વરસાદી વાતાવરણ ચારે તરફ જોવા મળે છે. ચોમાસા દરમિયાન છાશવારે વરસાદ થવા લાગે છે. ઉનાળાના બળબળતા તાપ સહન કર્યા પછી જ્યારે વરસાદ આવે છે ત્યારે શાંતિ અને રાહત મળે છે. મોટાભાગના લોકો વરસાદ આવે એટલે વાતાવરણનો આનંદ માણવા નીકળી પડે છે.
પરંતુ વરસાદી વાતાવરણની મજા માણતી વખતે કેટલીક સાવધાની રાખવી પણ જરુરી છે. વરસાદના કારણે ઘણીવાર અણધારી ઘટનાઓ પણ બનતી હોય છે. આ સમયે નાનકડી ભુલ કે બેદરકારી પણ ખતરનાક સાબિત થઈ શકે છે. વરસાદની મજા સમજ્યા વિના માણવા નીકળી પડવાથી જીવ જોખમમાં મુકાઈ શકે છે. એટલા માટે જ જરૂરી છે કે ચોમાસા દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. જો તમે મોનસૂન સેફ્ટી ટીપ્સને ફોલો કરશો તો વરસાદી વાતાવરણની મજા બમણી થઈ જશે.
વરસાદમાં ચાલવાથી બચવું
વરસાદમાં પલળવું પસંદ હોય તો પણ જ્યારે રસ્તા પાણી પાણી હોય ત્યારે પાણીથી દુર જ રહેવું. વરસાદના પાણીમાં બેક્ટેરિયા હોય છે જે વાયરલ બીમારીઓનું કારણ બની શકે છે. તેનાથી ત્વચા સંબંધિત સંક્રમણ પણ થઈ શકે છે. ખાસ કરીને ડાયાબીટીસના દર્દીઓએ તો વરસાદના સમયે ચાલવાથી બચવું જોઈએ. વરસાદમાં ચાલવાથી ત્વચામાં સંક્રમણ ઝડપથી થાય છે. તેથી આ સમયે સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું.
ઈલેક્ટ્રીક વાયરથી દુર રહેવું
વરસાદના વાતાવરણમાં ઘરના વાયરિંગથી દુર રહેવું. આ સિવાય બહાર પણ નીકળો ત્યારે ધ્યાન રાખવું. ઘણીવાર ભારે વરસાદના કારણે ઈલેસ્ટ્રીક વાયર તુટી અને રસ્તા પર પડી જતા હોય છે. તેવામાં રસ્તા પર વિજળીના તાર અને થાંભલાથી દુર જ રહેવું. ચોમાસા દરમિયાન પોતાની કાર કે બાઈકને પણ પાવર લાઈનની નજીક પાર્ક ન કરવી.
ઘરના બારી-દરવાજા બંધ રાખો
વરસાદી વાતાવરણની મજા માણવા માટે ભુલથી પણ ઘરના બારી દરવાજા ખુલ્લા રાખવા નહીં. વરસાદના સમયે બારી દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. કારણ કે આ સમયે ઘરમાં મચ્છર, દેડકા જેવા જીવજંતુનો ઉપદ્રવ વધી જાય છે જે ઘરમાં ઘુસી જાય છે. આ સિવાય વરસાદનું પાણી ઘરમાં આવવાથી ઘરની વસ્તુઓમાં પણ ભેજ લાગી શકે છે અને તે ખરાબ થઈ શકે છે.
જીવજંતુથી કરો બચાવ
વરસાદના કારણે મચ્છર, માખી અને અન્ય જીવજંતુનો ઉપદ્રવ વધી જાય છે. આ સમય દરમિયાન મલેરિયા, ડેંગુ, ચિકનગુનિયા જેવા રોગ પણ વધી જતા હોય છે. તેવામાં ઘરને વરસાદી જીવજંતુથી બચાવવા પ્રયત્ન કરોો. ઘરમાં મચ્છર રિપેલેંટ્સ, મચ્છર માટેની કોઈલ્સ અને સ્રે રાખવા.
વાહન સાવધાનીથી ચલાવો
ચોમાસામાં અકસ્માત થવા સામાન્ય ઘટના છે. રસ્તા પર પાણી ભરેલા હોવાથી વાહનચાલકને ખાડા દેખાતા નથી. આ સિવાય વરસાદના કારણે રોડ પર સ્લીપ થવાનું જોખમ પણ વધી જાય છે. તેથી વાહન હંમેશા સાવધાનીથી ચલાવવું. જેથી દુર્ઘટનાથી બચી શકાય.
ઈલેક્ટ્રીક વસ્તુઓને બંધ રાખો
વિજળીથી ચાલતા ઉપકરણોને ભારે વરસાદની સ્થિતિમાં બંધ રાખવા. આ સિવાય આવી વસ્તુઓને ઈલેક્ટ્રીક વાયરથી દુર પણરાખવી. ઘણી વખત ચોમાસા દરમિયાન વિજળીના ઝટકા આવે છે અને વોલ્ટેજ પણ હાઈ થઈ જાય છે જેના કારણે વસ્તુઓ ખરાબ થઈ જાય છે. તેથી વિજ ઉપકરણોને આ સમયે બંધ રાખવા.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team