પનીર બ્રેડ રોલ એક અનોખી રેસિપી છે. બ્રેડનો ક્રિસ્પી સ્વાદ અને પનીરની સોફ્ટનેસ તેના સ્વાદમાં વધારો કરે છે. એમાં ચટણીનું વધારે મહત્વ છે.
આજના જમાનામાં લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમને ખાવાનો પણ સમય નથી મળતો અને આવામાં જલ્દીથી બનાવાય તેવી રેસિપી બનાવવાનું ઈચ્છે છે. તો આ રેસિપી એ લોકો માટે છે. જે ફટાફટ ભોજન તૈયાર કરવા માંગે છે. તેને બનાવવું બહુજ સરળ છે અને આ બહુજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો જોઈએ કે આને કેવી રીતે બનાવાય છે અને બનાવવા માટે આપણે કંઈ કંઈ વસ્તુઓ ની જરૂરત પડશે.
સામગ્રી :
- બ્રેડ 6 પીસ
- બટર 1 કપ
- લસણ આદુની પેસ્ટ 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાં પાઉડર 1 ચમચી
- જીરા પાઉડર 1/4 ચમચી
- ગરમ મસાલો 1/4 ચમચી
- ટોમેટો સોસ 2 ચમચી
- આમચૂર પાઉડર 1/4 ચમચી
- કોથમીર
- મીઠું
- લીલી ચટણી 4 ચમચી
- ઘી અથવા તેલ 2-3 ચમચી
બનાવવાની પધ્ધતિ :
- સૌથી પહેલા એક મોટા બાઉલમાં બટર લઇ લો.
- તેના પછી તેમાં આદુ લસણની પેસ્ટ, કાશ્મીરી મિર્ચ, જીરા પાઉડર, ગરમ મસાલો, ટોમેટો સોસ, આમચૂર પાઉડર, કોથમીર અને મીઠું નાખી સરખું મિક્સ કરી લો.
- હવે આપણું સ્ટફિંગ તૈયાર છે. હવે બ્રેડ લો. અને તેની કિનારીવાળા ભાગને કાપી નાંખો.
- પછી તેને લાબું અને પાતળું વણી લો અને તેના ઉપર હલકી લીલી ચટણી નાખી ચારે બાજુ ફેલાવી દો.
- ત્યારબાદ પનીરના સ્ટફિંગને થોડુ લો અને તેને દબાવતા હલકું અને લાબું બનાવી લો.
- પછી બ્રેડ પર રાખી રોલ બનાવી લો.
- હવે ગેસ પર કઢાઈ મૂકી હલકું તેલ નાખીને બ્રેડના રોલને મૂકી દો અને મામધ્યમ ગેસ પર થોડી વાર ચડવા દો.
- પછી તેને પલટી દો અને ચારેબાજુથી ચડવી લો.
- તો હવે અહીંયા આપણી બ્રેડ રોલ બનીને તૈયાર ગઈ છે. તેને ગરમાગરમ ચટણી સાથે પીરસો.
સૂચન :
- અહીંયા તમે તાજા બટરનો ઉપયોગ કરી શકો છો.
- તમે ઈચ્છો તો લીલી સબ્જી પણ ઉપયોગમાં લઇ શકો છો.
- જો તમારી પાસે લીલી ચટણી નથી તો એની જગ્યાએ તમે પીઝા પાસ્તા સોસ પણ ઉપયોગ કરી શકો છો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.