આપણાં દેશના ફેમસ ચોર બજાર, જયા ખૂબ સસ્તામાં મળે છે કોઈપણ વસ્તુ.

આજના મોંઘવારીના સમયમાં જો સારો સામાન સસ્તામાં મળી જાય તો પછી બીજું જોઈએ જ શું. પણ સવાલ એ થાય કે સસ્તો સામાન મળશે કયા, ક્યાંથી ખરીદી કરી શકાય? તો તમને જણાવી દઈએ કે આપણાં દેશમાં બધુ જ શક્ય છે. આપણાં દેશમાં એવા ઘણા ચોર બજાર છે જય કપડાંથી લઈને ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ સસ્તી મળે છે તે વસ્તુઓ એટલી સસ્તી હોય છે કે તમે સરળતાથી ખરીદી શકો છો. આજે અમે તમને આપણાં દેશના કેટલાક ફેમસ ચોર બજાર વિષે જણાવી રહ્યા છે.

Image Source

મટન સ્ટ્રીટ, મુંબઈ

મુંબઈની ફિલ્મ સિટીમાં મટન સ્ટ્રીટ નામની જગ્યા છે, જે લગભગ 150 વર્ષ જૂની છે. જૂના સમયમાં તેને શોર બજાર કહેવામાં આવતું હતું. લોકો કહે છે કે જ્યારે ભારતમાં બ્રિટિશ સરકારનું શાસન હતું ત્યારે ત્યાંના લોકો આ શબ્દ (શોર)નો યોગ્ય ઉચ્ચાર કરી શકતા ન હતા અને તેઓ શોર બજારને ચોર બજાર કહેતા હતા. ત્યારથી તેનું નામ ચોર બજાર પડ્યું.

અહિયાં વિન્ટેજ મૂવી પોસ્ટર્સથી લઈને એન્ટીક ફર્નિચર, સેકન્ડ હેન્ડ કપડાં, લક્ઝરી બ્રાન્ડ પ્રોડક્ટ્સની ફર્સ્ટ કોપી, તમને અહીં ખૂબ જ ઓછી કિંમતમાં મળશે. એટલું જ નહીં, જો તમારો કોઈ સામાન ચોરાઈ જાય છે, તો તમને તે વસ્તુ અહીં મળવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે, મોટાભાગે એવું બને છે કે તમારો કોઈ સામાન ચોરાઈ જાય તો ચોર આવીને ચોરીનો માલ વેચી દે છે.

Image Source

ચાંદની ચોક, જૂની દિલ્હી

દિલ્હીના ચાંદની ચોકમાં એક ચોર બજાર છે, જે ભારતમાં સૌથી પ્રખ્યાત ચોર બજાર છે. દેશના ખૂણે-ખૂણેના લોકો આ વાત જાણે છે અને દેશ-વિદેશથી પણ લોકો અહીં ખરીદી કરવા આવે છે. દિલ્હીના આ માર્કેટમાં સૌથી વધુ મૂવમેન્ટ જોવા મળે છે. આ ચોર બજાર કપડાં અને હાર્ડવેર માટે જાણીતું છે. અહીં મળેલો સામાન કાં તો સેકન્ડ હેન્ડ અથવા થોડો ખામીયુક્ત હોય છે. અહીં તમને મોટી બ્રાન્ડથી લઈને નાની બ્રાન્ડની પ્રોડક્ટ્સ સરળતાથી મળી જશે.

Image Source

સોતી ગંજ, મેરઠ

મેરઠનું સોતી ગંજ ચોર બજાર એ ભારતના પ્રખ્યાત બજારોમાંનું એક છે, જેઓ વાહન પ્રેમીઓ છે તેમના માટે આ બજાર એક યોગ્ય સ્થળ છે. અહીં તમને કારની એક્સેસરીઝ જેવી કે ફ્યુઅલ ટાંકી અને બીજી ઘણી જરૂરી વસ્તુઓ સૌથી ઓછી કિંમતે મળશે. હકીકતમાં દિલ્હી એનસીઆર અથવા ઉત્તરીય શહેરોમાંથી જે પણ વાહન અથવા વાહનની વસ્તુ ચોરાય છે, તે બધું અહીં વેચાય છે. આ ચોર બજારમાં તમને સસ્તા વાહનોથી લઈને મોંઘા વાહનો સુધીનો સામાન સરળતાથી મળી જશે.

Image Source

ચિકપેટ માર્કેટ, બેંગલોર

બેંગ્લોરમાં ચિકપેટ માર્કેટ પણ ભારતના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. ચિકપેટ ચોર બજાર એક એવું બજાર છે જ્યાં તમે વિવિધ પ્રકારની આકર્ષક વસ્તુઓ ખરીદી શકો છો. અહીં તમને ઘણી બધી સિલ્ક સાડીઓ અને ઘરેણાં મળશે. જો તમે જિમના સાધનો ખરીદવા માટે સસ્તી શોપ શોધી રહ્યા છો, તો આ સ્થાન તમારા માટે યોગ્ય છે.

Image Source

પુડુપેટ માર્કેટ, ચેન્નાઈ

ચેન્નાઈનું પુડુપેટ માર્કેટ પણ દેશમાં ખૂબ જ લોકપ્રિય બજાર છે, જે દક્ષિણના ઓટોમોબાઈલ પ્રેમીઓ માટે પ્રખ્યાત છે. આ માર્કેટમાં તમે સ્પેર ઓટો પાર્ટ્સથી લઈને એસેમ્બલ અને કસ્ટમાઈઝ્ડ કાર સુધીના ઓટોમોબાઈલ પાર્ટ્સ શોધી શકો છો. આ માર્કેટ બિલકુલ એવું જ દેખાય છે જે રીતે ફિલ્મોમાં બતાવવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *