ઠંડી ઠંડી હવા સાથે ડિસેમ્બરનો મહિનો શરૂ થાય છે અને આ એ મહિનો જ્યારે આપણે ઠંડી હવાઓની સાથે બીજા ઘણા બધા રંગ જોવા મળે છે, તેની સાથે જ આ મહિનાઓમાં ઘણી બધી જગ્યા ઉપર ખૂબ જ ઠંડી હોય છે તેથી લોકો આ મહિનામાં ફરવા જવાનો પ્લાન કરે છે કારણ કે આ મહિનામાં કરવાની એક અલગ જ મજા હોય છે. જો તમે ડિસેમ્બર મહિનાની રજાઓમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો આજે અમે આ આર્ટિકલમાં ભારતના પ્રમુખ ખાસ અને અદભૂત જગ્યા વિશે જણાવીશું જ્યા તમે ડિસેમ્બરની ટ્રીપ પ્લાન કરી શકો છો. દેશના અલગ અલગ વિભાગમાં તમને અલગ-અલગ સુંદરતા અને સંસ્કૃતિ જોવા મળશે. ત્યાં સુંદર બગીચા જોવા મળશે અને અમુક જગ્યાએ સ્પોર્ટ્સ એક્ટિવિટી નો આનંદ મળશે.
કચ્છ
કચ્છ એક ઐતિહાસિક શહેર છે જ્યાં ઘણી બધી પ્રાચીન જગ્યાઓ ઉપસ્થિત છે. તમે ડિસેમ્બર મહિનામાં અહીં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો, કારણ કે ડિસેમ્બર મહિનામાં કચ્છનું વાતાવરણ ખૂબ જ સારું હોય છે. અને તે સિવાય કચ્છ પોતાના પ્રાચીન ઇતિહાસ માટે પણ ખૂબ જ જાણીતું છે. ઇતિહાસ અનુસાર કાદિર નામનો કચ્છનો એક દ્વીપ હડપ્પાનું ખોદકામ કરતા મળ્યો હતો. કચ્છ ઉપર પહેલા સિંઘ ના રાજપૂતો નું શાસન હતું. ત્યારબાદ શહેર ઉપર લગભગ ૧૬મી સદીના અંતમાં મોગલોએ શાસન કર્યું હતું ત્યારબાદ મોગલો પછી લખપતિ રાજા અને અંગ્રેજોએ પણ ઘણા બધા સમય સુધી રાજ કર્યું.તેથી અહીં ફરવાની સાથે સાથે ઘણા બધા ઐતિહાસિક સ્થાન પણ ઉપસ્થિત છે. જો તમે ઇતિહાસમાં રુચિ રાખો છો તો એક વખત કચ્છ જિલ્લાના ક્ષેત્રમાં ઉપસ્થિત જગ્યા ઉપર જરૂરથી ફરવા જાવ.
મનાલી
જ્યારે પણ તમે રજામાં ફરવા જવાનો પ્લાન બનાવશો ત્યારે જરૂર તમારી ટૂરિસ્ટ લીસ્ટમાં હિમાચલ ઉત્તરાખંડ જેવા પહાડી એરીયા જરૂર સામેલ હશે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અહીંના વાતાવરણ માં ફરવાનું દરેક વ્યક્તિ ખૂબ જ પસંદ હોય છે. હિમાચલ પ્રદેશ ખૂબ જ મોટો છે અને અહીં ફરવા માટે અને જોવા માટે ઘણી બધી જગ્યાઓ છે. પરંતુ પર્યટકોને હિમાલયનુ સૌથી લોકપ્રિય ટૂરિસ્ટ પ્લેસ મનાલી ખુબ પસંદ છે.લગભગ પર્યટકો પોતાની રજામાં મનાલી જવાનો પ્લાન બનાવે છે. જો તમે ડીસેમ્બરમાં પોતાના મિત્રો સાથે પાર્ટી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મનાલી એક વખત જરૂર થી ફરવા જઈ શકો છો,કારણ કે મનાલી ફરવા જવાની એક અલગ જ મજા છે.
ગોવા
ભારતમાં ફરવા જવાની સૂચિમાં ગોવા હંમેશા ઉપર આવે છે ગોવા નું નામ આવતા જ દરેક યુવાનના ચહેરા પર મુસ્કાન આવી જાય છે. ગોવા એક નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તે ઘણા બધા બીચ અને પબથી ભરેલું છે. પરંતુ આ જગ્યા પાર્ટી કરવા માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. ગોવામાં ડિસેમ્બર મહિના નો વર્ષનો છેલ્લો મહિનો હોવાના કારણે ત્યાં ખૂબ જ જલસાથી પાર્ટી કરવામાં આવે છે. તે સિવાય તમે પાલોલેમમાં કસ્તી નો આનંદ ઉઠાવી શકો છો તેની સાથે જ કેળાની નાવમાં સવારી કરી શકો છો.
શિમલા
શિમલા પ્રાકૃતિક સુંદરતા અને ફરવા માટે ખૂબ જ સુંદર જગ્યા છે.ડિસેમ્બર મહિનામાં તમારે શિમલા જરૂરથી ફરવા જવું જોઈએ.તમને જણાવી દઈએ કે અહીં તમને વધુ પ્રાકૃતિક સૌંદર્યતા જોવા મળશે. આ જ કારણ છે કે આ જગ્યાએ ઘણી બધી સફળ ભારતીય ફિલ્મ પણ બની છે, તથા ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન શીતકાલીન રાજધાની પણ હતી.સિમલા તેની આસપાસ ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી અને પર્યટન સ્થળોની અધિકતાના કારણે ભારતમાં ફરવા માટે સૌથી સારી જગ્યાઓમાંથી એક છે. સિમલા ની એક રસપ્રદ વાત એ પણ છે કે અહીં આખા વર્ષ દરમિયાન ભીડ રહે છે. તેથી અહીં ફરવા જવાનો પ્લાન બનાવો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team