પનીર દરેકનું ફેવરિટ હોય છે. જો ડિનર મા મટર પનીર, શાહી પનીર, કડાઈ પનીર મળી જાય તો મજા આવી જાય છે. ખાસ કરીને મટર પનીર મસાલા હંમેશાથી લોકોનું ફેવરિટ રહ્યું છે. તેથી અમે તમને દરેકની મનપસંદ પનીર બટર મસાલાની સૌથી સરળ અને સ્વાદિષ્ટ રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમારા ભોજનમાં પનીરનું કોઈ શાક હોય તો ઘરના દરેક સભ્ય ભોજનની આતુરતાથી રાહ જોતા હોય છે. પછી જો પનીરમાં પણ પનીર બટર મસાલા હોય તો રાહ જોવી વધુ મુશ્કેલ બની જશે. તો જલ્દી શીખો પનીર બટર મસાલા બનાવવા. તે બનાવીને તમે ઘરના દરેકને સરપ્રાઈઝ પણ આપી શકો છો.
સામગ્રી
- 250 ગ્રામ પનીર
- 2 ક્રશ કરેલી ડુંગળી
- એકથી બે નાની ચમચી આદુની પેસ્ટ
- 3 થી 4 ટામેટાની પ્યુરી
- અડધી ચમચી લસણની પેસ્ટ
- 2 લાંબા સમારેલા લીલા મરચા
- 6 થી 8 કાજુની પેસ્ટ
- 1 થી 2 તમાલપત્ર
- અડધો કપ ફુલ ક્રીમ દૂધ
- 2 નાની ચમચી કસૂરી મેથી
- 2 થી 3 ચપટી ગરમ મસાલા પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 1 નાની ચમચી લાલ મરચું પાવડર
- 2 મોટી ચમચી ફ્રેશ ક્રીમ (મલાઈ)
- 2 મોટી ચમચી માખણ
- 2 મોટી ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
બનાવવાની રીત
એક કડાઈમાં માખણ અને તેલ એક સાથે ગરમ કરો. ત્યારબાદ તમાલપત્ર અને ડુંગળીની પેસ્ટ નાખીને સાંતળો. જ્યારે ડુંગળી બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેમાં લીલું મરચું અને લાલ મરચું પાવડર નાખીને સાંતળો.
ત્યારબાદ કાજુની પેસ્ટ ચમચીથી હલાવતા સાંતળો. હવે ટામેટાની પ્યુરી નાખી ને તેલ છૂટે ત્યાં સુધી સાંતળો. ટામેટાની પ્યુરી સાંતળ્યા પછી તેમાં ધાણાજીરું પાવડર અને ગરમ મસાલા પાવડર નાખીને મિક્સ કરો.
પછી કડાઈમાં દૂધ, પાણી અને મીઠું નાખી ચમચીથી સરખી રીતે ભેળવીને તેને પાંચથી છ મિનિટ સુધી રાંધો. પનીરને એક ઇંચ ના ચોરસ ટુકડામાં કાપી લો. ગ્રેવીમાં પનીરના ટુકડા અને કસુરી મેથી નાંખીને ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. ત્યારબાદ તાજુ ક્રિમ ફેરવીને યોગ્ય રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
સ્વાદિષ્ટ પનીર બટર મસાલા બનીને તૈયાર છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team