ભારત પરંપરાઓનો દેશ છે. અને આપણે ત્યાં ઘણી બધી ખાસ વાતો છે જેનો અર્થ અને તેના શરૂઆતના કારણો વિશે આપણને સંપૂર્ણ જાણકારી હોતી નથી. તમે જોયું હશે કે આપણે જ્યારે પણ નદીની પાસે જઈએ છીએ ત્યારે ઘણા લોકો તેમાં સિક્કા નાખતાં જ હશો પરંતુ તેનું કારણ લોકો જાણતા નથી. એવામાં આવો અમે તમને જણાવીએ કે નદીમાં સિક્કો નાખવાના પૌરાણિક કારણ વિશે. ખરેખર તો ઘણા લોકોને એવું લાગે છે કે આમ કરવાથી શુભ થાય છે.
નદીમા સિક્કો નાખવાનું આ છે ખાસ કારણ
આ રિવાજની પાછળ એક કારણ છુપાયેલું છે. ખરેખર જે સમયે નદીમાં સિક્કો નાખવાની આ પ્રથા શરુ થઇ હતી તે સમયે તાંબાના સિક્કાનું ચલણ હતું. તાંબાનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે થાય છે અને તે સિક્કો પાણીને ચોખ્ખું કરવા કામ લાગતો હતો. તેથી લોકો જ્યારે પણ નદી અથવા કોઇ તળાવની આસપાસથી પસાર થતા હતા ત્યારે તેમાં તાંબાનો સિક્કો નાખતા હતા.
જ્યોતિષમાં કહેવામાં આવી છે આ વાત
જ્યોતિષમાં પણ કહેવામાં આવ્યું છે કે લોકોને જો કોઈ પણ પ્રકારનો દોષ દૂર કરવાનો હોય તો તેની માટે તેમને પાણીમાં સિક્કા અને અમુક પૂજાની સામગ્રી ને પ્રવાહિત કરવી જોઈએ. તેની સાથે જ જ્યોતિષમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો વહેતા પાણીમાં ચાંદીનો સિક્કો નાખવામાં આવે તો તેનાથી દોષ સમાપ્ત થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team