ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે. તે નર્મદા નદીના કિનારે માંધાતા નામના ટાપુ પર આવેલું છે. અહીં તમે ઇન્દોર થી બસ લઈને પહોંચી શકો છો. ઇન્દોર થી ડાયરેક્ટ તમને ઓમકારેશ્વર મંદિર માટે બસ મળી જાય છે.
મંદિરના ગર્ભ ગૃહમાં બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ વિરાજમાન છે. આ સ્થાન એ છે જ્યાં નર્મદા નદી ઓમના આકારમાં વહે છે. આજ કારણ છે કે આ સ્થળને પણ ઓમકારેશ્વર નામથી ઓળખવામાં આવે છે. અહીં મંદિરની અંદર તમને સુંદર નકાશી જોવા મળશે. મંદિરના પિલરમાં પણ સુંદર કાશી કરવામાં આવી છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ની કથા
કહેવાય છે કે અહીં રાજા માંધાતા એ નર્મદા નદીના કિનારે ઘોર તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા તો રાજાએ અહીં તેમનો નિવાસ થાય તેવું વરદાન માગ્યું. ભગવાને પણ રાજા ને તથાસ્તુ કહ્યું અને ત્યારથી ભગવાન શિવ આ પ્રસિદ્ધ તીર્થ નગરીમાં નિવાસ કરે છે.
કહેવાય છે કે અહીં 68 તીર્થ છે જ્યાં 33 કરોડ દેવી-દેવતાઓ પોતાના પરિવાર સાથે નિવાસ કરે છે. ઓમકારેશ્વરમાં આમ તો ઘણા ફરવા લાયક અને જોવાલાયક સ્થળ છે. અહીં બે મુખ્ય મંદિર છે. એક ઓમકારેશ્વર અને બીજું મમલેશ્વર. આ સિવાય અહીં જોવાલાયક સ્થળની વાત કરીએ તો નર્મદા નદી ઉપર બાંધેલો બંધ પણ જોવાલાયક છે. અહીં તમે નર્મદા નદીમાં હોળીથી સવારી પણ કરી શકો છો.
આ ક્ષેત્રમાં નર્મદા નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે દુનિયામાં આ એકમાત્ર એવી નદી છે જેની દર વર્ષે પરિક્રમા કરવામાં આવે છે. અહીં સવારના સમયે પ્રવાસીઓ ઝીરો પોઇન્ટ ની મજા પણ માણતા હોય છે.
ઝીરો પોઈન્ટ ઓમકારેશ્વર ની મુખ્ય જગ્યાઓમાંથી એક છે. તે ઓમકારેશ્વરની હાઈએસ્ટ જગ્યા છે. આ ઊંચાઈ પરથી તમને ઓમકારેશ્વર નો બંધ, અને નર્મદા નદીનો સુંદર નજારો જોવા મળશે. વરસાદના સમયે અહીંથી ખૂબ સુંદર નજારો સવારના સમયે જોવા મળે છે. પ્રવાસીઓની સુવિધા માટે હવે અહીં ઘણા રિસોર્ટ પણ બની ગયા છે જ્યાં પ્રવાસીઓ રોકાઈ શકે છે.
ઓમકારેશ્વર મંદિર સિવાય અહીં ગજાનંદ મહારાજનું મંદિર, કેદારેશ્વરનું મંદિર, નર્મદા કાવેરી સંગમ ઘાટ, કૈલાશધામ, ગૌરી સોમનાથ મંદિર, સિદ્ધનાથ મંદિર, માંધાતા પેલેસ વગેરે જેવી જગ્યાઓએ તમે ફરવા જઈ શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team