શું તમે ઓછા રૂપિયામાં ખૂબ જ સુંદર અને આહલાદક જગ્યા ની ટ્રીપ કરવા માંગો છો?, તો તમે જરૂરથી આ બધી જગ્યાઓ પર ફરવા જઈ શકો છો. અને તેનો સુંદર અને રમણીય વાતાવરણનો આનંદ ઉઠાવી શકો છો.
કંગોજોડી ગામ, હિમાચલ પ્રદેશ
જો તમે કુદરતની સુંદરતાને એકદમ નજીકથી જોવા માંગો છો તો હિમાચલ પ્રદેશના કંગોજોડી ગામ જઈ શકો છો. શિરમોર જિલ્લાના આ ગામ સુધી પહોંચવા માટે તમારે દિલ્હીથી લગભગ 275 કિલોમીટરની યાત્રા કરવી પડશે,પરંતુ અહીંની સુંદરતા થોડાક જ સમયમાં તમારો થાક દૂર કરી દેશે.
લૈન્સડાઉન, ઉત્તરાખંડ
પ્રકૃતિના ખોળામાં તમે થોડો સમય વિતાવવા માંગો છો તો એક વખત લૈન્સડાઉન જરૂરથી જોઈ શકો છો દિલ્હીની ખૂબ જ સુંદર પહાડ વાળી જગ્યા નો અંતર માત્ર 279 કિલોમીટર છે. ત્યાં તમે કેમ્પિંગ થી લઈને ભોજન માટે અને રોકાવાનો ખર્ચો માત્ર 10,000 ની અંદર થશે.
પિથોરાગઢ, ઉત્તરાખંડ
આ પ્રસિદ્ધ જગ્યા દિલ્હીથી 463 કિલોમીટર દૂર છે તેને સ્ટેશન તો બોલી શકતા નથી પરંતુ અહીંનું વાતાવરણ બારે મહિના ખૂબ જ સારું રહે છે. પહાડોથી ઘેરાયેલા આ શહેરની સુંદરતાને જોતા જ ખબર પડે છે.
શિવપુરી, ઉત્તરાખંડ
ઋષિકેશ પોતાના પૌરાણિક ધાર્મિક સ્થળો અને આશ્રમો સિવાય ઊંચા પર્વતો અને ગાઢ જંગલો માટે પણ ખૂબ જ જાણીતું છે.આ જગ્યા દિલ્હીથી લગભગ 244 કિલોમીટર દૂર છે તેનાથી થોડે જ દૂર શિવપુરી છે અહીં વહેતી પવિત્ર ગંગા નદીમાં તમે રિવર રાફ્ટિંગ નો લુપ્ત ઉઠાવી શકો છો અને તે સિવાય ત્યાં ઉપસ્થિત બમ્પી જમ્પિંગ, વોટર ફોલ અને ટ્રેકિંગ જેવી વસ્તુઓ પણ ત્યાં કરી શકો છો.
શોધી, હિમાચલ પ્રદેશ
આ જગ્યા honeymoon couples ના વચ્ચે ખૂબ જ મશહૂર છે અને તેની સાથે જ ફેમિલી સાથે સમય ગીત આવવા માંગતા લોકો માટે આ જગ્યાની સાદગી તેમને ખૂબ જ ગમી શકે છે જો તમારું લાંબુ વિકેન્ડ છે તો અહીં તમે જવાનો પ્લાન કરી શકો છો.
ખજિયાર,હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં ઉપસ્થિત ખાજિયારને ભારતના નું નાનુ સ્વીઝરલેન્ડ કહેવામાં આવે છે. શાંતિ અને પ્રાકૃતિક સુંદરતાને એકસાથે જોવા માંગો છો. તો તેનાથી સારી જગ્યા તમને ક્યાંય નહીં મળે. આ જગ્યા બેસ્ટ રોમેન્ટિક જગ્યાઓમાંથી એક છે અહીં તમે ખૂબ જ આરામ થી દસ હજાર રૂપિયામાં કરીને પાછા આવી શકો છો.
મુક્તેશ્વર, ઉત્તરાખંડ
આ જગ્યા ખૂબ જ સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ સાફ પણ છે. અહીં જઈને તમે સાફ અને ઠંડી હવા નો આનંદ ઉઠાવી શકો છો. તમે અહીં ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ,બાઇકિંગ, રાફ્ટિંગ કરી શકો છો. દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો ખૂબ જ આરામ થી દસ હજાર રૂપિયામાં અહીં ફરવા જઈ શકે છે.
ભરતપુર બર્ડ સેન્ચ્યુરી, રાજસ્થાન
ભરતપુર બર્ડ સેન્ચ્યુરી દુનિયાની સૌથી સારી સેન્ચ્યુરી પાર્ક માંથી એક છે. અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ના નામથી પણ તેને જાણવામાં આવે છે. તે રાજસ્થાનમાં સ્થિત છે અને અહીં તમને હજારોની સંખ્યામાં દુર્લભ અને વિલુપ્ત જાતિના પક્ષી જોવા મળશે.
રાણીખેત, ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં આવેલ રાણીખેત એક શાનદાર હિલ સ્ટેશન છે જો તમે પ્રકૃતિની સાથે અમુક સમય વિતાવવા માંગો છો તો આ જગ્યા તમારી માટે ખૂબ જ સુંદર છે. અહીં તમે પેરાગ્લાઈડિંગ બાઇકિંગ, રાફ્ટિંગ કરી શકો છો. રાણીખેત માં તમે જુલા દેવી મંદિર ના દર્શન પણ કરી શકો છો.
માઉન્ટ આબુ
માઉન્ટ આબુ એક હિલ સ્ટેશન છે અને તમે માઉન્ટ આબુમાં તેના કુદરતી વાતાવરણની મજા ઉઠાવી શકો છો માઉન્ટ આબુમાં તમે ફરવા ક્લાઇમ્બીંગ, ટ્રેકિંગ, કેમ્પિંગ જેવી એક્ટિવિટી નો લુફ્ત ઉઠાવી શકો છો. અને તે સિવાય તમે ઘોડે સવારી હોટ એર બલૂન ની એક્ટિવિટી પણ કરી શકો છો જે ત્યાં ખૂબ જ ફેમસ છે. ત્યાં પણ તમારે ફરવા માટે વધુ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.