યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેટલાક બાળકો પણ ભોગ બન્યા છે. એક માસૂમ નું મૃત્યુ તો તેના જન્મ દિવસના ત્રણ મહિના અગાઉ થયું.
રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાટી નીકળેલા યુધ્ધમાં બંને દેશોના સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. યુક્રેનમાં તો કેટલાય માસુમ લોકોના મૃત્યુ થયા છે. આ આંકડો દિવસેને દિવસે વધતો જાય છે. બીબીસીના એક રિપોર્ટ મુજબ, આ અકસ્માતમાં સાત વર્ષની છોકરી ની સ્કૂલ પર હુમલો થયો હતો. જેમાં આ માસૂમ બાળકી સહિત 6 લોકોના મૃત્યુ થયા હતા. આ દુઃખદ ઘટના શુક્રવારે થઈ હતી.
આ બાળકીનું નામ એલિસા હેન્સ છે. 3 મહિના પછી, એલિસા તેનો આઠમો જન્મદિવસ ઉજવવાની હતી. જોકે, બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી,જ્યાં તેનું શનિવારે મૃત્યુ થયું હતું.
આ વાતની પુષ્ટિ Prosecutor General Irina Venediktova એ કરી. છોકરીની આ સ્કૂલ યુક્રેનની ઉત્તર-પૂર્વ સરહદે આવેલા ઓખટ્રીકા શહેરમાં હતી. Irina Venediktovaએ એલિસા હેન્સના મૃત્યુ બાદ એક પેઈન્ટિંગ પણ શેર કરી છે. જેમાં આ પેઇન્ટિંગમાં લખ્યું છે કે, ‘અમે શાંતિ ઈચ્છીએ છીએ’.
ઘણા બાળકોનો જીવ ગયો છે – બીબીસી ના રીપોર્ટ મુજબ, એક બીજા અકસ્માતમાં પોલીના નામની વિદ્યાર્થીનીનું પણ મૃત્યુ થયું છે, જે યુ માં રહેલી પ્રાથમિક સ્કૂલની છેલ્લા વર્ષની વિદ્યાર્થીની હતી. પોલીનાના માતા-પિતાને પણ રશિયન સૈનિકોએ મારી નાખ્યાં હતાં. જ્યારે પોલિનાનું મૃત્યુ થયું ત્યારે તે તેના માતા-પિતા સાથે કારમાં જઈ રહી હતી. જ્યારે પોલિનાના ભાઈ અને બહેનને હોસ્પિટલ લઈ જવાયા હતા.
પોલિનાની બહેન આઈસીયુમાં દાખલ છે, ત્યારે તેના ભાઈને બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે જ સમયે, એક બીજા છોકરાનું મૃત્યુ ચુહિવમાં ત્યારે થયું જ્યારે ફ્લેટનો એક ભાગ તૂટીને તેના પર પડ્યો. ચુહિવ એ ખારીકવની બહાર આવેલું એક નાનું શહેર છે. તેમજ યુક્રેનના હ્યુમન રાઇટ્સ કમિશનરના જણાવ્યા અનુસાર, રવિવાર સુધીમાં 210 નાગરિકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જેમાં ઘણા બાળકો પણ સામેલ છે.
શું છે વર્તમાન સ્થિતિ – આ દરમિયાન યુક્રેનની રાજધાની કિવમાં એયર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. યુક્રેને આ દરમિયાન દાવો કર્યો છે કે તેણે રશિયાના 4500 સૈનિકોને માર્યા છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team