી દીધું. પછી હિમેશ અને રાનુંએ એકસાથે ‘તેરી મેરી કહાની’ ગીત ગાયું હતું. આ ગીતમાં રાનુંના અવાજને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જો કે તેની માટે તો આ નવું નવું નવ દાડા જેવુ થયું હતું. થોડા દિવસ પછી રાનું કયા ગાયબ થઈ ગઈ ખબર જ ના રહી. લોકો તેને ભૂલી ગયા એટલું જ નહીં સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક થવા લાગી.

તમને જણાવી દઈએ કે રાનું મંડલ ફક્ત ગીત જ ગાય છે એવું નથી તે ડાન્સ પણ કરે છે. હમણાં સોશિયલ મીડિયા ર તેમનો એક વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે અભિનેત્રી ટ્વિંકલ ખન્નાના ગીત પર ડાન્સ કરી રહી છે. આની પહેલા પણ તેમના ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. હમણાં જે વિડીઓ વાઇરલ થઈ રહ્યો છે તે મેલા ફિલ્મનું ‘બાબુ જરા બચકે રે’ એ છે. આ ગીતમાં તેમની સાથે એક યુવક પણ ડાન્સ કરી રહ્યો છે.

ગીત પર રાનુ પોતાની કમર મટકાવી રહી છે. જો કે તેનો ડાન્સ જોઈને લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. કમર પર દુપટ્ટા સાથે બ્લુ ગાઉનમાં ડાન્સ કરી રહેલી રાનુ બધાને હસાવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આના પર ખૂબ જ ફની કોમેન્ટ કરી રહ્યા છે.

Image Source

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે, ‘રુપા’. વીડિયોમાં દેખાતા છોકરાને પૂછતા એક યુઝરે લખ્યું છે કે, ‘દોસ્ત, શું તમે તેના ઘરે રહો છો, શું તમને નવીનતમ અપડેટ્સ મળતી રહે છે’. એક યુઝરે લખ્યું છે કે, ‘આ કેવો ડાન્સ છે’. આ સિવાય અન્ય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે રાનુ મંડલનો ડાન્સ જોઈને હસતા ઈમોજી કમેન્ટ કરી છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *