ત્વચાની સંભાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તમાલપત્રનો પાવડર, જાણો એની ઉપયોગ કરવાની રીત.

Image Source

તમાલ પત્ર નો ત્વચા માટે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે, લગાવવામાં કોઈ ભૂલ થાય તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તો આજે અમે તમને એના ઉપયોગ કરવાની રીત વિશે જણાવીશું.

વાનગીઓનો સ્વાદ વધારવા માટે ઘણા બધા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એમાંથી એક તમાલ પત્ર પણ છે. જે વાનગીનો સ્વાદ વધારવામાં મદદ કરે છે. એમાં રહેલા ઘણા બધા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કહેવામાં આવે છે કે તમાલ પત્રમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, ફાઇબર અને વિટામિન સી  ભરપૂર માત્રામાં રહેલાં છે. મહત્વની વાત એ છે કે તમાલપત્ર ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

એમાં રહેલા ગુણ ત્વચાની deep clean કરે છે. જોકે ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે, તમાલપત્ર ખૂબ જ ફાયદાકારક છે અને તે ખૂબ જ સારું રિઝલ્ટ પણ આપે છે. પરંતુ તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ જાણવું ખૂબ જરૂરી છે નહીં તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.

તમાલપત્ર અને દહીં

એક કટોરીમાં એક ચમચી દહીં લેવું, એમાં મધ અને તમાલપત્રનો પાઉડર મિક્સ કરવો. આ પેસ્ટ ચહેરા પર લગાવવી જોઈએ. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવું. તમાલપત્ર ચહેરાની સ્કિન ને રીપેર કરે છે.

તમાલપત્ર નો પાવડર અને ગુલાબ જળ

આ બંનેની પેસ્ટ બનાવીને 10 થી 15 મિનિટ સુધી બનાવીને લગાવી રાખવું. આપીને જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચહેરાને પાણીથી ધોઈ લેવો. ગુલાબ જળથી તાજગી અનુભવાય છે.

મધ અને તમાલપત્ર

તમાલપત્રના પાવડરમાં મધ મિક્ષ કરવું. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવી જોઈએ. ત્યારબાદ પંદરથી વીસ મિનિટ સુધી તેને સૂકાવા દેવું. ત્યાર પછી હલકા હાથે મસાજ કરીને ચહેરો ધોઈ લેવો. ચહેરો કોરો કરીને મોઇશ્ચરાઇઝર લગાવી લેવું.

તમાલપત્રના પાન અને લીંબુનો રસ

આ પેકને બનાવવા માટે તમારા પત્ર ના પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરીને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. ત્યારબાદ ચહેરાને પાણીથી ધોઇ લેવો. ત્વચા સૂકાઈ જાય ત્યારબાદ મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ.

જો ત્વચા સંબંધી કોઈપણ સમસ્યા હોય તો આ પ્રયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *