બટાકા ગોલગપ્પે ચાટ રજાઓ માટે સૌથી ખાસ રેસિપી છે. આ બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. આવો જાણીયે તેની આસાન રેસિપી….
સામગ્રી :
- પકોડી – જરૂરપ્રમાણે
- બાફેલા બટાકા 2
- ચાટ મસાલા પાઉડર 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- બારીક કાપેલી ડુંગળી 2
દહીં માટે સામગ્રી :
- દહીં 1/2 કપ
- કાળું મીઠુ સ્વાદપ્રમાણે
- ખાંડ 1 ચમચી
ગાર્નિશિંગ માટે :
- લાલ મરચાં પાઉડર
- ચાટ મસાલો
- લીલી ચટણી 1/2 કપ
- મીઠી ચટણી 1/2 કપ
- સેવ 1 કપ
બનાવવાની પધ્ધતિ :
એક બાઉલમાં બટાકાની છાલ નીકાળી મેશ કરો. તેમાં ચાટ મસાલો અને લીંબુનો રસ મિલાવી સરખી રીતે મેળવો. એક બીજા બાઉલમાં દહીં, કાળું મીઠુ અને ખાંડ નાખી સરખી રીતે મેળવી લો. સર્વિંગ પ્લેટમાં પાણી પુરી મુકો અને એક એક કરી બધી પાણીપુરીના વચ્ચે કાણા પાડો. એમાં થોડું થોડું બટાકાનું મિશ્રણ નાખો. ઉપરથી ડુંગળી, દહીં, બંને ચટણી, સેવ, ચાટ મસાલો, લાલ મરચાનો પાઉડર અને કોથમીર નાંખો. હવે તેને ગરમ ગરમ પીરસો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.