બાળકોને કોઈ હેલ્દી ડીશ ખવડાવવી કઈ ઓછી વાત નથી. આવી જ રીતે તમને છોકરાઓ માટે કોઈ વિકલ્પ ની તલાશ રહેતી હશે. જેથી સ્વાદ સાથે પોષણ પણ મળે છે. આજે અમે તમને ચીઝ બોલ્સની રેસિપી બતાવવા જઈ રહ્યા છીએ. જેથી તમે છોકરાઓને ટિફિનમાં આપી શકો છો.
સામગ્રી :
- 250 ગ્રામ ટુકડા કરેલું પનીર
- 2 ચમચી કોર્ન ફ્લોર
- મીઠુ સ્વાદપ્રમાણે
- 1 કપ બાફેલા બટાકા
- 1 કપ કાપેલા ધાણા
- 1 કપ બ્રેડ ક્રમ્બ્સ
- 2 ચમચી લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ
બનાવવાની પધ્ધતિ :
બોલમાં બધી સામગ્રીને નાખી બોલ્સ બનાવો. કઢાઈમાં તેલ નાખી ગરમ કરો. બધા બોલ્સને સરખી રીતે ફ્રાય કરો. હવે તેને પ્લેટમાં કાઢો. ત્યારબાદ ઉપરથી કોથમીર નાખી પીરસો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.